Last Update : 16-November-2012, Friday

 
આપણા દેશમાં સૌથી વઘુ બળાત્કાર ક્યા ક્યા રાજ્યોમાં થાય છે ?
- બળાત્કારી માટે એવો કાયદો બનાવો કે બીજો કોઈ બળાત્કાર કરવાનો વિચાર કરતા પણ થરથરે
- એકલ દોકલ બળાત્કારના કિસ્સામાંથી આજકાલ સામુહિક બળાત્કારના કિસ્સા કેમ વધી ગયા ?

રાષ્ટ્રીય ગુનાખોરી બ્યુરોએ ૨૦૧૧નો રિપોર્ટ બહાર પાડ્યો છે એમાં જણાવ્યા પ્રમાણે મઘ્યપ્રદેશમાં સૌથી બળાત્કારના કેસ નોંધાયા હતા. ૩૪૦૬ એમાં સગીર અને બાળવયની છોકરીઓ સાથે થયેલા બળાત્કારના ૧,૨૬૨ બનાવ નોંધાયા હતા.
એ જ વર્ષે બંગાળમાં ૨,૩૬૩ કિસ્સા બળાત્કાર નોંધાયેલા એટલે બંગાળ આ બાબતમાં બીજા નંબરે રહ્યું.
એ પછી ત્રીજા, ચોથા અને પાંચમાં ક્રમે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રહ્યા. એમાં ઉત્તરપ્રદેશમાં ૨૦૪૨, રાજસ્થાનમાં ૧,૮૦૦ અને મહારાષ્ટ્રમાં ૧૭૦૧ નોંધાયેલા.
જ્યારે જેને દેશના પાટનગરની સાથે બળાત્કારનું પણ પાટનગર કહેવાય છે એ દિલ્લીમાં એક જ શહેરમાં બળાત્કારના કિસ્સા ૪૧૪ નોંધાયેલા.
આંકડાઓના આધારે જોવામાં આવે તો દેશના ૩૫ મોટા શહેરોમા દિલ્લી સૌથી મોખરે છે.
દક્ષિણ ભારતમાં ૨૦૧૨ના પહેલા ૬ મહિનામાં આન્ધ્રમાં પોલિસ પાસે ૭૫૪ કિસ્સા, અને હૈદરાબાદ શહેરમાં ૭૯ કિસ્સા નોંધાયેલા.
ગણતરી એવી છે કે, બળાત્કારના ૬૦ કિસ્સામાંથી ૧ જ કિસ્સો પોલિસ દફતરે નોંધાઈ છે. એટલે એ હિસાબે ગણતરી કરવામાં આવે તો આ આંકડા ક્યાં પહોંચે ?
આપણા દેશમાં જેમ દિવસે દિવસે ભ્રષ્ટાચાર વધતો રહ્યો છે એમ બળાત્કાર પણ વધતો રહ્યો છે. બળાત્કારના કિસ્સા એકાએક વધી નથી ગયા.
એક બીજી મોજણી ઉપરથી જણાયું છે કે, દેશમાં છેલ્લા ૪૦ વર્ષમાં ગુનાઓમાં બળાત્કારનું પ્રમાણ લગભગ ૮૦૦ ટકા વઘ્યું છે. એ જ રીતે છેલ્લા ૪૦ વર્ષમાં ગુનાખોરીમાં બળાત્કારનું સ્થાન પહેલું છે, પછી બીજા ક્રમે અપહરણ અને ખૂન હત્યા ત્રીજા ક્રમે છે.
જે પ્રદેશોમાં બળાત્કારના કિસ્સા જવેલ્લે જ બનતા હતા ત્યાં પણ હવે બળાત્કારના કિસ્સા બનવા લાગ્યા છે. બિહાર જેવા પ્રદેશમાં પણ બળાત્કારના કિસ્સાઓમાં ઝડપથી વધારો નોંધાયો છે.
નિષ્ણાંત અભ્યાસીઓનું કહેવું છે કે... આપણા દેશમાં બળાત્કારના બનાવો વધવાનું કારણ બળાત્કારીને યોગ્ય સજા નહીં મળવાનું છે. એ કારણે ગુનાખોરોની હંિમત વધે છે. આંકડાઓનો હિસાબ જોઈએ તો, બળાત્કારના ચાર આંકડાઓનો હિસાબ જોઈએ તો, બળાત્કારના ચાર ગુનેગારોમાંથી ફક્ત એક જ સજા પામે છે.
બે દસકા પહેલાં દેશની બધી કોર્ટોમાં થઈને બળાત્કારના કિસ્સા જ્યાં ૭૮ ટકા હતા એ આજે ૮૩ ટકા થઈ ગયા છે. ગુનેગારોનું આથી મનોબળ વધે છે.
૨૦૦૩માં સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક ચુકાદાને કાઢી નાખતા કહ્યું હતું કે, સામાન્ય તર્કો અને ફિલ્મી કિસ્સાના બહાના હેઠળ કોર્ટોએ બળાત્કારના કેસ કાઢી નાંખવા જોઈએ નહીં. છતાં નીચલી કોર્ટો સુપ્રિમ કોર્ટની ટીકાને ગણકાર્યા વિના બળાત્કારીને છોડી મૂકતી હોય છે.
અથવા બળાત્કારનો ભોગ બનનારને ન્યાય મળે છે તો એટલો બધો મોડો ન્યાય મળે છે કે જે ન મળ્યા બરોબર થાય. કારણ કે એ દરમ્યાન પેલી પીડિતા અપમાન, સંશય, ભય, એકલવાયાપણું વગેરે સહન કરીને જીવતી હોય છે. એવી પીડિતાને પોતાનું પણ પોતાનું નથી હોતું.
દા.ત. અલ્હાબાદની હાઈકોર્ટે મુનેશ નામના એક બળાત્કારીને યોગ્ય સાક્ષીઓના અભાવે છોડી મૂકવામાં આવેલો. એની ઉપર ૧૧ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કર્યાનો આરોપ હતો.
એ કેસ સુપ્રિમ કોર્ટમાં ગયો તો ત્યાં ૨૦૧૨ના ૧૨ ઓક્ટોબરે મુનેશને આજીવન કેદની સજા કરવામાં આવી.
પેલી રાજસ્થાનની ભંવરી દેવીના કિસ્સામાં જયપુરના ડિસ્ટ્રીક્ટ જજે વળી હાસ્યાસ્પદ ચુકાદો આપતા જણાવેલું કે, ‘‘ઉચ્ચ વર્ગના માણસો નીચલી જાતિની અથવા દલિત કક્ષાની મહિલા ઉપર બળાત્કાર કરી જ શકે નહીં.’’ ! (આ ભંવરીદેવી વિષેનો લેખ નેટવર્કમાં આવેલો. એ પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં બાળવિવાહની સામે ઝુંબેશ ચલાવવા માટે જાણીતી હતી. એ સાહસિક મહિલા પોતાના બળાત્કારિઓ સામે લડી.)
બળાત્કારી છૂટી જવાનું કારણ એ પોલિસથી માંડી કોર્ટ સુધી છૂટા હાથે રૂપિયા વેરતો હોય છે એ છે. પહેલાં તો પોલિસ જ એફઆઈઆરમાં એવી ‘‘લૂપહોલ’’ રાખે કે કેસ પાયામાંથી જ લૂલો થઈ જાય. એક આંકડા મુજબ, બળાત્કારના કિસ્સાઓમાં ૨૫ થી ૩૦ ટકા જ ગુનો પુરવાર થતો હોય છે. ‘‘સાવધાન ઈન્ડિયા’’ અને ‘‘ક્રાઈમ પેટ્રોલ’’ નામની ટીવી શ્રેણીમાં દરરોજ પોલિસની આવી ગુનાખોરીના કિસ્સા દરરોજ બતાવવામાં આવે છે.
મુખ્ય વાત એ છે કે આપણા દેશમાં ગુનાખોરોને કશો જ ડર નથી રહ્યો. એ ભ્રષ્ટાચાર ઉપર એટલે લાંચ આપીને છૂટી જવાની બાબતમાં અને વિશ્વાસ હોય છે. એ પહેલાં પોલિસ તબક્કામા જ લાંચને સફળ કરવા મથે છે. એ પછી કોર્ટમાં, કોર્ટમાં એ કેસને લંબાવ્યા કરે છે. દા.ત. હમણાં જ અમદાવાદમાં (૪ નવેમ્બર ૨૦૧૨) એક ચુકાદો હાઈકોર્ટે આપ્યો એ કેસ છેક ૧૯૯૫નો હતો એટલે કે ૧૭ વર્ષ પછી.
અમેરિકા કે કોઈપણ બીજા દેશમાં કોર્ટો કદી પણ આ રીતે લાંબા સમય સુધી કેસ ચલાવતી જ નથી. કેસ ચલાવવાની પણ મુદત નહીં અને કેસ ચાલવો શરૂ થાય પછી મુદત નહીં. આપણે ત્યાં તો કેસ ચલાવવામાં પણ બન્ને પક્ષના વકીલો અને કોર્ટોનો ભ્રષ્ટાચાર ચાલે છે. કેસ લાંબો ચાલે એટલે બધાને ફાયદો... ફક્ત ફરિયાદીને નુકસાન !
પેલો જે ૧૭ વર્ષ કેસ ચાલેલો એમાં લાયકા લેબ્સ નામની કંપનીમાં એક મહિલાની કંપનીના બે અમલદારો દ્વારા કરાયેલી જાતીય સતામણીનો કેસ હતો.
એ મહિલા લડી... હંિમત રાખીને લડી.. કેસ ચાલતો હતો એ દરમ્યાન પણ મહિલાને ધમકીઓ મળેલી પણ મહિલાએ હંિમત રાખી. પેલા સામેના પક્ષવાળા એવા પહોંચેલા હતા કે પહેલાં ઈન્ડસ્ટ્રીઅલ ટ્રીબ્યુનલમાં પોતાની તરફેણમાં અને મહિલાની વિરૂદ્ધમાં ચુકાદો અપાવ્યો એથી મહિલા નિયમ (કાયદા) મુજબ નીચલી કોર્ટમાં ગઈ. ત્યાં પણ ચુકાદો પેલાઓની તરફેણમાં આવ્યો એટલે મહિલા હાઈકોર્ટમાં ગઈ. હાઈકોર્ટમાં મહિલા જીતી. હવે સામેની પાર્ટી સુપ્રિમ કોર્ટમાં જાય તો વળી કેસ બીજા કેટલા વર્ષો કાઢશે એ ભગવાન પણ ન કહી શકે !
આવી છે આપણી ન્યાય પ્રક્રિયા... ન્યાય તંત્ર.
પછી કોર્ટોમાં કેસોના ભરાવા થાય જ ને ?
આવું તંત્ર આપણા દેશમાં જ ચાલે છે... દુનિયામાં બીજે ક્યાંય નહીં. મોડો ન્યાય મળવો એ અન્યાય કરવા જ બરાબર છે.
આવું ન્યાયતંત્ર પણ આપણે ત્યાં ભ્રષ્ટાચાર અને બળાત્કાર વધતા રહ્યા હોવાનું એક કારણ છે.
મુંબઈમાં હમણાં એક જર્મન મહિલા મહેમાન ઉપર બળાત્કાર થયાનો બનાવ બન્યો.
આવા છટકબારીવાળા કાયદા અને ન્યાયતંત્રના કારણે બળાત્કારો વધતા જતા હોવા ઉપરાંત કાકા, મામા, ફુવા, બીજા સગા, બીજા સંબંધી પડોશી, ફેરીયા, કુરીયરવાળા, મિત્રો અને અરે, પિતા... સગ્ગા બાપ દ્વારા બળાત્કાર થતા હોવાના બનાવો છે.
એવી ભોગ બનેલી હજારો મહિલાઓમાંથી એક મહિલા કહે છે કે, ‘‘હું મોટી થયા પછી મને ખબર પડી કે, હું બે વર્ષની હતી ત્યારે મારા એક મામાએ મારો બળાત્કાર કરેલો... ત્યારથી હું અરીસામાં મારું મોં જોઈ શકતી નહોતી કારણ કે મને મારી જાત માટે જ નફરત થઈ ગઈ હતી.’’
એક બીજી છોકરી વળી લગ્ન કરવા જ નથી માંગતી કારણ કે એ નાનપણમાં બળાત્કારનો ભોગ બનેલી. એના માબાપ એને ઘણું સમજાવે છે પણ એને ડર લાગે છે કે લગ્ન પછી એના વરને પેલા બળાત્કારની જાણ થાય તો પછી શું થાય ? અથવા એ લગ્ન પહેલાં બળાત્કારની જાણ કરે અને લગ્ન થાય પણ ખરા પરંતુ પછી જીવનભર ટોણા સાંભળવા પડે તો શું ? પેલો બળાત્કારી ‘બલ્કે મેઈલ’ કર્યા કરે તો શું ?
બળાત્કાર આપણા દેશમાં જ થાય છે એવું નથી. દુનિયાભરમાં થાય છે અને દેશના વડા દ્વારા પણ થાય છે. દા.ત. અમેરિકાના પ્રમુખ ઉપર તો બળાત્કાર કરવા બદલ છડેચોક કેસ ચાલેલો... તો ઈટલીના બબ્બે વડાપ્રધાનને, ફ્રાન્સના પ્રધાનને, જપાનના વડાપ્રધાનને રાજીનામા આપવા પડેલા.
આપણે ત્યાં કાયદા અને વગ એવા છે કે બળાત્કારી પ્રધાન કે નેતા તો શું પણ સામાન્ય પટાવાળો પણ છટકી જઈ શકે.
- ગુણવંત છો. શાહ

 

બોનાન્ઝા
ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું શિક્ષણ આપતી કોલેજ
છે તો કોલેજ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું શિક્ષણ આપતી પણ એ શિક્ષણ મેળવનાર વઘુ ભ્રષ્ટાચાર ન કરે એ પણ જોવું જોઈએ !
દુનિયામાં આ પ્રકારનું શિક્ષણ આપનાર પહેલી કોલેજ વિયેનામાં શરૂ થઈ રહી છે. ડિસેમ્બરમાં શરૂ થનાર આ કોલેજમાં શિક્ષણ લેવા આપણી સરકારોના અમલદારોને (જેઓ વઘુમાં વઘુ ભ્રષ્ટાચાર કરનાર છે) આપણા જનતાના ખર્ચે મોકલવા કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોમેલ એન્ડ ટ્રેનીંગે દરેક રાજ્યની સરકારોને, સીબીઆઈ, સેન્ટ્રલ વીજીલન્સ કમીશન વગેરેને જણાવ્યું છે.
એમાં જણાવાયું છે કે, વિયેનાની એ ઈન્ટરનેશનલ એન્ટીકરપ્શન એકેડેમીમાં બે વર્ષ માટેના પાર્ટ ટાઈમનો કોર્સ કરવા જવા જે કોઈ ઓફિસર જવા ઈચ્છતા હશે એનો ખર્ચ સરકાર (એટલે આપણે જનતા) ઉઠાવવા તૈયાર છે.
આ કોર્સની ફી ૨૫,૦૦૦ યુરો એટલે ૧૭ લાખ રૂપિયા કરતાં વઘુ છે અને એના અંતે માસ્ટર્સ ડીગ્રી આપવામાં આવશે.
આ કોર્સમાં બ્યુરોકેટસને મોકલવાનું ભારત સરકારે નક્કી કર્યું છે એ ઉપરાંત પ્રધાનોને પણ મોકલવાનું સરકાર વિચારે છે. (કોની...?)

 

રોકેટ
પેલા કેજરીવાલે ૨૦ વર્ષ સુધી સરકારી નોકરી
કરી પણ કદી ક્યાંય ટ્રાન્સફર જ નહીં થયેલી !
ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશના નામે નામ કમાઈ રહેલા પેલા અરવંિદ કેજરીવાલે હજારો લાખો રૂપિયા ખર્ચીને ઝુંબેશ ચલાવે છે એટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે એ જેમ રહસ્ય છે (જો કે એમને વિદેશની એનજીઓ કંપનીઓ રૂપિયા - ડોલર મોકલે છે ને આપણા કેટલાક હૈયાફૂટા દાન મોકલે છે એવું એ કહે છે તથા એના ખર્ચનો અદ્ધરતાલ હિસાબ પણ આપે છે.) એમ એ જ્યારે સરકારી નોકરીમાં હતા ત્યારે ૨૦ વર્ષ સુધી એક જ શહેરમાં કશી બદલી પામ્યા વિના કઈ રીતે રહી શકેલા એ પણ એક રહસ્ય છે. સાધારણ નિયમ, કાયદો, સરકારી નોકરીમાં એવો છે કે દર ત્રણ વર્ષે કર્મચારીની બદલી થાય જ !
કોઈક પ્રકારની કરામત કરે તો જ ન થાય ! કેજરીવાલ એ શી કરામત કરતા હતા એવું એમને પત્રકાર પરિષદમાં એક પત્રકારે પૂછ્‌યું હતું. કેજરીવાલને પૂછવામાં આવેલું કે, ‘ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ’ (એટલે ઇન્કમટેક્સ)માં તમે ૨૦ વર્ષ સુધી નોકરી કરેલી એ દરમ્યાન તમારી અને તમારા પત્નીની દિલ્લી બહાર કેમ કદી ટ્રાન્સફર નહોતી થઈ ?
આ સવાલનો જવાબ આપવાને બદલે કેજરીવાલે ઇશારો કરતા ત્યાં રાખેલા એના ભાડુતી ટેકેદારોએ પેલા પત્રકારને ઘેરી વળ્યા હતા. (કેજરીવાલે પોતાની ટીમમાં જેમ બે વકીલોને રાખ્યા છે એમ ટી.વી.માં કામ કરનાર બે એન્કરોને રાખ્યા છે. એ ઉપરાંત સિસોદિયા, વિશ્વાસ, યાદવ જેવા પગારદાર ચમચાઓને પણ રાખ્યા છે. એ ભાડુતી ટેકેદારો પણરાખે છે.
હમણાં પેલા સલમાન ખુર્શીદના ગામ ફારૂકાબાદ ગયેલા ત્યારે લખનૌના રેલ્વે સ્ટેશનેથી ફારૂકાબાદ લગભગ ૩૦- ૪૦ લક્ઝરી મોટરોના કાફલામાં ગયેલા. આટલા બધા રૂપિયા એ ક્યાંથી કાઢે છે ? એ ટી.વી.માં અને અખબારોમાં રૂપિયા આપીને પોતાના સમાચારો પ્રસિદ્ધ કરાવે છે...

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved