Last Update : 16-November-2012, Friday

 

સોના-ચાંદીમાં નવા વર્ષના મુહૂર્તના સોદામાં તેજીને બ્રેક લાગી ભાવો તૂટયા

વિશ્વ બજારમાં સોનું ત્રણ સપ્તાહની ટોચ પરથી ૧૫થી ૧૬ ડોલર ઘટયું ઃ ઘરઆંગણે તહેવારોની મોસમી લેવાલી ઓસરતાં ઉછાળે વિશ્વ બજાર પાછળ વેંચવાનું માનસ

અમદાવાદ, મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે નવા વર્ષના મુહૂર્તના વેપારો થયા હતા અને મુહુર્તના વેપારોમાં બંને કિંમતી ધાતુઓના બાવોમાં તેજી અટકી પ્રત્યાઘાતી ઘટાડો દેખાયો હતો. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના ભાવો ૩૧૯૦૦ વાળા આજે પ્રત્યાઘાતી ઘટી રૃ.૩૧૭૭૫ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૨૦૩૫ વાળા ઘટી રૃ.૩૧૯૨૫ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૨૩૬૫ વાળા આજે ઘટી રૃ.૬૨૦૮૫ રહ્યા હતા.
આમ આજે મુહૂર્તમાં ચાંદીના ભાવો રૃ.૨૮૦ તૂટયા હતા. જયારે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૧૧૦થી ૧૨૫ ઘટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના જે સોમવારે વધીને ૧૭૩૭થી ૧૭૩૭.૫૦ ડોલર બોલાયા હતા તે આજે પ્રત્યાઘાતી ઘટી નીચામાં એક તબક્કે ૧૭૨૧થી ૧૭૨૧.૫૦ ડોલર બોલાઈ સાંજે ૧૭૨૭થી ૧૭૨૭.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો આજે ૩૨.૭૦ ડોલરવાળા ઘટી નીચામાં ૩૨.૧૧થી ૩૨.૧૨ ડોલર થયા પછી સાંજે ૩૨.૪૮થી ૩૨.૪૯ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધ્યા મથાળેથી તૂટી જતાં ઘરઆંગણે વધેલી ઈમ્પોર્ટ કોસ્ટ આજે ફરી નીચી આવી હતી. અને તેના પગલે ઝવેરી બજારમાં આજે મુહૂર્તના વેપારોમાં તેજીના વળતા પાણી થયા હતા. દિવાળીના તહેવારો પૂરા થતાં બજારમાં હવે ઉંચા ભાવોેએ નવી માંગ ધીમી પડવાની ગણતરીએ પણ ઉછાીળે બજારમાં આજે માનસ વેંચવાનું રહ્યું હતું. વિશ્વ બજારમાં ડોલર વધતાં તથા સામે યુરોના ભાવો ઘટતાં સોનામાં આજે ઉછાળે વિશ્વ બજારમાં હેજ ફંડોની વેચવાલી વધી હતી. મુંબઈમાં મુહૂર્ત પછી મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૧૮૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૯૫૦ બોલાઈ રહ્યા હતા. જયારે સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો જે સોમવારે વધીને રૃ.૩૭૪૫૦૦ રહ્યા હતા તે આજે ઘટીને રૃ.૩૭૩૦૦૦ રહ્યા હતા. ચાંદી છેલ્લે રૃ.૬૨૧૦૦થી ૬૨૧૨૫ બોલાઈ રહી હતી. સોમવારે વિશ્વ બજારમાં સોનાના ભાવો વધીને ૩ સપ્તાહની નવી ઉંચી સપાટીએ પહોંચ્યું હતું તે આજે ઘટયું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved