Last Update : 16-November-2012, Friday

 

વિક્રમ સંવત ૨૦૬૯ના
નવા વરસના બોણી રૃપે સૌરાષ્ટ્રમાં ૬૦ હજાર ગુણીના મુર્હૂતના સોદા

સીંગતેલ લુઝ ૧૦ કિલોમાં ગત દિવાળીએ રૃા. ૯૫૧ સામે આ વરસે રૃા. ૧૧૮૦તી ૧૧૯૦ના ભાવે શુકનના સોદા

રાજકોટ, મંગળવાર
ચાલુ વરસે વરસાદની ખેંચ પડતા મગફળી કપાસના વાવેતર પર માઠી અસર પડતા ઉત્પાદન પર ફટકો પડયો છે. મગફળીનું વાવેતર ગત સાલ જેટલું જ ૧૪ લાખ હેકટરમાં થયું હતું પરંતુ ઉત્પાદન ખુબ ઓછુ થતાં સીંગતેલના ભાવ નવી મગફળીની આવકોના દિવસોમાં પણ ઉંચા રહ્યા છે. જેના કારણે નવા શરૃ થતા વિક્રમ સંવત ૨૦૬૯ના વર્ષના મુર્હુતના સોદામાં રાજકોટ સિંગતેલ લુઝ ૧૦ કિલોમાં રૃા. ૧૧૮૦થી ૧૧૯૦ના કામ થયા હતા. ગત દિવાળીએ રૃા. ૮૫૧ના ભાવે કામ થયા હતા.
જ્યારે મિલ પહોંચ મગફળી પિલાણમાં રૃા. ૧૦૭૦, મગફળી જી-૨૦માં રૃા. ૧૧૫૦ અને મગફળી દાણાબર જી-ટુમાં રૃા. ૧૨૧૦થી ૧૨૨૦ના ભાવે ૬૦થી ૬૫ હજાર ગુણીના કામ થયા હતા.
ચાલુ વરસે મગફળીનો પાક નિષ્ફળ રહ્યો છે. મગફળીના ઉત્પાદન અંગે પણ મતમતાંતર રહ્યા છે. સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ની મળેલી બેઠકમાં સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક ૫.૭૫ લાખ ટન થવાનો સાવ નીચો અંદાજ મુક્યો છે. જ્યારે સીંગદાણાની નિકાસ-વેપાર કરનારાઓએ મગફળીનો પાક ૧૨ લાખ ટન થવાની ધારણા રાખી છે. જો કે બજારના અન્ય અભ્યાસ મગફળીનો પાક ૮થી ૯ લાખ ટન વચ્ચે થવાનું જણાવી રહ્યા છે. આમ ગત વરસના ૧૬ લાખ ટનના પાક સામે ચાલુ વરસે અર્ધુ જ ઉત્પાદન થયું છે.
મગફળીના ભાવ ઉંચા રહેતા સીંગદાણામાં નિકાસ પડતર નથી. મગફળીના ભાવ ઘટશે તો જ સીંગદાણામાં ફોરેનના વેપાર થશે. હાલ ચીનના ભાવ નીચા હોવાથી ડિમાન્ડ નથી. ઈન્ડોનેશીયા ફિલીપાઈન્સ, મલેશિયાની પણ ખાસ માંગ નથી. એચ.પી.એસ. સીંગદાણામાં ચાલુ વરસે મુર્હૂત સાચવવા પુરતા સોદા થશે તેમ વેરાવળના દલાલ શાંતિલાલ નારણદાસવાળા નિરજભાઈનું કહેવું છે. દરમિયાન વેરાવળ બાજુ એચપીએસ સીંગદાણા મુન્દ્રા-પીપાવાવ ડિલીવરીની શરતે સીંગદાણા ટીજે ૮૦થી ૯૦ કાઉન્ટના રૃા. ૮૪૦૦૦ અને ૫૦થી ૬૦ કાઉન્ટના રૃા. ૮૬૦૦૦ના ભાવે કામ થયા હતા. સીંગદાણા પ્યોર જાવા ૮૦થી ૯૦ કાઉન્ટના રૃા. ૮૫૦૦૦ અને ૫૦થી ૬૦ કાઉન્ટના રૃા. ૮૭૦૦૦ના ભાવે મુર્હુતના સોદા થયા હતા. જ્યારે સીંગદાણા જાડા બોલ્ડ ૫૦થી ૬૦ કાઉન્ટના રૃા. ૭૬૦૦૦ અને ૪૦થી ૫૦ કાઉન્ટના રૃા. ૭૯૦૦૦ના ભાવે સોદા થયા હતા. સીંગદાણામાં નવેમ્બર અંત સુધીની ડિલીવરીની શરતે ૫૦૦થી ૬૦૦ ટનના કામ થયા હતા. રાજસ્થાનમાં દિવાળી પછી ખુલતી બજારે મગફળીની આવકોનું દબાણ વધશે. બિકાનેર બાજુ ૮૦,૦૦૦ ગુણીની આવકો થવા લાગી હતી. લાભપાંચમ પછી રાજસ્થાનમાં દોઢ ગુણી જેવી આવકો થવાની ધારણા રહી છે.
તાલાલા પંથકમાં મગફળી જી-૨૦ રૃા. ૨૨૫૦૦ મગફળી ટીજે-૩૭ના રૃા. ૨૪૮૦૦ અને પિલાણ મગફળીમાં રૃા. ૨૦,૦૦૦ના ભાવે કામ થયા હતા. ધોરાજીમાં મગફળી પિલાણ રૃા. ૧૯૯૦૦થી ૨૦,૦૦૦ અને દાણાબાર મગફળીમાં રૃા. ૨૨૧૫૧થી ૨૨૨૫૧ના ભાવે મુર્હુતના સોદા થયા હતા. કેશોદ મગફળી પિલાણમાં રૃા. ૨૦૮૦૦ અને મગફળી જાડીમાં રૃા. ૨૨૮૦૦ના ભાવે ૫ હજાર ગુણીના કામ હતા. કેશોદ સીંગદાણા ૪૦થી ૫૦ કાઉન્ટના રૃા. ૭૭૦૦૦ અને ૬૦થી ૭૦ કાઉન્ટમાં રૃા. ૭૨૫૦૦ના ભાવે બોણીના સોદા થયા હતા.
જૂનાગઢમાં મગફળી જી-૨૦માં રૃા. ૨૨૫૦૦ અને મગફળી જાડી દાણાબારમાં રૃા. ૨૨૨૦૦થી ૨૨૩૦૦ના ભાવે કામ થયા હતા.
કપાસનું ઉત્પાદન ઓછુ થતાં મુર્હુતના સોદામાં નિરસતા રહી હતી. રૃ ગાંસડીમાં રૃા. ૩૩૫૦૦થી ૩૩૭૦૦ અને કપાસ સંકરમાં રૃા. ૮૮૦થી ૮૯૫ના ભાવે વેપાર થયા હતા. રૃમાં મુર્હુતના સોદામાં ૧૦ હજાર ગાંસડી જેવા કામ થયા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved