Last Update : 16-November-2012, Friday

 

કેરળમાં ટીચરો માટે કવર ડ્રાઈવ

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

કેરળ બે ચીજની નિકાસ માટે જાણીતું છે, એક નાળિયેરની અને બીજી નર્સની. આ જ કેરળ રાજ્યમાં લેડી ટીચરોને આખું શરીર ઢંકાય એવાં વસ્ત્રો પરિધાન કરીને આવવાનો આદેશ એમનાં જ ભલા માટે આપવામાં આવ્યો છે.
નર્સોએ થોડાં વર્ષો પેહલાં એવી ફરિયાદ કરી હતી કે તેઓ ફ્રોક કે સ્કર્ટનો યુનિફોર્મ પહેરી હોસ્પિટલમાં ડયુટી બજાવતી હોય ત્યારે તેમની બ્યુટી તરફ કેટલાંક દિલફેંક અને રંગીલા દરદીઓ લાળ ટપકાવતા લલચામણી નજરે જોતા હોય છે. આને લીધે અનેક હોસ્પિટલોમાં હવે સલવાર કમીઝ અને સાડીનો યુનિફોર્મ પણ રાખવામાં આવ્યો છે. પણ સ્કૂલમાં ટીચરો માટે કેવી રીતે યુનિફોર્મનો નિયમ લાગુ કરી શકાય? એટલે એમને સલાહ માત્ર અપાઈ છે કે વિદ્યાર્થીઓની બૂરી નજરથી બચવા આખું શરીર ઢંકાય એમાં કપડાં પહેરીને આવો. કારણ શિક્ષિકાઓ તરફથી જ એવી કેટલીય ફરિયાદો થઈ છે કે તેઓ ભણાવતી હોય અથવા 'બ્લેકબોર્ડ પર લખતી હોય ત્યારે છોકરાઓ તેમને ટીકીટીકીને જોતા રહે છે એટલું જ નહીં, પણ મોબાઈલથી ફોટા પાડીને પછી ઇન્ટરનેટ પર મૂકતા હોય છે.
શું જમાનો આવ્યો છે? જે ટીચરો અજ્ઞાાનનું અંધારું દૂર કરી વિદ્યાર્થીના જીવનમાં જ્ઞાાનનો ઉઘાડ લાવામાં નિમિત્ત બનતા હોય એના જ ઉઘાડા બદન પર આજે વિદ્યાર્થીઓ લોલુપ નજરે જોતા રહે છે. એટલે જ ઘણાં મંદિરોમાં જેમ બહાર સૂચના લખેલી હોય છે કે ટૂંકાં વસ્ત્રો પહેરીને કોઈએ દર્શને ન આવવું એવી રીતે હવે વિદ્યા-મંદિરમાં લખવાનો વારો આવ્યો છે. ખરેખર 'ડર્ટી પિકચર'માં વિદ્યા બાલનનો પાલવ સરી પડે છે એવું એક અશ્લીલ દ્રશ્ય ઉલાલા... ઉલાલા ગીતમાં આવે છે. આ ગીતનાં દ્રશ્યોની કેટલી બધી વિડિયો ક્લિપ્સ ફરતી થઈ હતી? વાસ્તવિક જીવનમાં આવું ન બને માટે ટીચરોને કવર થઈને આવવાનું કહેવામાં આવ્યું છે. વર જો ક-વર થાય તો વહુ કેમ ક-વર ન થાય? ક્રિકેટના મેદાનની જેમ કેળવણીમાં ભલેને કવર-ડ્રાઈવનો નિયમ આવે?
દરેકની દાળમાં કાળું છે
લીલોતરી વધારવા માટે વૃક્ષો રોપો, ઘરમાં કૂંડાં લાવી જાતજાતના છોડ રોપો. આ રોપો તે રોપો પણ રોપો ખરા. જોકે લોકશાહીના હર્યાભર્યા ઉદ્યાનને આ-રોપોએ ઉજાડી નાખ્યો છે. કોઈ ઉપર કોલસા કૌભાંડના આરોપો, કોઈ ઉપર સખાવતી સંસ્થાના નામે પૈસાની ઉચાપતના આરોપો, કોઈ ઉપર 'આદર્શ' ગોટાળાના આરોપો... આમ આરોપો થયા જ કરે છે. કોઈ આરોપો ઢાંકે છે, કોઈ આરોપો સાંખે છે અને કોઈ આરોપો થયા છતાં પોતાની ગાડી પહેલાંની જેમ જ હાંકે છે. ટ્રકો ભરીભરીને કાળું નાણું લઈ જતા હોય એની ટ્રકની પાછળ પણ લખ્યું હોય છે 'બૂરી નઝરવાલે તેરા મુંહ કાલા'. અરે? તમે બૂરું કરો છો એનું કંઈ નહી ને બૂરી નજર નાખે એનું મોં કાળું? વારંવાર કહેવું પડે છે કે શાસક પક્ષ અને વિપક્ષ દરેકની થાળીમાં કાળું છે.
સહુની દાળમાં કાળું છે
કારણ લોકશાહીના ઘેર વાળુ છે
અનરાધાર વરસતા આરોપો વચ્ચે રાષ્ટ્રપિતા ગાંધીજીનું વાક્ય યાદ આવે છેઃ આખી દુનિયા તમારા તરફ આંગળી ચીંધીને તમને દોષિત ઠરાવે તેના કરતાં, તમારી ભૂલ હોય તેનાથી તેને મોટી દેખાડીને દુનિયા આગળ તમે તે જાહેર કરો એ વધારે સારું છે. ખુદા પાપીને કદી જવા દેતો નથી.
સૈફ-કરીના અઢી અઢી લાખમાં
સૈફ અલી ખાન ઉર્ફે છોટે નવાબ અને કરીના કપૂરનાં તાજેતરમાં જ લગ્ન થયાં. બોલીવુડની ફિલ્મોમાં કામ કરવાના બદલામાં સૈફ-કરીના ભલે લાખો રૃપિયા કે કરોડો રૃપિયા લેતાં હોય. પણ દિલ્હીમાં સૈફ-કરીના ની કિંમત લગભગ અઢી- અઢી લાખ અંદાજવામાં આવી હતી.
ચોંકતા નહીં, આ સૈફ- કરીનાની જોડી એટલે બકરાની જોડી, ઈદ વખતે જૂની દિલ્હીની જામા મસ્જિદની બજારમાં વેચાવા આવી હતી. હવે તો પશુમેળો યોજાય અથવા તો ક્યાંક બકરા બજાર ભરાય ત્યારે ફિલ્મના હિરો- હિરોઈનોનાં નામો આપવાનો વિચિત્ર ટ્રેન્ડ શરૃ થયો છે. પણ 'અભિનેતાને બદલે નેતાનાં નામ કેમ નથી આપતા?' એવો સવાલ જ્યારે પશુપાલકને કર્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે સાહેબ અભિનેતાના નામે જ ઢોર વેંચાય છે. નેતાનાં નામ આપીએ તો ન વેચાય.' મેં પૂછયું 'કેમ?' ત્યારે પશુપાલકે જવાબ આપ્યો કે 'નેતા તો પોતે જ ગામને વેંચી આવે એવાં હોય છે, એનો શું ભરોસો?'
ખો ગયા હૈ મેરા પ્યાર...
હમણાં જ આપણી વચ્ચેથી વિદાય થયેલા ફિલ્મસર્જક યશ ચોપડાની પહેલવહેલી મલ્ટી-સ્ટાર ફિલ્મ 'વકત'નો પ્લોટ યાદ છે ને? કચ્છમાં આવ્યો હતો એવો ભૂકંપ આવે છે અને પરિવાર વીંખાઈ જાય છે. ભાંડરૃ છૂટાં પડી જાય છે. અનેક વર્ષો પછી સહુ કેવા સંજોગોમાં અને કેવી સ્થિતિમાં ભેગા થાય છે એ સમયની બલિહારી દર્શાવતી કથા 'વક્ત'માં પડદા પર લાવવામાં આવી હતી. પછી તો લોસ્ટ એન્ડ ફાઉન્ડ થિયરી પર ફિલ્મો બનાવીને બોલીવુડવાળાએ આ થિયરીને ચાવીચાવીને ચુથ્થો કરી નાથી. ફિલ્મના પડદે બાળકો ખોવાઈ જાય અને પછી સમયાંતરે મળી જાય એવું જોવાનું ગમે. પણ વાસ્તવિક દુનિયામાં આવું નથી બનતું.
આપણાં દેશમાં દર વર્ષે લગભગ ૯૦ હજાર બાળકો ગુમ થઈ જાય છે. આંકડો સાંભળીને જ આંચકો લાગે તો ખોવાઈ જતાં બાળકોની શું હાલત થતી હશે? આટલી મોટી સંખ્યામાં બાળકો ગુમ થાય એ સભ્ય સમાજ માટ ેકેવી શરમજનક બાબત ગણાય? આમાં પણ અજાણતાં ખોવાઈ ગયાં હોય, ભૂલથી ટ્રેન કે બસમાં ચડી બેઠાં હોય અથવા તો ઘરમાં મા-બાપ વઢયાં હોય ત્યારે ગુસ્સામાં ચાલ્યા ગયાં હોય એવાં બાળકો હજી પણ ઘરે પાછાં આવી જવાનો સંભવ રહે છે, પણ જેમને ઉપાડી જવામાં આવે છે, અપહરણ કરવામાં આવે છે કે પછી ગરીબ મા-બાપ સાથે પૈસાથી સોદો કરી માસૂમોને વેચાતાં લઈ પછી શહેરોમાં ભીખ માગવાના, ખિસ્સાં કાતરવાના કે પછી બીજા કોઈ ખોટા ધંધે લગાડી દેવામાં આવે છે. એમની તો પછી આખી જિંદગી જ રોળાઈ જાય છે. ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૭૨ હેઠળ સગીર બાળકોના ખરીદ- વેંચાણના ગુનાસર દસ વર્ષની સજાની જોગવાઈ છે. પણ આ જાતના અપરાધ બદલ સજા અપાવાનું પ્રમાણ ખૂબ ઓછું છે.
ગુમ થતાં બાળકોના મામલે સરકારી તંત્રની ઢીલાશને લીધે જ થોડા મહિના પહેલાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો. આજે આ દેશમાં બાળકોને ગાયબ કરવાના કસદાર ગુનામાં અનેક ગુંડા ટોળીઓ સક્રિય છે. ખુદ સરકારે જ આવી લગભગ ૯૦૦ આંતરરાજ્ય ટોળીઓ આઈડેન્ટિફાય કરી હોવાનું કહેવાય છે. સરકારી તંત્ર, પોલીસ, સામાજિક સંગઠનો અને ગુમ થયાં હોય એવાં બાળકોના મા-બાપો આ બધાં તાલમેલ રાખીને કામ કરશે તોજ કદાચ સારું પરિણામ દેખાશે. બાકી તો ઢૂંઢતે રહ જાઓગે... જેવી સ્થિતિનો જ સામનો કરવો પડશે. આવી પરિસ્થિતિ વિશે એક શેર યાદ આવે છેઃ
એક આદમી કહીં ખો ગયા હૈ
સાલા નેતા તો નહીં હો ગયા હૈ?
પંચ-વાણી
ક્યારેક ગંદકી શેનાથી થાય ખબર છે? લાદથી કે નેતાની ઔ-લાદથી.
* * *
ભા.જ.પ. એટલે ભારતીય- જમતા- પક્ષ?
ભાજપ એટલે ભારતીય- જમેલા- પક્ષ?
ભાજપ એટલે ભારતીય- જડતા- પક્ષ?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 

 

 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved