Last Update : 16-November-2012, Friday

 

દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી

- કેટલાંક વિસ્તારોમાં પસ્તીવાળા પણ હવે ડોકીયું કરતા નથી. દુકાનમાં પસ્તીનો મોટા પાયે ભરાવો થઇ જતા પસ્તીવાળા પણ હવે ગ્રાહક માટે ભાવ ખાય છે.

 

 

દિવાળી દરમિયાન મોટાભાગના લોકો પોતાનું ઘર અને ઓફિસની સાફ સફાઇ કરવાનુ ંચૂકતા નથી. ત્યારે સોસાયટીઓ હોય કે પછી કોઇ કોમ્પલેક્સ હોય ત્યાં મોટાભાગે પસ્તી ખરીદનારો ચોક્કસ જોવા મળતો હોય છે. કારણકે સાફસફાઇ દરમિયાન કેટલીક કાગળની પસ્તી અને અન્ય નકામી પ્લાસ્ટીક કે અન્ય મેટલની ચીજવસ્તુઓ નીકળતી હોય છે. જેને ખરીદવા માટે પસ્તીવાળો રાહ જોઇને બેઠો હોય છે. જ્યારે કેટલાંક લોકો દિવાળીની છેલ્લી ઘડીએ સાફસફાઇ કરતા હોય છે. ત્યારે ઘર કે ઓફિસમાંથી નીકળેલી નકામી ચીજવસ્તુઓ અને પસ્તી વેચવા માટે તેઓને ફાંફા મારવા પડતા હોય છે. કેટલાંક પસ્તીવાળાને તો સોસાયટીના રહીશો કોલ કરીને બોલાવતા હોય છે. પણ તેઓ પાસે પસ્તી લેવા આવવાનો પણ સમય ના હોવાથી કેટલાંકને નિસાશા નાખવા પડે છે.
આ અંગે સમર્થ સોસાયટીમાં રહેતા પાર્વતીબહેન કહે છે કે, અમારી ફેમીલીએ સાથે મળીને બે દિવસમાં ઘરની સાફસફાઇ કરી છે. ઘરમાંથી મોટાપ્રમાણમાં પસ્તી અને અન્ય નકામી ચીજવસ્તુઓ નીકળી છે. જેનો ઢગલો ઘરના પટાંગણમાં રાખવામાં આવ્યો છે. વળી અમારી સોસાયટીની નજીકમાં જ એક પસ્તીવાળો છે. જેને અમે વારંવાર કહ્યું કે પસ્તી લઇ જાય. પરંતુ તેની દુકાનમાં પસ્તી અને અન્ય નકામી ચીજવસ્તુઓનો ઢગલો થઇ ગયો છે. વળી મોટા પ્રમાણમાં જથ્થો થઇ ગયો હોવાથી તે પસ્તી અને અન્ય નકામી ચીજવસ્તુઓ લેવા માટે પણ આવતો નથી. તેને વારંવાર કોલ કર્યો છતા પણ તે હવે ભાવ ખાઇ રહ્યો છે.
જ્યારે પસ્તીવાળા બાબુભાઇ મારવાડી કહે છે કે, અત્યારે દિવાળીના સમયે અમારા વિસ્તારની સોસાયટીઓમાંથી એટલા બધા પ્રમાણમાં પસ્તી અને અન્ય નકામી ચીજવસ્તુઓ નીકળી છે કે મારી દુકાનમાં રાખવાની પણ જગ્યા નથી. તો હવે કેટલાંક લોકો પોતાના ઘેર પસ્તી અને અન્ય નકામી ચીજવસ્તુઓ લેવા માટે રૃબરૃ બોલાવવા આવે છે તો કેટલાંક લોકો કોલ કરીને બોલાવે છે. પણ સમયનો અભાવ અને દુકાનમાં જથ્થો થઇ ગયો હોવાથી અમે પસ્તી લેવા જવાનું ઘણીવાર ટાળીએ છીએ. વળી મોટાભાગના પસ્તીવાળા હાલ તો પોતે ખરીદેલી પસ્તી અને નકામી ચીજવસ્તુઓના નિકાલમાં વ્યસ્ત બની ગયા છે. જેથી તેઓ ડોકિયું પણ કરતા નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved