Last Update : 16-November-2012, Friday

 

જાપાન મંદીમાં હોવાનો નાણામંત્રી સેઇજી માએહરાનો એકરાર

જીડીપીમાં ૦.૯ ટકાનો ઘટાડો ઃ ઓછો વિકાસ અને ચીન સાથેનો તણાવ કારણભૂત

ટોક્યો, તા. ૧૨
જાપાનનાં આર્થિક બાબતોનાં પ્રધાન સેઇજી માએહરાએ સોમવારે આશંકા વ્યક્ત કરી હતી કે જાપાન મંદીમાં સપડાઇ ગયો છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે જાપાન મંદીના તબક્કામાં પ્રવેશી ગયો હોવાની શક્યતાનો હું ઇનકાર કરી શકું તેમ નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર અને સેન્ટ્રલ બેંક સાથે મળીને મંદીને દૂર કરવા અને આર્થિક વિકાસ વધારવા માટેનાં પ્રયત્નો કરશે. જાપાનનાં આર્થિક વિકાસ દરમાં છેલ્લા ત્રણ માસમાં ૦.૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર વૈશ્વિક મંદી, નિકાસમાં ઘટાડો અને ચીન સાથેનાં તણાવગ્રસ્ત સંબધોને કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યુ છે.
જીડીપીમાં થયેલા ૦.૯ ટકાનાં ઘટાડાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે જાપાનનાં અર્થતંત્ર માટે આગામી સમય મુશ્કેલ રહેશે. સોની કોર્પોરેશન અને પેનાસોનિક કોર્પોરેશન જેવી જાપાનની મહાકાય ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ મંદીને ધ્યાનમાં રાખી પોતાના ખર્ચાઓ પર કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. મજબૂત યેન અને વધતી જતી હરિફાઇને કારણે આ કંપનીઓને ભારે નુકસાન થઇ રહ્યુ છે.
ટોકયોમાં આવેલ મિત્શુબિશી યુએફજી મોર્ગન સ્ટેન્લી સિક્યુરિટીઝનાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી તાત્સુશિ શિકાનોએ જણાવ્યું હતું કે જીડીપીનાં આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે અર્થતંત્ર મંદીમાં ગરકાવ થઇ ગયું છે.
જારી થયેલા આંકડા પછી સરકાર બેંક ઓફ જાપાનને વધુ નાણાકીય પ્રોત્સાહનો જાહેર કરવા દબાણ વધારી શકે છે. ઉલ્લેખનીય છે કે મજબૂત યેન અને ચીન સાથેનાં તણાવગ્રસ્ત સંબધોને કારણે મધ્યસ્થ બેંક દ્વારા સતત બે માસથી નાણાકીય નીતિ હળવી કરવામાં આવી રહી છે.
ઘણા વિશ્લેષકો માને છે કે બેંક ઓફ જાપાન આગામી સપ્તાહમાં વ્યાજ દરોમાં ફેરફાર નહીં કરે જો કે કેટલાક વિશ્લેષકો માને છે કે ડિસેમ્બરમાં ફરીથી નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved