Last Update : 16-November-2012, Friday

 

વિવાદોથી દૂર રહેવા વચલો માર્ગ કાઢી
મોદીએ અમદાવાદના ઉમેદવારોની પસંદગી અમિત શાહ અને આનંદીબેનને સોંપી

ટેકેદારો માટે ભલામણ કરવાના બદલે અમિત શાહે નિરીક્ષકોના અહેવાલ- ગુણદોષ અનુસરવા કહ્યું

અમદાવાદ, મંગળવાર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદની ૧૬ બેઠકો પરના ઉમેદવારો નક્કી કરવામાં પોતે વિવાદોથી દૂર રહ્યા છે. આનંદીબેન પટેલ, અમિત શાહ, કૌશિક પટેલ તથા શહેર પ્રમુખ અને શહેરના મેયરને જ જવાબદારી સોંપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમિત શાહે પોતાના કોઈ ટેકેદાર માટે આગ્રહ રાખ્યા વિના રજૂઆતો અને ગુણદોષના આધારે જ ઉમેદવાર નક્કી કરવાની નીતિ અપનાવી છે.
અમિત શાહ અને આનંદીબેન પટેલ બંને વચ્ચેના ખટરાગની અસર ચૂંટણીમાં ન પડે અને જે પણ ઉમેદવાર પસંદ થાય તેમને સહુ કોઈ સુમેળભર્યા વાતાવરણમાં જીતાડવા માટે કામે લાગે એ માટે મુખ્યમંત્રીએ આ બંને નેતાઓને જ ઉમેદવાર નક્કી કરવાની જવાબદારી સોંપી હતી.
આનંદીબેન અમદાવાદની બેઠક પરના ઉમેદવાર બનશે. અમિત શાહની સરખેજ બેઠકમાંથી અલગ પડેલા ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીની બેઠક પર અમિત શાહના ખાસ ટેકેદારો પૈકી કમલેશ ત્રિપાઠી વેજલપુર બેઠક માટેના દાવેદાર છે. પરંતુ અમિત શાહે નિરીક્ષકોના અહેવાલો અને શહેર પ્રમુખ- મહામંત્રીની રિમાર્ક તથા પ્રભારીઓની રજૂઆતના આધારે જ વેજલપુરના ઉમેદવારની પસંદગી કરવા જણાવ્યું હતું.
અમિત શાહ શહેરની અન્ય બેઠક પર પોતાનો નિષ્પક્ષ અભિપ્રાય વ્યક્ત કરી કોણ વધુ સારી રીતે જીતી શકે તે અંગે પોતાના સૂચનો કર્યા હતા પરંતુ એક પણ ઉમેદવાર માટે તેમણે પોતાનો આગ્રહ- દુરાગ્રહ રાખ્યા નથી.

મુખ્યમંત્રીની ટિકિટ આપવાની ના પાડવામાં પણ મુત્સદીગીરી
અમદાવાદ, મંગળવાર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિધાનસભાની ટિકિટ આપવાની ના પાડવામાં પણ મુત્સદીગીરી જોવા મળી છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિરીક્ષકો અને જિલ્લા પ્રમુખો દરેક બેઠક પર રજૂઆત કરી લે, પછી જિલ્લા-પ્રમુખ અને મહામંત્રી તથા પ્રભારી મંત્રી, મંત્રી વગેરે જે તે બેઠક પર ચર્ચા કરે. આ ચર્ચા પુરી થયા બાદ જિલ્લાના પ્રમુખ-મહામંત્રી તથા જે પણ જિલ્લામાં ટિકિટના દાવેદાર હોય તેઓ બહાર જતા રહે અને અન્ય આગેવાનો ચર્ચા આગળ ધપાવે પરંતુ મુખ્યમંત્રી જેમને ટિકિટ આપવા માંગતાં ન હોય એવા જિલ્લા પ્રમુખ-મહામંત્રી કે પ્રભારીને બહાર જતા રોકી લેતા હતા અને તેમને કહેતા હતા કે તમે ક્યાં બહાર જાવ છો? તમારે તો આખા જિલ્લાની જવાબદારી સંભાળવાની છે. જેથી તમે બેસો એ જરૃરી છે.
આ સારી ભાષામાં ટિકિટની ના પાડી દેવાની કળાથી જે તે હોદ્દેદાર પણ આશ્ચર્ય અનુભવતો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved