Last Update : 17-November-2012, Saturday

 

ધૂંધળા આર્થિક ચિત્રને પરિણામે વૈશ્વિક ફન્ડ મેનેજરોમાં
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

ભારતીય સ્ટોકસ પર વૈશ્વિક રોકાણકારોનું ૧૧ ટકા અન્ડરવેઈટ

મુંબઈ, શુક્રવાર
એશિયામાં ભારત મૂડીરોકાણ માટે ટોચનું મથક તરીકે ઊભરી રહ્યું હોવા છતાં વૈશ્વિક ફન્ડ મેનેજરોમાં ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા નવેમ્બરમાં ૧૧ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ દ્વારા કરાયેલા સર્વેમાં ભારતીય સ્ટોકસ પર રોકાણકારોનું ૧૧ ટકા અન્ડરવેઈટ હતું. રોકાણકારોએ ભારતીય સ્ટોકસ તરફથી અચાનક જ શા માટે મો ફેરવું લીધું તે અંગે સર્વેમાં કોઈ કારણ અપાયું નથી પરંતુ વિશ્લેષકોના મત પ્રમાણે ભારતમાં આ વર્ષે આર્થિક મોરચે ખાસ સુધારો જોવા નહીં મળતા રોકાણકારોની રુચી ઘટી છે. આ ઉપરાંત અન્ય ઊભરતી બજારોમાં શ્રેષ્ઠ મૂલ્યાંકનો પણ એક કારણ હોઈ શકે છે.
ભારતના ઔદ્યોગિક ઉત્પાદનના વિકાસ દર સૂચવે છે કે અર્થતંત્ર ભારે પૂરવઠા ખેંચનો સામનો કરી રહ્યું છે, જેને કારણે ઊંચા ફુગાવા અને વેપાર ખાધ વધી રહી છે. અવરોધક પરિબળો જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારતનો વિકાસ દર મંદ રહેશે એમ પણ સર્વેમાં જણાવાયું છે. મોટાભાગની ઊભરતી બજારો અંદાજીત અર્નિગ્સના ૮થી ૧૧ ગણાની વચ્ચે વેપાર થઈ રહ્યા છે ત્યારે સેન્સેકસ અપેક્ષિત આવકના ૧૩.૧૭ ગણો બોલાઈ રહ્યો છે.
આ વર્ષમાં સેન્સેકસ અત્યારસુધી વીસ ટકા વધ્યો છે. ઓકટોબરમાં ભારતે પાંચ ટકા જેટલી ઓવરવેઈટ સ્થિતિ હાંસલ કરી હતી. ફિલિપાઈન્સ, મલેશિયા, દક્ષિણ કોરિઆ, તાઈવાન અને ઈન્ડોનેશિયાથી તે આગળ હતું. ચાલુ મહિનામાં દક્ષિણ કોરિઆનું નેટ એલોકેશન ૨૧ મહિનાની ઊંચી સપાટીએ પહોચ્યું હતું જ્યારે ચીન જે ઓકટોબરમાં ૧૫ ટકા નેટ ઓવરવેઈટ હતું તે નવેમ્બરમાં ૨૫ ટકા પર પહોંચી ગયું છે.
ભારતીય ઈક્વિટીઝ તથા રૃપિયામાં તેજીને લાગેલી બ્રેક પરથી ફન્ડ મેનેજરોનો તેમાં રસ ઘટી ગયાનું જોવા મળી શકે છે. ઓકટોબરમાં સારો સુધર્યા બાદ સેન્સેકસ ૩.૫૦ ટકા ઘટયો હતો. નવેમ્બરમાં રૃપિયો ડોલર સામે બે ટકા તૂટયો છે. જો કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના ભારતમાં રોકાણ આંક પર નજર નાખીએ તો ભારતની ઈક્વિટીઝમાં તેમનો રસ ઓછો થયો હોવાનું પ્રદર્શિત થતું નથી. ચાલુ વર્ષના જાન્યુઆરીથી અત્યારસુધી એફઆઈઆઈએ ભારતમાં રૃપિયા ૯૭૦૦૦ કરોડની નેટ ખરીદી કરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved