Last Update : 16-November-2012, Friday

 

વિવિધ શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સોમાં
દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી માટે હૈયે હૈયું દળાય એવી ભીડ

દારૃખાનું ખરીદવા દિલ્હી દરવાજા, રાયપુર અને સાબરમતીમાં માનવ મહેરામણ ઉમટયો

અમદાવાદ, મંગળવાર
દિવાળી પર્વ નિમિત્તે છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે અમદાવાદના વિવિધ બજારો માનવ મહેરામણની ઉભરાયો હતો. એસ.જી. હાઈવે, સી.જી. રોડ, નવરંગપુરા, આશ્રમ રોડ, વસ્ત્રાપુરમાં આવેલા જુદા જુદા શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સોના શોરૃમોમાં હૈયે હૈયું દળાય એવી ભીડ ભીડ જામી હતી. દારૃખાનુ ખરીદવા માટે પણ ફટાકડા બજારમાં મોડી રાત સુધી પગ મુકવાની જગ્યા દેખાતી નહોતી. ઉપરાંત લાલ દરવાજા, ત્રણ દરવાજા અને પાનકોર નાકા ખાતે પણ જબરદસ્ત ભીડ જોવા મળી હતી.
આ વર્ષે ગુજરાતમાં પાછળથી સારો વરસાદ થતા ખેડૂતોની સાથે નાગરીકો પણ ખુશ થઈ ગયા હતા ભારતમાંથી આર્થિક મંદી ધીરે ધીરે દૂર થઈ રહી હોય એવું ચિંતા ઉપસી રહ્યું છે. વેપારીઓએ પુષ્કળ માલ ભરી દીધો હતો. છેલ્લા ૧૫ દિવસથી વિવિધ બજારો ગ્રાહકોથી ઉભરાયા હતા. ધૂમ ખરીદી કર્યા બાદ દિવાળીના આગલા દિવસે સોમવારે મોડી રાત્રી સુધી અમૃતપૂર્વ ભીડ જોવા મળી હતી.
ખાસ કરીને સી.જી. રોડ અને એસ.જી. હાઈવે પરના શોપિંગ મોલમાંથી ખરીદી કરવાનું શહેરીજનોનું વળગણ યથાવત રહ્યું હતું. પશ્ચિમની સાથે પૂર્વના વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ પરની નાની-મોટી દુકાનો-મોલો ખુલ્લા રહ્યા હતા. હૈયે હૈયું દળાય એવી મેદની વચ્ચે લોકોએ મનભરીને રેડીમેડ વસ્ત્રો, સુકો મેવો, મીઠાઈ, બુટ-ચંપલ, મુખવાસ, ચોકલેટ્સ અને ઘર શણગારવાની સામગ્રીની ધૂમ ખરીદી કરી હતી.
આ જ રીતે ફટાકડાના વિવિધ મુખ્ય બજારો દિલ્હી દરવાજા, રાયપુર, સાબરમતી ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. વિવિધ પ્રકારના ફટાકડાના ભાવોમાં ૩૦ ની ૬૦ ટકા સુધીનો વધારો થયા છતાં લોકોને તેની પરવા નહોતી. મીઠાઈ તથા ફટાકડાની તેમજ મુખવાસન દુકાનોના આગળના ભાગે ઉભા કરી દેવાયેલા કાઉન્ટરો પર લોકોએ ખરીદી માટે રીતસરની લાઈન લગાવી હતી.
લાલ દરવાજા, ઢાલગરવાડ, રતનપોળ અને માણેકચોકમાં મોડી રાત સુધી ખરીદીનો આ માહોલ ચાલ્યો હતો. દિપાવલીના આગળના દિવસે માનવ મહેરામણ ઉમટી પડતા વિવિધ રાજમાર્ગો પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયો હતો. ભીડને નિયંત્રણ કરવા માટે અમુક માર્ગ પર પોલીસે ડાયવર્ઝન આપેલું હોવા છતાં ભરચક ટ્રાફીક જોવા મળ્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved