Last Update : 16-November-2012, Friday

 

નવા વરસના ‘હાલ’-મુબારક !

- મન્નુ શેખચલ્લી


નવા વરસની શુભેચ્છામાં ‘આખું વરસ મંગલમય અને સુખકારી રહે’ એવું કહેવું આજના જમાનામાં તો હથેળીમાં ચાંદ બતાડવા જેવું (અથવા નેતાઓના ચૂંટણી વચન જેટલું જ) બોગસ છે !
હકીકતમાં તો, જો તમે ખરેખર કોઇને શુભેચ્છા આપવા માગતા હો તો આમ કહેવું જોઈએ...
* * *
ભગવાન કહે ને તમને
સુખ મળે, આખું વરસ
ગેસનો બાટલો મળે !
સાંસારિક સંબંધો એવા વધે
કે પેટ્રોલ પંપના માલિક
તમારા વેવાઈ બને !
ઇન્મકટેક્સનો ઓફીસર હોય
એવો કોઇ જમાઇ મળે
કે વેટનો અધિકારી તમારો સાળો જ બને !
* * *
શેરબજારમાં તો કંઇ નક્કી નહિ
છતાં જ્યારે વેચો ત્યારે
તેજી-તેજી નીકળે, અને
ખરીદવા જાવ ત્યાં જ
મંદીનું મોજું ફરી વળે !
* * *
નસીબના છે ખેલ બધા
ભગવાન કરે ને તમને લક ફળે
એટીએમમાંથી ૨૦૦૦ ઉપાડો
ત્યાં ૨૦,૦૦૦ની કેશ નીકળે !
પત્નીનો મિજાજ ‘રોજ’ શાંત રહે
પતિના ખિસ્સામાં ‘રોજ’ કૅશ રહે
બાળકો એવાં સંસ્કારી બને
કે પોકેટમની ‘બચાવે’ !
ઉપરથી ‘કૅશ-બૅક’ કરે !
* * *
આખું વરસ તમને એવું ફળે
ગલ્લાવાળો હંમેશાં ઉધાર ધરે !
તમે કદી માંદા ન પડો,
ભલે ડૉકટર તમારા માંદા પડે !
જો ભાંગે ટચલી આંગળી,
તો લાખ રૂપિયાનો વીમો મળે !
* * *
સારી ઊંઘ એ તો
બહુ મોટું સુખ છે
તમને સપનામાં જ સદા
‘સસ્તું’ મનોરંજન મળે !
ગેસ-વીજળીનું બિલ હંમેશાં
‘વાજબી’ મળે ! પછી ભલેને
ફયુઝ ઉડે કે ફ્રીઝ બળે...
* * *
આવતા વરસની શું,
આવતા જનમની શુભેચ્છાઓ...
તમને ફરી ભારતમાં
કદી જનમ ના મળે !!!
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved