Last Update : 16-November-2012, Friday

 
 

ઈંગ્લેન્ડ પ્રવાસમાં થયેલા વ્હાઇટવોશનો બદલો લેવા ભારત આતુર
આવતીકાલથી અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ

ગુરૃવારે સવારે ૯.૩૦થી મેચનો પ્રારંભ થશે

ભારતીય સ્પિનરો સામે ઈંગ્લેન્ડની કસોટી ઃ દ્રવિડ-લક્ષ્મણની નિવૃત્તિ બાદ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં નવા યુગનો પ્રારંભ

 

અમદાવાદ,મંગળવાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૧૫મી નવેમ્બર ને ગુરૃવારથી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ચાર ટેસ્ટની શ્રેણીનો પ્રથમ મુકાબલો શરૃ થશે. ભારતીય કેપ્ટન ધોનીની ટીમ નવી સિઝનનો પ્રારંભ વિજય સાથે કરવા આતુર છે. ભારતીય ટીમ ગત વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસમાં મળેલા નાલેશીભર્યા પરાજયનો બદલો લેવા માટે પણ ઉત્સુક છે. જ્યારે પ્રવાસી ટીમ અમદાવાદમાં એક સપ્તાહથી વધુ સમય ગાળી ચુકી છે અને હવે તેઓ ભારતને પડકારવા માટે તૈયાર છે. જો કે સ્પિનરો સામે રમવાની ઈંગ્લેન્ડની નબળાઇનો ફાયદો ભારતીય ટીમ ઉઠાવશે તે નક્કી છે.
ગુરૃવારે સવારે ૯.૩૦થી મેચનો પ્રારંભ થશે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેની પીચ સ્પિનરોને યારી આપનારી રહેશે તેમ મનાય છે. જેના કારણે ભારતીય ટીમ બે સ્પિનર અને બે ફાસ્ટ બોલરોના કોમ્બીનેશન સાથે રમવા ઉતરશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. દ્રવિડ અને લક્ષ્મણની નિવૃત્તિ બાદ ભારતીય ટીમ આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં નવી શરૃઆત કરશે. દ્રવિડનું સ્થાન લેવા માટે સૌરાષ્ટ્રનો યુવા બેટ્સમેન ચેતેશ્વર પુજારા ફેવરિટ છે. જ્યારે લક્ષ્મણના સ્થાને કેન્સરને હરાવીને પુનરાગમન કરનારો યુવરાજ સિંઘ લગભગ નિશ્ચિત મનાય છે.
સંદીપ પાટીલની આગેવાનીવાળી નવી પસંદગી સમિતિના કાર્યકાળમાં આ પ્રથમ ટેસ્ટ રમાવા જઇ રહી છે ત્યારે બધાની નજર ધોની કયા બે સ્પિનરોને પ્લેઇંગ ઇલેવનમાં સમાવે છે તેના પર છે. અશ્વિન અને હરભજનની સાથે પ્રજ્ઞાાન ઓઝાને પણ ટીમમાં સમાવવામાં આવ્યો છે. અશ્વિન ધોનીની પ્રથમ પસંદગી રહ્યો છે ત્યારે હવે હરભજન કે ઓઝામાંથી એકને તક મળશે.
ફાસ્ટ બોલિંગ આક્રમણ વેટરન બોલર ઝહીર ખાન સંભાળશે. ઇજાના કારણે છેલ્લા કેટલાક સમયથી પરેશાન રહેલો ઝહીર હવે સંપૂર્ણ ફિટ છે અને મેદાન પર પુનરાગમન કરવા માટે આતુર છે. તેનો સાથ આપવા માટે ઈશાંત શર્મા અને ઊમેશ યાદવ પણ છે. ભારતીય ચાહકોને દ્રવિડ અને લક્ષ્મણની ગેરહાજરીમાં બેટ્સમેનોના દેખાવની ચિંતા સતાવી રહી છે. આવી સ્થિતીમા સિનિયર બેટ્સમેન તેંડુલકર અને સેગવાગ-ગંભીરની ઓપનીંગ જોડી પરનું ભારણ વધી જશે. છેલ્લા કેટલાક સમયથી સેહવાગ અને ગંભીર ફોર્મમાં ન હોવાથી તેઓ પર પણ સારા દેખાવનું દબાણ રહેશે.
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ પર રમાનારી ટેસ્ટમાં ટોસ જીતનારી ટીમ મોટાભાગે બેટિંગની પસંદગી કરશે. પીચ શરૃઆતમાં બેટ્સમેનો માટે ઉપયોગી રહેશે અને ત્યાર બાદ જેમ જેમ મેચ આગળ વધશે તેમ તેમ તેના પર બેટિંગ કરવી મુશ્કેલ બનશે. આવી સ્થિતીમાં ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરતાં જંગી સ્કોર ખડકીને હરિફ ટીમ પર દબાણ સર્જવાનો પ્રયાસ કરશે.
બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ પણ ભારત સામેના મુકાબલા માટે તૈયાર છે. કેપ્ટન કૂકની આગેવાની હેઠળની ટીમમાં ઘણા અનુભવી અને સિનિયર ક્રિકેટરો છે, જે ભારત માટે મુશ્કેલી સર્જી શકે તેમ છે. કેપ્ટન કૂક ઊપરાંત ટ્રોટ, પીટરસન અને ઇયાન બેલ જેવા ખેલાડીઓ છે, જેઓ સ્પિનરો સામે રમવાનો બહોળો અનુભવ અને કુશળતા ધરાવે છે. બૈર્સ્ટોવ, મોર્ગન તેમજ પ્રાયર જેવા બેટ્સમેનો પણ પોતાની આગવી છાપ છોડવા માટે આતુર છે. જ્યારે તેમની ફાસ્ટ બોલિંગનો મદાર મુખ્ય ત્વે એન્ડરસન પર રહેશે.
સ્ટીવ ફિન ઇજાગ્રસ્ત હોવાથી પ્રથમ ટેસ્ટમાં રમવા માટે શંકાસ્પદ છે. જો કે ઈંગ્લેન્ડના કેમ્પને આશા છે કે તે જલ્દી ફિટનેસ મેળવશે. જ્યારે સ્વોન, સમિત પટેલ અને પાનેસરને સ્પિનર તરીકે તક મળી શકે છે.સમિત પટેલનું ફોર્મ સારૃ હોવાથી તેને રમાડવામાં આવશે તે લગભગ નક્કી લાગે છે.
ભારતીય ટીમ ઃ ધોની (કેપ્ટન), સેહવાગ, ગંભીર, ચેતેશ્વર પુજારા, તેંડુલકર, કોહલી, યુવરાજ, એમ.વિજય, ઝહીર, ઇશાંત, યાદવ, રહાને, ઓઝા, હરભજન, અશ્વિન.
ઈંગ્લેન્ડની ટીમ ઃ કૂક (કેપ્ટન), કોમ્પ્ટોન, ટ્રોટ, પીટરસન, બેલ, બૈર્સ્ટોવ, એન્ડરસન, બ્રેસ્નેન, બ્રોડ, ફિન, મિકેર, મોર્ગન, ઓનીયન્સ, પાનેસર, સમિત પટેલ, પ્રાયર, રૃટ, સ્વોન.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved