Last Update : 17-November-2012, Saturday

 

NPA વધતી અટકાવવા બેંકો લોનનું રિસ્ટ્રક્ચરીંગ કરે છે
નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસમાં ભારતીય બેન્કોની NPAમાં રૃા. ૩૫૯૫૬ કરોડનો ઉમેરો થયો

નવી દિલ્હી, શુક્રવાર
તાજેતરમાં જાહેર થયેલા જુલાઈ- સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામોમાં જાહેર ક્ષેત્રની આગેવાન બેંકોના ચોખ્ખા નફામાં ઘટાડો થતો જોવા મળ્યો છે જેની પાછળનું મુખ્ય કારણ બેડ લોન માટેની વધુ જોગવાઈ અને પોર્ટફોલિયો રિસ્ટ્રક્ચર્ડ કરાયો તે છે. બેંકો દ્વારા કરાતી ઉપરોક્ત બે જોગવાઈઓના કારણે જાહેર ક્ષેત્રની આગેવાન ગણાય એવી મોટા ભાગની બેંકોનો નફો દબાણ હેઠળ રહ્યો છે.
બેડ લોન્સ માટે વધુ જોગવાઈ અને ડેબ્ટ પોર્ટફોલિઓના રિસ્ટ્રકચર્ડને કારણે બેન્કોનો નફો દબાણ હેઠળ આવ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિક ગાળામાં લોન્સ રિસ્ટ્રકચરિંગમાં નાના અને મધ્યમ ક્ષેત્રના ઉપક્રમોની દરખાસ્તો વધુ રહી હોવાનું બેન્કરો જણાવી રહ્યા છે.
ટેકસટાઈલ તથા ફાર્મા ક્ષેત્રના નાના અને મધ્યમ એકમો તાણ હેઠળ છે અને લોન્સ રિકાસ્ટ માટે દરખાસ્ત કરી રહ્યા છે એમ એક જાહેર ક્ષેત્રની બેન્કના કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રકચરિંગ વિભાગના વડાએે જણાવ્યું હતું. સ્ટીલ ક્ષેત્રની પણ કેટલીક નાની કંપનીઓ લોન રિકાસ્ટ કરાવી રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગયા સપ્તાહમાં જાહેર કરેલા પોતાના પરિણામોમાં વધી રહેલી એનપીએ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની પાંચ ટોચની બેન્કોની બેડ લોન્સમાં ૮૦ ટકા વધારો થયો છે જ્યારે ખાનગી ક્ષેત્રની બેન્કોમાં આ વધારો ૧૦ ટકા રહ્યો છે.
એનપીએને વધતી અટકાવવા માટે બેન્કો લોન્સના રિસ્ટ્રકચરિંગનો ઉપયોગ કરી રહી છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતીય બેન્કોની એનપીએમાં રૃપિયા ૩૫૯૫૬ કરોડનો ઉમેરો થયો છે. મોટી લોન્સનું તો રિસ્ટ્રકચરિંગ તો થાય છે જ પરંતુ હવે નાના કદના ઉદ્યોગોની લોન્સ પણ રિસ્ટ્રકચર્ડ થઈ રહી છે.
જાહેર ક્ષેત્રની બેંકના એક ટોચના અધિકારીના જણાવ્યા મુજબ વિવિધ પ્રતિકૂળતાઓના કારણે દેશની ઓવરઓલ આર્થિક પરિસ્થિતિ ડહોળાઈ જવા પામી છે. ઉદ્ભવેલા આ પ્રતિકૂળ સંજોગોના કારણે ધીરેલા નાણાંની રીકવરી માટે બેંકો દ્વારા અપનાવાતા વનટાઇમ સેટલમેન્ટ યોજનાઓમાં વધારો થવા પામ્યો છે. તો કેટલાક કિસ્સામાં બેંકોએ માંડવાળનો માર્ગ પણ અપનાવવો પડે છે. છેલ્લા કેટલાક સમયથી મોટા એકમોની સાથોસાથ નાના- મધ્યમ કદના એકમો પણ હવે ડેટ રીસ્ટ્રક્ચરીંગનો માર્ગ અપનાવી રહ્યા છે. તેમાં મહત્ત્વની વાત એ છે કે દરેક બેંકો પાસે મોટા એકાઉન્ટ હોય તેમ બનતું નથી. જ્યારે દરેક બેન્કો પાસે નાના- મધ્યમ કદના એકમોને એકાઉન્ટનું પ્રમાણ ઉંચુ જ હોય છે તેથી તેમની ડેટ રીસ્ટ્રક્ચરીંગની દરખાસ્તોમાં પણ વધારો થયો છે અને તેની પાછળ બેડલોન માટેની જોગવાઈઓમાં વધારો થતા આ ચિત્ર ઉપસ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved