Last Update : 17-November-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૭-૧૧-૨૦૧૨, શનિવાર
કારતક સુદ ચોથ
મહાપાત વ્યતિપાત સાંજના ૪ ક. ૪૪ મિ. સુધી
રાજકારણીઓ - પ્રજામાં વિરોધ !

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૪૩ મિ. (સૂ) ૭ ક. ૪૦ મિ. (મું) ૭ ક. ૩૬ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પૂર્વાષાઢા રાત્રે ૨ ક. ૦૧ મિ. સુધી પછી ઉત્તરાષાઢા
ગોચર ગ્રહ ઃ સૂર્ય - વૃશ્ચિક, મંગળ- ધન, બુધ- વૃશ્ચિક, ગુરૂ- વૃષભ, શુક્ર - તુલામાં સવારનાં ૧૦ ક. ૫૫ મિ. સુધી શનિ- તુલા, રાહુ - વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન. ચંદ્ર - ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ સં. શાકે ૧૯૩૪ નંદન સંવત્સર જૈનવીર સંવત ઃ ૨૫૩૯ દક્ષિણાયન હેમંત ૠતુ રા.દિ.કા./૨૬ માસ- તિથિ- વાર વિક્રમ સંવત ૨૦૬૯ કારતક સુદ ચોથ ને શનિવાર.
- વિનાયક ચોથ
- વિષ્ટી બપોરના ૧ ક. ૫૧ મિ. સુધી
- મહાપાત વ્યતિપાત સાંજના ૪ ક. ૪૪ મિ. સુધી
- શુક્ર તુલામાં સવારના ૧૦ ક. ૫૫ મિ.થી
- નેતાઓમાં રાજકારણીઓમાં પ્રજામાં વિરોધ જણાય !
- પ્રજાની આરોગ્ય, સુખાકારી જળવાઈ રહે !
મુસલમાની હિજરીસન ૧૪૩૪ મોહરમ માસનો ૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ તીર માસનો ૨ રોજ બહેમન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ વિનાયક ચોથે નોકરી ધંધાના કે વ્યવહારિક, સામજિક, કૌટુંબિક સંબંધો તાજા થાય. આકસ્મિક આપના ઘેર કોઈ આવી જાય.

 

વૃષભ ઃ નોકરી- ધંધાના કામમાં યાત્રા- પ્રવાસ મુલાકાતમાં ખાવાપીવામાં આજે આપે સંભાળવું પડે. સાસરી પક્ષના સંબંધમાં ઉચાટ- ઉદ્વેગ રહે.

 

મિથુન ઃ રોજીંદા વેપાર ધંધામાં આપને ધંધો આવક થાય. નોકરીના કામમાં રાહત રહે. સગા- સંબંધી મિત્રવર્ગને માટે ખર્ચ કરવો પડે.

 

કર્ક ઃ માનસિક અસ્વસ્થતા- ચંિતા- દ્વિધા- તમારા રોજીંદા કામમાં અનુભવો છતાં નિકટના સ્વજન- સ્નેહી મિત્રવર્ગને મળવાનું થાય.

 

સિંહ ઃ વિનાયક ચોથે તમારા હૃદય-મનની પ્રસન્નતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય, પુત્ર- પૌત્રાદિકનું કામ રહે.

 

કન્યા ઃ આપના વ્યવહારિક, સામાજિક સંબંધો, નોકરી- ધંધાના સંબંધો તાજા થાય વધારાનો ખર્ચ થાય છતાં આનંદ રહે.

 

તુલા ઃ દેશ- પરદેશના સગા- સંબંધી મિત્રવર્ગથી આનંદ અનુભવાય. નોકરી- ધંધાના કામ અંગે હળવાશ રાહત રહે, બહાર જવાનું થાય.

 

વૃશ્ચિક ઃ યાત્રા- પ્રવાસ, મિલન- મુલાકાત અંગેનું આયોજન તેમજ કુટુંબ પરિવારનું નોકરી- ધંધાનું કામકાજ સાનુકૂળતાવાળું રહે.

 

ધન ઃ આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. પરંતુ આંખમાં જીવાત- કચરો પડવાથી, અન્ય પીડાથી સંભાળવું પડે.

 

મકર ઃ વિનાયક ચોથે ધર્મકાર્ય- શુભકાર્ય, યાત્રા- પ્રવાસ, મિલન- મુલાકાતથી જૂના નવા સંબંધો સ્મૃતિથી આનંદ અનુભવો.

 

કુંભ ઃ પુત્ર- પૌત્રાદિકથી સાનુકૂળતા રહે, આપના કામમાં હળવાશ રાહત અનુભવો, નોકરી- ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે.

 

મીન ઃ આનંદ- ઉત્સાહથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. નોકરી- ધંધાના સગા- સંબંધી મિત્રવર્ગના સંબંધો તાજા થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૭-૧૧-૨૦૧૨, શનિવાર

 

આજની તારીખે શરુ થઈ રહેલું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા રૂકાવટ ચંિતાના પ્રશ્નો એક પછી એક ઉકેલાતા જાય અને હતાશા- નિરાશા દૂર થાય, તમારા આત્મવિશ્વાસમાં કાર્ય સફળતા પ્રગતિમાં વધારો થાય વિશેષમાં - * આપનો વર્ષારંભ ચંિતા- તકલીફ- સંઘર્ષનો નાણાં ભીડનો રહે પરંતુ જેમ જેમ જન્મવર્ષ એક પછી એક મહિનો પસાર થતો જશે તેમ તેમ આપની ચંિતા- મુંઝવણ- મુશ્કેલીમાંથી બહાર નીકળતા જાવ. * નોકરી- ધંધામાં ભાગ્ય પરિવર્તનની શરુઆત થાય જેમને આવક ન હોય, આવક સ્થગિત થઈ ગઈ હોય, પૈસા અટવાઈ પડ્યા હોય તેમને આવક આવવાની શરુઆત થાય, રાહત અનુભવાય. * સ્ત્રી વર્ગને પતિ- સંતાન સુખની પ્રાપ્તિ થાય અવિવાહિતને વિવાહ- લગ્નનું નક્કી થાય વિદ્યાર્થી વર્ગને શારીરિક માનસિક સ્ફૂર્તિ સ્વસ્થતાથી ભણવામાં પ્રગતિ- સફળતા શરુ થાય.

 

સુપ્રભાતમ્

- જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ (અઘ્યાત્મ જ્ઞાન) છે અને જ્યાં ધનુર્ધર અર્જૂન (પુરુષાર્થ) છે ત્યાં લક્ષ્મી, વિજય અને સંપત્તિ છે એવો મારો દ્રઢ મત છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલીને ચંપા ઘણા દિવસ પછી મળી. ચંપાએ પૂછ્‌યું, ‘‘લગ્ન પછી તું તો પહેલીવાર મળી... લગ્ન પછી ખુશીમાં તો છો ને?’’
‘‘અરે, બહેન, શું વાત કરું?’’ લીલી બોલી, ‘‘હું તો દુઃખી થઈ ગઈ. મને છેતરી આ તો!’’
‘‘કેમ શું થયું?’’ ચંપાએ પૂછ્‌યું.
‘‘અરે, મને લગ્ન પછી ખબર પડી કે,’’ લીલી બોલી, ‘‘એ તો પરણેલો મૂઓ છે અને ત્રણ છોકરાનો બાપ છે.’’
‘‘એ તો મોટો દગો કહેવાય,’’ ચંપાએ કહ્યું.
‘‘જો કે હું તો ગમે તેમ સહી લઉં છું,’’ લીલી બોલી, ‘‘પણ મારા ત્રણ દિકરાઓને નથી ફાવતું...’’

[Top]
 

આજ ની રેસીપી

દિવાળીનાં નાસ્તા-મીઠાઈ

પુરીચાટ

 


સામગ્રી ઃ મેંદાની કડક પૂરી ૨૦-૨૫ નંગ, ૨૦૦ ગ્રામ રાજમા, ચાર ટેબલસ્પૂન બટર, બે ટેબલસ્પૂન ટામેટા સોસ, લાલ મરચું, મીઠું, તાંદુરી મસાલો કેે ચીલી હોટ સોસ, બારીક સમારેલી કોબી, ટામેટાં, લીલા કાંદા.

 

રીત ઃ રાજમાને ત્રણ-ચાર કલાક પલાળીને કૂકરમા બાફી લેવા. હવે એક વાસણમાં રાજમા, બટર, ટમેટો સોસ, મરચું-મીઠું, તંદુરી મસાલો બઘું નાખી ગરમ કરો. રાજમાને થોડા ક્રશ કરવા ઘટ્ટ થવા દેવું. પીરસતી વખતે ડિશમાં ત્રણ-ચાર પૂરી મૂકી ઉપર ગરમ રાજમાનું પૂરણ મૂકી ઉપર કોબી, ટામેટાં, કાંદો હોટ ચીલી સોસ નાખી ચીઝ ભભરાવવું. રાજમા આગલા દિવસે તૈયાર કરીને ફ્રીઝમાં રાખવા તો બીજા દિવસે આરામથી મહેમાનને પીરસી શકાય.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved