Last Update : 17-November-2012, Saturday

 

પૂજારા ગુજરાતની ભુમિ પર બેવડી સદી ફટકારનાર પ્રથમ ગુજરાતી
સૌરાષ્ટ્રનો સપૂત પૂજારા ઝળક્યો ઃ બેવડી સદી

દિવાળીની રજાઓમાં પૂજારા અને સેહવાગની ઝમકદાર બેટિંગ પ્રેક્ષકોએ માણી ઃ ભારતના ૫૨૧/૮ સામે ઈંગ્લેન્ડના ૩ વિકેટે ૪૧

અમદાવાદ,તા.૧૬
અંહી મોટેરા સ્ટેડિયમ પર રમાઇ રહેલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ બે દિવસની રમતમાં ગુજરાત અને રાજકોટના પુજારા અને સેહવાગ છવાયેલા રહ્યા હતા. પુજારા તેના ઘરઆંગણાના રાજ્યમાં રમતો હોઇ તેમ જ દ્રવિડનું સ્થાન ભરવાના દબાણ હેઠળ કારકિર્દીમાં આગળ ધપતો હોવાના કારણે ક્રિકેટ ચાહકોમાં મેચ પૂર્વેથી જ અપેક્ષા સાથે ઈંતેજારી સેવાતી હતી.
પુજારાએ દિવાળીની રજાઓમાં ચાહકોને ક્લાસિક બેટિંગ સાથેની બેવડી સદી (અણનમ ૨૦૬)ની ભેટ આપતાં ટેસ્ટને યાદગાર બનાવી હતી. પ્રથમ દિવસની રમતના અંતે પુજારા ૯૮ રને રમતમાં હોઇ આજે બીજા દિવસે તેણે તરત જ સદી પુરી કરીને દાદ મેળવી હતી. જો કે તેણે તેનો અડીખમ મિજાજ બતાવતા એક છેડે નિયમિત અંતરે વિકેટ પડતી હતી છતાં અને પીચ પણ અઘરી થઇ રહી હતી ત્યારે તેના ટેમ્પરામેન્ટનો પરચો આપીને બેવડી સદી પુરી કરી હતી. પ્રેક્ષકો જાણે પુજારાની બેટિંગને વધાવવા જ આવ્યા હોય તેવો સ્ટેડિયમનો માહૌલ હતો. તો બીજી તરફ વિશેષ કરીને રાજકોટમાં તેના કુંટુંબીઓએ ઘરે ટીવી પર સાથે બેસીને તેની સિધ્ધિને બીરદાવીને મીઠુ મોઢું કર્યું હતુ.
અગાઉ પ્રથમ દિવસે સેહવાગની ૨૩મી સદી સાથેના ૧૧૭ અને ત્યાર બાદ યુવરાજે ૭૪ રન નોંધાવતા પુજારા જોડે પાંચમી વિકેટની ૧૩૪ રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતે પ્રથમ ઇનિંગ ૮ વિકેટે ૫૨૧ રનના સ્કોર પર ડિકલેર કરી હતી. ઈંગ્લેન્ડના બેટ્સમેનો સ્પિનરો સામે ટકવામાં નિષ્ફળ રહ્યા હતા અને બીજા દિવસની રમતના અંતે પ્રવાસી ટીમનો સ્કોર ત્રણ વિકેટે ૪૧ રન થઇ ગયો હતો. રમતના અંતે કૂક ૨૨ અને પીટરસન ૬ રને ક્રિઝ પર હતો.
અમદાવાદના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગઇકાલે શરૃ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન ધોનીએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. સેહવાગ અને ગંભીરની જોડીએ ૧૩૪ રનની ઓપનીંગ ભાગીદારી નોંધાવતા ભારતને સંગીન શરૃઆત અપાવી હતી. ગંભીરે ૧૧૧ બોલમાં ૪ ચોગ્ગા સાથે ૪૫ રન ફટકાર્યા હતા. જ્યારે સેહવાગે ફરી વખત આગવું ફોર્મ દર્શાવતા આશરે બે વર્ષ બાદ સદી ફટકારી હતી. સેહવાગની કારકિર્દીની આ ૨૩મી સદી હતી. જેમાં તેણે ૧૧૭ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૧૭ રન નોંધાવ્યા હતા. જો કે તેંડુલકર ૧૩ અને કોહલી ૧૯ રને આઉટ થયા હતા.
દ્રવિડના અનુગામી તરીકેની આગવી પ્રતિભાની સાબિતી આપતાં સૌરાષ્ટ્રના યુવા બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ખુબ જ ધીરજપૂર્વક બેટિંગ કરતાં કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. પુજારાએ ૩૮૯ બોલનો સામનો કરતાં ૨૧ ચોગ્ગા સાથે અણનમ ૨૦૬ રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડના બોલરો હતાશ થઇ જાય તેવી બેટિંગ કરતાં પુજારાએ ભારતને અત્યંત મજબુત સ્થિતીમાં પહોંચાડયું હતુ. પુજારા અને યુવરાજે ૧૩૪ રનની ભાગીદારી કરતાં ઈંગ્લેન્ડ પર ભીંસ વધારી હતી. યુવરાજે ૧૫૧ બોલમાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૭૪ રન નોંધાવ્યા હતા. પુજારા છેવટ સુધી આઉટ થયો નહતો અને કેપ્ટન ધોનીએ ભારતનો સ્કોર ૧૬૦ ઓવરમાં ૮ વિકેટે ૫૨૧ રન હતો ત્યારે ઈનિંગ ડિકલેર જાહેર કરી દીધી હતી.
ઈંગ્લેન્ડ તરફથી સ્પિનર સ્વોને ૧૪૪ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે એન્ડરસન, સમિત પટેલ અને પીટરસન ૧-૧ વિકેટ ઝડપી શક્યા હતા. જવાબમાં બેટિંગમાં ઉતરેલા ઈંગ્લેન્ડના બેટ્સમેનો શરૃઆતથી જ સ્પિનરો સામે સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા. કૂક અને કોમ્પ્ટોનની ભાગીદારી માંડ ૨૬ રન પહોંચી હતી ત્યાં જ અશ્વિનના ક્લાસિક સ્પિન બોલ પર કોમ્પ્ટોન (૯) ક્લીન બોલ્ડ થયો હતો. જે પછી ઓઝાએ નાઇટવોચમેન તરીકે આવેલા એન્ડરસનને ૨ રને ગંભીરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. અશ્વિન ફરી ત્રાટક્યો હતો અને સિનિયર બેટ્સમેન ટ્રોટને ૦ રને પુજારાના હાથે કેચઆઉટ કરાવતા ઈંગ્લેન્ડે માત્ર ૩૦ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી.
હવે આવતીકાલે મેચનો ત્રીજો દિવસ છે. અમદાવાદની પીચ પર થી જે પ્રકારે સ્પિનરોને ટર્ન મળી રહ્યો છે, તે જોતા મેચનું પરિણાંમ જલ્ગદી આવી જશે તેમ મનાય છે.
ભારત પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

ગંભીર બો.સ્વોન

૪૫

૧૧૧

સેહવાગ બો.સ્વોન

૧૧૭

૧૧૭

૧૫

પુજારા અણનમ

૨૦૬

૩૮૯

૨૧

તેંડુલકર કો.પટેલ બો.સ્વોન

૧૩

૧૮

કોહલી બો.સ્વોન

૧૯

૬૭

યુવરાજ કો.સ્વોન બો.પટેલ

૭૪

૧૫૧

ધોની બો.સ્વોન

૦૫

૩૭

અશ્વિન કો.પ્રાયર બો.પીટરસન

૨૩

૫૨

ઝહીર કો.ટ્રોટ બો.એન્ડરસન

૦૭

૧૦

ઓઝા અણનમ

૦૦

૦૯

વધારાના (નોબોલ ૧, બાય ૧, લેગબાય ૧૦)

૧૨

 

 

 

૧૬૦ ઓવરમાં ૮ વિકેટે

૫૨૧

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૧૩૪(ગંભીર ૨૯.૫), ૨/૨૨૪ (સેહવાગ ૫૦.૧), ૩/૨૫૦ (તેંડુલકર ૫૬.૫), ૪/૨૮૩ (કોહલી ૭૬.૪), ૫/૪૧૩ (યુવરાજ ૧૨૪.૧), ૬/૪૪૪ (ધોની ૧૩૪.૫), ૭/૫૧૦ (અશ્વિન ૧૫૪.૫), ૮/૫૧૯ (ઝહીર ૧૫૭.૧)
બોલિંગ ઃ એન્ડરસન ૨૭-૭-૭૫-૧, બ્રોડ ૨૪-૧-૯૭-૦, બ્રેસ્નેન ૧૯-૨-૭૩-૦, સ્વોન ૫૧-૮-૧૪૪-૫, પટેલ ૩૧-૩-૯૬-૧, પીટરસન ૮-૧-૨૫-૧.
ઈંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

કૂક રમતમાં

૨૨

૩૯

કોમ્પ્ટોન બો.અશ્વિન

૦૯

૫૩

એન્ડરસન કો.ગંભીર બો.ઓઝા

૦૨

૦૬

ટ્રોટ કો.પુજારા બો. અશ્વિન

૦૦

૦૪

પીટરસન રમતમાં

૦૬

૦૬

વધારાના (લેગબાય ૦૨)

૦૨

 

 

 

૧૮ ઓવરમાં ૩ વિકેટે

૪૧

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૨૬(કોમ્પ્ટોન ૧૩.૩), ૨/૨૯(એન્ડરસન ૧૪.૪), ૩/૩૦ (ટ્રોટ ૧૫.૩)
બોલિંગ ઃ અશ્વિન ૮-૧-૨૧-૨, ઝહીર ૫-૩-૬-૦, ઓઝા ૪-૧-૩-૧, યાદવ ૧-૦-૯-૦.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved