Last Update : 16-November-2012, Friday

 

દિવાળી ટાંકણે જ હિંસાની હોળી
પશ્ચિમ મહારાષ્ટ્રમાં શેરડીના વધુ ભાવ માટે આંદોલનઃ બેનાં મોત

૧૫ બસ બળાતા એસ.ટી.ની ૩૦ હજાર સેવા રદઃ પોલીસે ગોળીબાર કરવો પડયો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૨
શેરડીની કિંમતમાં વધારો કરવા સ્વાભિમાની શેતકરી સંઘટને પશ્ચિમ મહારાષ્ટ્રમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ કરેલું આંદોલન હિંસક બનતાં બે આંદોલનકારીઓ મૃત્યુ પામ્યા હતા તેમજ સમગ્ર પશ્ચિમ મહારાષ્ટ્ર ટ્રાફિક જામને કારણે ઠપ થઈ ગયું છે.
સાંગલી- કોલ્હાપુર- સાતારા- સોલાપુર, પુણે અને ઈંદાપુર ખાતે સ્વાભિમાની શેતકરી સંઘટને ચક્કાજામ આંદોલન શરૃ કરતાં વાહન- વ્યવહાર ઠપ થઈ ગયો હતો. પુણે નજીક ઈંદાપુર ખાતે માર્ગ ઉપર વાહનવ્યવહાર અટકાવી રહેલાં આંદોલનકારી પુંડલિક કોકાટેને ટ્રકે ઉડાડી દેતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું જ્યારે આજ જીલ્લામાં વસવડે ગામ નજીક પોલીસ ગોળીબારમાં ચંદ્રકાંત નલવડે નામના ખેડૂતનું મૃત્યુ થયું હતું.
અપક્ષ સાંસદ રાજુ શેટ્ટીના નેતૃત્વ હેઠળ સમગ્ર પશ્ચિમ મહારાષ્ટ્રમાં શેરડીની અપાતી કિંમતમાં વધારો કરવા આંદોલન કરાશે એવી જાહેરાત થઈ હતી પરંતુ આજે સમગ્ર સરકારી તંત્ર ઊંઘતુ ઝડપાઈ ગયું હતું.
પશ્ચિમ મહારાષ્ટ્રના તમામ મુખ્ય શહેરોના ધોરીમાર્ગ અને હાઈવે ઉપર ખેડૂતોએ ચક્કાજામ કરી દેતાં તંત્ર સફાળું જાગ્યું હતું.
સાંગલી જીલ્લાના વસવડે ગામ ખાતે ઉગ્ર આંદોલનકારીઓએ પોલીસ ટીમ એક હોટલમાં પૂરી દઈને પોલીસ વાનને બાળી કાઢતાં પોલીસે કરેલાં ગોળીબારમાં ચંદ્રકાંત નલવડે જખ્મી થયો હતો અને હોસ્પિટલમાં લઈ જવાતાં તેનુ મૃત્યુ થયું હતું.
ખેડૂતનું પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયાના અહેવાલ આગની માફક ફેલાઈ જતાં તોફાનીઓએ એસટી બસો, ટ્રકો, ટેન્કરોની તોડફોડ કરવાની શરૃઆત કરી હતી તેમજ માર્ગ ઉપરની લાઈટો પણ તોડી નાંખી હતી. વીજ થાંભલાઓ જમીનદોસ્ત કરી દેવાયા હતા.
ઈંદ્રાપુર ખાતે કર્મયોગી શંકરરાવ પાટિલ સહકારી સાકર કારખાના સામે શેરડીના પ્રતિ ટન ૩૦૦૦ રૃ.ને બદલે ૪૫૦૦ રૃ. આપવાની માગણી કરી રહેલાં સાંસદ રાજુ શેટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી.
૧૭૦ સાકર કારખાનેદારોએ ખેડૂતોને ગત વર્ષની રકમ પણ આપી ન હોવાનો આક્ષેપ આંદોલનકારીઓએ કર્યો હતો.
શેતકરી સંગઠનના રઘુનાથ પાટિલે જણાવ્યું હતું કે સરકારે સાકરની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવી લેવો જોઈએ અથવા ખેડૂતોને વધુ કિંમત આપવી જોઈએ. રાજુ શેટ્ટીને જેલમાંથી છોડવામાં નહિ આવે તો આંદોલન વધુ ઉગ્ર કરવાની ચેતવણી તેણે આપી હતી.
આંદોલનને પગલે એસ.ટી. મહામંડળે બસની ૩૦૦૦૦ સેવા રદ થયાની જાહેરાત કરી હતી.
શેરડીની કિંમતોમાં વધારો કરવાને રાજ્ય સરકારે સાથે કોઈ સંબંધ ન હોવાનું એનસીપીના નેતા અજીત પવારે જણાવ્યું હતું.
સાતારા ખાતે અજીત પવારે જણાવ્યું હતું કે આંદોલન જાણી જોઈને ભડકાવવામાં આવ્યું છે.
દિવાળીના તહેવાર દરમ્યાન ફેલાયેલા આંદોલનને કારણે સમગ્ર પશ્ચિમ મહારાષ્ટ્રમાં વાહનવ્યવહાર ઠપ થતાં પ્રવાસીઓ માટે માથાનો દુખાવો ઊભો થયો છે.
મુંબઈથી પુણે થઈ કોલ્હાપુરના માર્ગે મહાબળેશ્વર જતાં અનેક પર્યટકો રખડી પડયા છે. રજા માણવા જઈ રહેલા ઘણાં મુંબઈગરાની દિવાળી આ ટેન્શનથી બગડી ગઈ છે.
એસ.ટી. મહામંડળે તમામ ડેપોમાંથી બસો છોડવાની બંધ કરી દીધી છે અને પોલીસ સંરક્ષણ વગર બસો બહાર કાઢવાની ના પાડી દીધી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved