Last Update : 17-November-2012, Saturday

 

ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી

બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, પાવર શેરોમાં વ્યાપક ધોવાણ ઃ સ્મોલ-મિડ કેપ શેરોમાં પણ ઓફલોડીંગ

યુરો ઝોનમાં ડબલ ડીપ મંદીએ વૈશ્વિક બજારો વધુ તૂટયા ઃ નાણાં પ્રધાન-RBI ગર્વનર વચ્ચે ગજગ્રાહની નેગેટીવ અસર

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
યુરો ઝોનમાં જીડીપી વૃધ્ધિના ૦.૪ ટકાના અત્યંત નબળા આંકડાએ ડબલ ડીપ મંદીના એંધાણ અને ફ્રાંસ યુરોપ માટે ટાઇમ બોમ્બ બની ગયું હોવાના અહેવાલ સાથે ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે ફરી ઘર્ષણે તનાવની પરિસ્થિતિ અને અમેરિકા માટે રાજકોષીય ખાધના મોટા પડકારની સ્થિતિએ ડહોળાયેલા વૈશ્વિક બજારોના સેન્ટીમેન્ટે આજે મુંબઇ શેરબજારોમાં નવા સંવતના સતત બીજા દિવસે બેંકિંગ, રીયાલ્ટી, ઓટો, ઓઇલ-ગેસ, કેપિટલ ગુડઝ, પાવર, એફએમસીજી, મેટલ, ફાર્મા શેરોમાં ધબડકો બોલાઇ જતાં સેન્સેક્ષ ૧૬૨ પોઇન્ટ તૂટીને ૧૮૩૦૯.૩૭ અને નિફટી ૫૬.૯૫ પોઇન્ટ ગબડીને ૫૫૭૪.૦૫ની સપાટીએ આવી ગયા હતા.
ચિદમ્બરમ-સુબ્બારાવ આમને સામને ! શીયાળુ સત્રમાં મહત્વના બિલો મંજૂરી અટવાશે ! ભારતનું રેટીંગ ડાઉનગ્રેડ થશે ?
એફઆઇઆઇ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ખરીદી છેલ્લા કેટલાક દિવસોથી ધીમી પડયા સાથે નાણા પ્રધાન પી. ચિદમ્બરમે પણ ગઇકાલે નવા બેંકિંગ લાઇસન્સ હજુ ૬ થી ૮ મહિના શક્ય નહીં હોવાના કરેલા નેગેટીવ નિવેદન સામે રિઝર્વ બેંકના ગર્વનર ડી. સુબ્બારાવના વળતા પ્રહાર તેમજ વડા પ્રધાન મનમોહન સિંહે પણ સંસદનું શીયાળુ સત્ર શરૃ થતાં પૂર્વે આર્થિક પડકારો દર્શાવી રાજકોષીય વિશ્વસનીયતા દાવ પર હોવાનું નબળુ ચિત્ર રજૂ કરતા અને ટેલીકોમ ક્ષેત્રે ટુજી સ્પેકરૃમ લિલામને નબળા પ્રતિસાદ સાથે શીયાળુ સત્રમાં આર્થિક સુધારાના પ્રમુખ બિલ મંજૂર નહીં થવાના સંજોગોમાં ભારતના ક્રેડિટ રેટીંગના ડાઉનગ્રેડની શક્યતાએ સ્થાનિક નાણા સંસ્થાઓ સાથે ફંડો, ખેલંદાઓએ આજે સાવચેતીમાં મોટું ઓફલોડીંગ કર્યું હતું.
છેલ્લા કલાકમાં સેન્સેક્ષે ૨૦૦ પોઇન્ટ ગુમાવ્યા ઃ ૧૮૫૬૩ના વધ્યામથાળેથી ઇન્ટ્રા-ડે ૨૯૭ પોઇન્ટ તૂટયો
શેરોમાં આરંભિક સાધારણ મજબૂતી રૃપિયા સામે ડોલરના સુધારાએ ઇન્ફોસીસ સહિત આઇટી શેરો, ભારતી એરટેલ, ડૉ. રેડ્ડીઝ લેબ, કોલ ઇન્ડિયા, ઓએનજીસી થકી આવી હતી, સેન્સેક્ષ આગલા બંધ ૧૮૪૭૧.૩૭ સામે ૧૮૪૯૧.૪૯ મથાળે ખુલીને શરૃઆતમાં ૪૫ થી ૫૦ પોઇન્ટનો સુધારો બતાવ્યા બાદ ૨૦ થી ૨૫ પોઇન્ટ નેગેટીવ થયા બાદ ફરી ક્ષણિક નજીવો પોઝિટીવ થયો હતો, જે ફરી ૧૨ઃ૨૦ વાગ્યા બાદ મજબૂત થઇ આવી એક સમયે ૯૧.૮૫ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૮૫૬૩.૩૨ સુધી પહોંચ્યો હતો. પરંતુ બે વાગ્યા બાદ સુધારો ઓસરતો જઇ ૨ઃ૨૦ વાગ્યા બાદ એકાએક કડાકામાં વધ્યામથાળેથી ૨૯૬.૫૬ પોઇન્ટ અને આગલા બંધથી ૨૦૪.૬૧ પોઇન્ટ તૂટી જઇ એક તબક્કે નીચામાં ૧૮૨૬૬.૭૬ સુધી ગબડી ગયો હતો. જે છેલ્લી ૧૫ મીનિટની એવરેજ ગણતરીએ ૧૬૨ પોઇન્ટના ઘટાડે ૧૮૩૦૯.૩૭ બંધ રહ્યો હતો. આમ છેલ્લા કલાકમાં સેન્સેક્ષે ૨૦૦ પોઇન્ટ ગુમાવ્યા હતા.
નિફટી સ્પોટ ૫૬૫૦ વધ્યામથાળેથી ગબડી નીચામાં ૫૫૫૯ બોલાયો ઃ ૫૫૮૫ની મહત્વની સપાટી ગુમાવી
એનએસઇનો નિફટી સ્પોટ ઇન્ડેક્ષ ૫૬૩૧ સામે ૫૬૨૪.૮૦ મથાળે ખુલીને ભારતી એરટેલ, ઇન્ફોસીસ, ડૉ. રેડ્ડીઝ લેબ, ઓએનજીસી, જિન્દાલ સ્ટીલ, કોલ ઇન્ડિયાની મજબૂતીએ એક સમયે ઉપરમાં ૫૬૫૦.૧૫ થયો હતો. પરંતુ ૨ઃ૨૦ વાગ્યા બાદ એકાએક મોટાધોવાણમાં રિલાયન્સ ઇન્ફ્રા, ટાટા મોટર્સ, આઇડીએફસી, કોટક મહિન્દ્રા બેંક, હિન્દુસ્તાન યુનીલીવર, અંબુજા સિમેન્ટ, સિપ્લા, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી, ભેલ, એચસીએલ ટેકનોલોજી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસીસી, મારૃતી, ગેઇલ ગબડી જતાં નિફટીએ ૫૬૦૦ની સપાટી સામે ૫૫૮૫ની મહત્વની ટેકાની સપાટી ગુમાવી દઇ ઇન્ટ્રા-ડે ૭૧.૨૦ પોઇન્ટના ધોવાણે નીચામાં ૫૫૫૯.૮૦ સુધી તૂટી જઇ અંતે ૫૬.૯૫ પોઇન્ટ ગબડીને ૫૫૭૪.૦૫ બંધ હતો.
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ ડાઉન-નેગેટીવ ઃ નિફટી સ્પોટ હવે ૫૬૫૫ ઉપર બંધ થવાના સંજોગોમાં જ ટ્રેન્ડ બદલાશે
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ ડાઉન-નેગેટીવ બતાવાઇ રહ્યો છે. ટેકનીકલી, નિફટી સ્પોટ ૫૫૮૫ મહત્વની સપાટી ગુમાવી દીધી છે. હવે નિફટી સ્પોટ ૫૬૫૫ ઉપર બંધ થવાના સંજોગોમાં જ નજીકનો ડાઉન ટ્રેન્ડ બદલાશે.
નિફટી ૫૬૦૦નો પુટ ૩૨.૯૫થી ઉછલી ૭૨ બોલાયો ઃ ૫૭૦૦નો કોલ ૩૨.૯૫થી તૂટી ૧૩.૨૫ ઃ ૫૫૦૦નો પુટ ૧૧.૩૦ થી ઉછળીને ૨૬.૮૦
ડેરીવેટીવ્ઝમાં નિફટી ૫૬૦૦નો પુટ ૫,૩૦,૨૦૪ કોન્ટ્રેકટ્સમાં રૃા.૧૪૯૬૦.૭૧ કરોડના ટર્નઓવરે ૩૨.૯૫ સામે ૩૬ ખુલી નીચામાં ૨૭.૬૦ થઇ ઉછળી ઉપરમાં ૭૨ સુધી જઇ અંતે ૬૯ હતો. નિફટી ૫૭૦૦નો કોલ ૪,૯૫,૩૬૭ કોન્ટ્રેકટસમાં રૃા.૧૪૧૮૩.૬૨ કરોડના ટર્નઓવરે ૩૨.૯૫ સામે ૩૦.૫૦ ખુલી ઉપરમાં ૩૬ થઇ નીચામાં ૧૨.૭૦ સુધી પટકાઇ અંતે ૧૨.૨૫ હતો. જ્યારે નિફટી ૫૫૦૦નો પુટ ૧૧.૩૦ સામે ૧૨.૨૫ ખુલી નીચામાં ૯.૧૦ થઇ પાછો ફરી ઉપરમાં ૨૯.૮૫ સુધી ઉછળી જઇ અંતે ૨૬.૮૦ હતો.
બેંક નિફટી ફ્યુચર ૧૧૫૭૧ થી તૂટીને ૧૧૩૪૫ ઃ નિફટી ફ્યુચર ૫૬૬૪ થઇ નીચામાં ૫૫૬૮ બોલાયો
નિફટી નવેમ્બર ફ્યુચર ૨,૧૭,૩૬૭ કોન્ટ્રેકટ્સમાં રૃા.૬૧૧૨.૬૪ કરોડના ટર્નઓવરે ૫૬૪૯.૧૫ સામે ૫૬૪૮ ખુલી ઉપરમાં ૫૬૬૪ થઇ પાછો ફરી નીચામાં ૫૫૬૮ સુધી ગબડી જઇ અંતે ૫૫૭૦ હતો. નિફટી ૫૮૦૦નો કોલ ૯.૯૦ સામે ૮.૧૦ ખુલી ઉપરમાં ૧૦.૧૫ થઇ નીચામાં ૩.૭૦ સુધી ગબડી જઇ અંતે ૩.૮૫ હતો. બેંક નિફટી ફ્યુચર ૧૧૫૭૧.૩૫ સામે ૧૧૫૬૦ ખુલી ઉપરમાં ૧૧૫૮૦ થઇ નીચામાં ૧૧૩૨૪.૪૦ સુધી ગબડી જઇ અંતે ૧૧૩૪૫.૩૦ હતો.
બેંકિંગ લાઇસન્સ મામલે નાણાપ્રધાન- ગર્વનર વચ્ચે ગજગ્રાહથી શેરો તૂટયા ઃ આઇસીઆઇસીઆઇ, યુનીયન બેંક, જે એન્ડ કે બેંક, આઇડીબીઆઇ, પીએનબી તૂટયા
નવા બેંકિંગ લાઇસન્સ મામલે ગઇકાલે નાણા પ્રધાન પી. ચિદમ્બરમે કરેલા નેગેટીવ નિવેદન સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર ડી. સુબ્બારાવે શીંગડા ભરાવી કરેલા વિવાદાસ્પદ નિવેદને બેંકિંગ ક્ષેત્રે અટવાયેલું સુધારાનું બિલ શીયાળુ સત્રમાં મંજૂર થવા વિશે શંકા સાથે એફઆઇઆઇ-લોકલ ફંડોએ આજે બેંક શેરોમાં મોટું ઓફલોડીંગ કર્યું હતું. આઇસીઆઇસીઆઇ બેંક રૃા.૨૭.૯૦ ઘટીને રૃા.૧૦૨૬.૫૦, યુનીયન બેંક રૃા.૭.૮૫ ઘટીને રૃા.૨૨૨.૪૦, આઇડીબીઆઇ બેંક રૃા.૩.૪૫ ઘટીને રૃા.૧૦૩.૪૦, પીએનબી રૃા.૧૯.૮૦ ઘટીને રૃા.૭૪૩.૩૦, કોટક મહિન્દ્રા બેંક રૃા.૧૫.૫૫ ઘટીને રૃા.૬૨૧.૧૦, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા.૪૫.૯૦ ઘટીને રૃા.૨૧૦૭.૫૦, બેંક ઓફ બરોડા રૃા.૧૫.૮૦ ઘટીને રૃા.૭૩૬.૨૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા.૪.૯૫ ઘટીને રૃા.૨૭૩.૯૦, ફેડરલ બેંક રૃા.૫.૪૫ ઘટીને રૃા.૪૫૬.૫૫, જે એન્ડ કે બેંક રૃા.૬૪.૪૦ ઘટીને રૃા.૧૩૨૦.૨૦, દેના બેંક રૃા.૪.૪૦ ઘટીને રૃા.૧૦૮.૩૦, યુકો બેંક રૃા.૨.૪૦ ઘટીને રૃા.૭૧.૬૫, ઓરિએન્ટલ બેંક રૃા.૧૦.૩૦ ઘટીને રૃા.૩૧૪.૯૫, સિન્ડિકેટ બેંક રૃા.૩.૮૫ ઘટીને રૃા.૧૧૯.૩૫ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૨૧૨.૬૨ પોઇન્ટ તૂટીને ૧૩૦૨૦.૮૨ રહ્યો હતો.
રીયાલ્ટી શેરોમાં મોટું પ્રોફીટ બુકીંગ ઃ ડીબી રીયાલ્ટી, ઇન્ડિયા બુલ્સ, યુનીટેક, ઓબેરોય રીયાલ્ટી ગબડયા
રીયાલ્ટી શેરોમાં પણ ખેલંદાઓ, ફંડોએ વધ્યામથાળે મોટું પ્રોફીટ બુકીંગ કરતા બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૬૫.૫૯ પોઇન્ટ તૂટીને ૧૮૮૮.૨૩ રહ્યો હતો. ડીબી રીયાલ્ટી રૃા.૭.૯૫ તૂટીને રૃા.૧૨૩.૯૦, યુનીટેક રૃા.૧.૬૦ ગબડીને રૃા.૨૬.૭૫, ઇન્ડિયા બુલ્સ રીયલ એસ્ટેટ રૃા.૩.૫૫ ઘટીને રૃા.૬૫.૨૫, ઓબેરોય રીયાલ્ટી રૃા.૧૧ ઘટીને રૃા.૨૮૨.૯૫, ડીએલએફ રૃા.૫.૫૦ ઘટીને રૃા.૨૦૩.૮૦, એચડીઆઇએલ રૃા.૪.૩૫ ઘટીને રૃા.૧૦૧.૯૫, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા.૩.૯૦ ઘટીને રૃા.૯૨.૭૦, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ રૃા.૪.૦૫ ઘટીને રૃા.૧૫૫.૨૫, શોભા ડેવલપર્સ રૃા.૯.૨૫ ઘટીને રૃા.૩૬૧.૯૦, ફિનિક્સ મિલ રૃા.૨.૧૦ ઘટીને રૃા.૨૧૬ રહ્યા હતા.
પેટ્રોલના ભાવ ઘટયા છતાં તહેવારોની સીઝન પૂરી થતાં ઓટો શેરોમાં નરમાઇ ઃ ટાટા મોટર્સ મારૃતી, બજાજ ઘટયા
ઓટોમોબાઇળ ક્ષેત્રે પણ તહેવારોની સીઝન પૂરી થતાં વાહનોનું વેચાણ ઘટવાના અંદાજોએ ઓટો શેરોમાં વેચવાલી હી. અશોક લેલેન્ડ ૮૦ પૈસા ઘટીને રૃા.૨૭.૪૦, ભારત ફોર્જ રૃા.૭.૩૦ ઘટીને રૃા.૨૫૮.૫૦, ટાટા મોટર્સ રૃા.૭.૨૦ ઘટીને રૃા.૨૬૫.૦૫, મારૃતી સુઝુકી રૃા.૨૭.૭૫ ઘટીને રૃા.૧૪૩૮.૯૦, બજાજ ઓટો રૃા.૨૨ ઘટીને રૃા.૧૮૧૩.૬૦, હીરો મોટોકોર્પ રૃા.૧૮.૮૦ ઘટીને રૃા.૧૮૧૭.૫૫ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા.૭.૧૫ ઘટીને રૃા.૮૯૪.૪૫ રહ્યા હતા.
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ વેચવાલી શરૃ ઃ રિલાયન્સ પાવર-ઇન્ફ્રા, જિન્દાલ શો, લાર્સન ઘટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ વિદેશી ફંડો-એફઆઇઆઇએ કરેલી વેચવાલીએ જિન્દાલ શો રૃા.૩.૬૫ ઘટીને રૃા.૧૧૯.૧૦, એઆઇએ એન્જિનિયરીંગ રૃા.૯.૬૦ ઘટીને રૃા.૩૪૯.૪૦, પુંજ લોઇડ રૃા.૧.૧૫ ઘટીને રૃા.૫૧.૧૦, ભેલ રૃા.૪.૫૫ ઘટીને રૃા.૨૨૯.૯૫, સુઝલોન રૃા.૧૫.૪૦, લાર્સન રૃા.૨૪.૯૦ ઘટીને રૃા.૧૫૭૮.૦૫, લક્ષ્મી મશીન રૃા.૩૧.૪૫ ઘટીને રૃા.૨૧૦૦.૨૫, એબીબી રૃા.૯.૯૦ ઘટીને રૃા.૭૧૯.૧૫, થર્મેકસ રૃા.૬.૬૫ ઘટીને રૃા.૫૭૧.૮૫, સિમેન્સ રૃા.૭.૬૦ ઘટીને રૃા.૬૬૭, રિલાયન્સ પાવર રૃા.૩.૧૦ ઘટીને રૃા.૯૨.૫૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા.૧૨.૪૫ ઘટીને રૃા.૪૬૧.૭૦ રહ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કેજી-ડી૬ બ્લોકમાં વધુ એખ કૂવાના સારકામની મંજૂરી ઃ શેર રૃા.૯ ઘટીને રૃા.૭૭૫
ઓઇલ ગેસ શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કેજી-ડી૬ બ્લોકમાં એક કૂવાના સારકામ માટે પેટ્રોલીયમ મંત્રાલયે મંજૂરી આપ્યા છતાં શેરમાં વેચવાલીએ રૃા.૯.૨૫ ઘટીને રૃા.૭૭૫.૪૫, ગેઇલ ઇન્ડિયા રૃા.૬.૮૫ ઘટીને રૃા.૩૪૬.૩૫, કેઇર્ન ઇન્ડિયા દ્વારા ઓઇલ ઇન્ડિયા સામે સહ્યોગ સાધવાના સમાચાર છતાં શેર રૃા.૬.૨૦ ઘટીને રૃા.૩૩૧.૨૦, બીપીસીએલ રૃા.૨.૧૫ ઘટીને રૃા.૩૨૮.૫૦, ઇન્ડિયન ઓઇલ કોર્પ રૃા.૧.૪૫ ઘટીને રૃા.૨૫૭.૩૦ હતા.
સ્મોલ-મિડ કેપ શેરોમાં પણ વ્યાપક ધોવાણ ઃ ૧૭૩૮ શેરો ઘટયા ઃ છતાં ૨૨૦ શેરોમાં તેજીની સર્કિટ
સેન્સેક્ષ - નિફટી બેઝડ કડાકા સાથે સ્મોલ-મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં પણ વ્યાપક ઓફલોડીંગ થતાં આજે માર્કેટબ્રેડથ વધુ ખરાબ થઇ હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૬૩ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૮ હતી. જ્યારે ૧૧૧૨ શેરો વધનાર હતા. અલબત ૨૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી. જ્યારે ૨૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
ડોલર ૪૬ પૈસા ઉછલીને રૃા.૫૫.૧૭ ઃ ઇન્ફોસીસ રૃા.૪૮ વધ્યો
રૃપિયા સામે ડોલર આજે ૪૬ પૈસો ઉછળીને રૃા.૫૫.૧૭ થઇ જતાં પસંદગીના આઇટી-સોફટવેર શેરોમાં આકર્ષણ હતું. ઇન્ફોસીસ રૃા.૪૭.૭૫ વધીને રૃા.૨૩૪૧.૮૫ હતો. ટીસીએસ રૃા.૯.૬૦ ઘટીને રૃા.૧૨૮૫.૯૫ હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ડેન્ટિસ્ટ સવિતાના મૃત્યુ બદલ ભારતે આયર્લેન્ડ સમક્ષ નારાજગી દર્શાવી
ભારતથી ક્યારેય દૂર થયાનું લાગતું નથીઃ સૂ કી

બાળ ઠાકરેના સ્વાસ્થ્યમાં સુધારા માટે શિર્ડીમાં સામુહિક પ્રાર્થના

ઉદ્ધવ કે રાજ સતત બાળાસાહેબ ઠાકરેની પથારી પાસે જ રહે છે
બાલ ઠાકરેને સતત ચર્ચામાં રાખનારા કેટલાક વિવાદો
અમદાવાદ ટેસ્ટમાં સેહવાગના સપાટા બાદ પુજારાના પ્રભુત્વથી ચાહકોની ઉજવણી

પીચ પરથી સ્પિનરોને ચોથા-પાંચમા દિવસે શાર્પ ટર્ન જોવા મળશે

બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં રનના ઢગલા સર્જાયા
ડોલર ૪૬ પૈસા ઉછળી રૃા.૫૫.૧૭ ઃ સેન્સેક્ષ બે દિવસમાં ૩૧૦ પોઇન્ટ તૂટીને ૧૮૪૭૧ ઃ નિફટીએ ૫૬૦૦ની સપાટી ગુમાવી
સોના-ચાંદીમાં ઝડપી કડાકો ઃ વિશ્વ બજારમાં પડેલા ગાબડાં ઃ ડોલર ઉછળ્યો
ભારતીય ઈક્વિટીઝની લોકપ્રિયતા ૧૧ મહિનાના તળિયે

નાના- મધ્યમ કદના એકમોની ડેટ રિસ્ટ્રક્ચરીંગની દરખાસ્તમાં વધારો

એટીએમની સંખ્યા એક લાખને પાર આંક બમણો કરવાની યોજના
કોહલી અને પીટરસન વચ્ચે પણ ટક્કર થઇ
ઝહીર અને ઊમેશ રિવર્સ સ્વિંગથી ઈંગ્લેન્ડના બેટ્સમેનોને પરેશાન કરશે
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved