Last Update : 16-November-2012, Friday

 

દીપોત્સવના દૈદીપ્યમાન દીપકોથી દીપી ઊઠી દિવાળી
ઉલ્લાસ, આનંદપૂર્વક વિક્રમ વર્ષનાં વધામણાં

પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય સર્જાયો ધરતી દીવડાથી, આકાશ આતશબાજીથી ઝગમગી ઉઠયા

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૩
હર્ષોલ્લાસ અને પ્રકાશના પર્વ દિવાળીની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. રાજધાની દિલ્હીમાં આજે સવારે ૧૩.૪ ડિગ્રી સે. લઘુત્તમ તાપમાન અને આછા ધૂમ્મસ સાથે ઠંડી અનુભવાતા દિવાળીની ઉજવણી આનંદદાયક બની ગઈ હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ધૂમ્મસનું વાતાવરણ છવાયેલું હોઈ દિવાળી બગડવા આશંકા હતી. આ ઉપરાંત સમગ્ર દેશભરમાં લોકો મંદિરે ખાસ પૂજા- અર્ચના કરવા ઊમટી પડયા હતા અને આબાલવૃદ્ધોએ ફટાકડા ફોડી અને મિત્રો-પડોશીઓમાં મીઠાઈઓ વહેંચી પર્વની શાનદાર ઉજવણી કરી હતી. ધંધા-વ્યવસાય કરતા લોકોએ ચોપડા સાથે આધુનિક સમયને અનુરૃપ કમ્પ્યૂટર-લેપટોપ પૂજન કરી ધંધામાં-વ્યવસાયમાં પ્રગતિ થાય તેવી કામના સાથે પૂજા કરી હતી.
શહેરોમાં ઘરો અને દુકાનો તેમજ ઈમારતો રોશનીથી ઝળહળી ઉઠયા હતા. ગુજરાતમાં અને ગુજરાતીઓ માટે દિવાળી વિક્રમ સંવતનો આખરી દિન પણ ગણાય છે. હજુ પણ તેલ અને ઘીના દીપ પ્રગટાવવાની પ્રથા જીવંત હોઈ ઘરોની બાલ્કની તેમજ આંગણા ઝગમગી ઉઠયા હતા. લોકોએ વર્ષની વિદાયે ઘરના આંગણાને રંગોળીથી સજાવતાં રંગોની રંગત પણ માણી હતી. તાજેતરમાં જ જેમની સગાઈ કે લગ્ન થયા છે તેવાં યુગલો, મિત્રો અને સ્નેહી-સગા સાથે દીપાવલી મુબારક - દિવાલીના અભિનંદન પાઠવતા જોવા મળ્યા હતા.
હિન્દીમાં શાહરુખ અને અજય દેવગનની બે ફિલ્મો એકસાથે રિલીઝ થતાં તેમજ દક્ષિણમાં વિજય અને સિંબુની બે ફિલ્મો અનુક્રમે 'તુપ્પકકી' અને 'પોડા પોડી' રિલીઝ થતાં લોકોએ સિનેમા ઘરોમાં પણ લાઈન લગાવી હતી.
યોગાનુયોગ આવતીકાલે ૧૪ નવેમ્બરના રોજ દેશના પ્રથમવડાપ્રધાન પંડિત નહેરુનો જન્મદિન અને નૂતન વર્ષનો સંયોગ થતો હોઈ દિવાળી-નૂતન વર્ષની ઉજવણી બેવડાઈ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved