Last Update : 16-November-2012, Friday

 

એમ.એમ.આર.ડી.એ.ના વ્હાઇટ પેપરમાં ઉલ્લેખ
રૃા.૬૦૦ કરોડને ખર્ચે બંધાયેલા સ્કાયવૉક સાવ નિષ્ફળતાને વર્યા

એન.સી.પી.ના ગૃહ પ્રધાન પાટિલે કોંગ્રેસને ભીંસમાં લેવા શ્વેતપત્રની માગણી કરી હતી

મુંબઇ તા.૧૨
રાહદારીઓની સગવડ માટે એમએમઆરડીએ (મુંબઇ મેટ્રોપોલીટન રિજન ડેવલપમેન્ટ ઓથોરીટી) એ કરોડો રૃપિયાનું આંધણ કરી શહેર અને ઉપનગરોમાં બાંધેલા સ્કાયવોક મોટે ભાગે નિષ્ફળતાને વર્યા છે. ઓથોરીટીના જુદા જુદા પ્રોજેકટની સમીક્ષા કરતા વાઇટ પેપરમાં જણાવાયા મુજબ ૬૦૦ કરોડની જંગી રકમ ખર્ચ કરી બાંધેલા સ્કાયવોકથી કોઇ અર્થ સર્યો નથી.
એમએમઆરડીએ તરફથી બહાર પાડવામાં આવેલું વાઇટ પેપર ટૂંક સમયમાં મુખ્ય પ્રધાનને સુપરત કરવામાં આવશે અને પછી પ્રધાન-મંડળની બેઠકમાં ચર્ચા થશે.
ગૃહ પ્રધાન અને એનસીપીના નેતા આરઆર પાટિલ કોંગ્રેસને ભીંસમાં લેવા માગતા હોવાથી તેમણે એમએમઆરડીએના વાઇટ પેપરની માગણી કરી હતી. કારણ શહેરી વિકાસ વિભાગ કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસ દ્વારા એનસીપીને સપડાવવામાં આવતા વળતા પ્રહાર રૃપે પાટિલે આ વાઇટ પેપરની માગણી કરી હતી.
વાઇટ પેપરમાં ઉલ્લેખ કરાયા મુજબ જ્યાં જરૃર જ નહોતી ત્યાં પણ કરોડો રૃપિયા ખર્ચીને સ્કાયવોક બાંધવામાં આવ્યા હતા. અમુક કિસ્સામાં તો લોકોના ભારે વિરોધને લીધે સ્કાયવોકનું બાંધકામ પડતું મુકવામાં આવ્યું હતું. એમએમઆરડીએ સ્કાયવોક પાછળ ૬૦૦ કરોડ ખર્ચ્યા હતા અને લેખે લાગ્યા છે એવું દેખાડવા માટે એક ઇન-હાઉસ સર્વે પણ કરવામાં આવ્યો હતો.
એમએમઆરડીએના અન્ય પ્રોજેકટોનો બાંધકામ ખર્ચ અનેક ગણો વધી ગયો હોવાની હકીકત પર પણ આ વાઇટ પેપરમાં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
દાખલા તરીકે પાંજરાપોળ અને મુંબઇને જોડતા ઇસ્ટર્ન એક્સપ્રેસ ફ્રિ-વેનું એલાયન્ટમેન્ટ બદલવામાં આવતા બાંધકામનો ખર્ચ વધી ગયો હતો. આવી જ સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડના બાંધકામમાં વિલંબને કારણે ખર્ચમાં વધારો થયો હતો. આ લિંક રોડ આડે આવતા અનેક મકાનો અને ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. એ બધાને વળતર ચૂકવવા પાછળ ખર્ચમાં ૩૦૦ ગણો વધારો થઇ ગયો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved