Last Update : 16-November-2012, Friday

 

વિદેશી ફંડોના રોકાણમાં ૨૧ ટકાનો જંગી વધારો
FIIની મજબુત ૫ક્કડના પગલે ૨૦૬૮માં શેરબજાર સંગીન ઃ સેન્સેક્સ ૮ ટકા વધ્યો

બેન્કિંગ ક્ષેત્રે ૨૨ ટકાનો, ઓટો ક્ષેત્રે ૧૫ ટકાનો વધારોઃ મેટલ ક્ષેત્રે નોંધાયેલ ૧૨ ટકાની નરમાઈ

અમદાવાદ, મંગળવાર
સં. ૨૦૬૮ના વર્ષ દરમ્યાન મુંબઈ શેરબજાર સેન્સેક્ષ આઠ ટકાના ઉછાળાની સાથે ૧૮૬૯૦ના સ્તર પર બંધ રહ્યો હતો. બન્ને તરફ અસામાન્ય વધઘટ સાથે પૂર્ણ થયેલ સં. ૨૦૬૮નું વર્ષ ડેટ્રેડરો માટે એકંદરે નિરાશાજનક તેમજ મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો માટે લાભદાયી રહ્યું હતું. સેન્સેક્ષમાં નોંધાયેલ આઠ ટકાના ઉછાળાની સામે બેન્કિંગ ક્ષેત્રે ૨૨ ટકાનો, ઓટો ક્ષેત્રે ૧૫ ટકાનો, મિડ કેપ- ક્ષેત્રે ૯ ટકાનો તેમજ રિયલ્ટી ક્ષેત્રે ૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, મેટલ ક્ષેત્રે ૧૧ ટકાનો તેમજ પીએસયુ ક્ષેત્રે ૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આઈટી તેમજ સ્મોલકેપ ક્ષેત્ર સેન્સેક્ષની સરખામણીએ સામાન્ય રહ્યા હતા. ૧૦ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ મુંબઈ શેરબજાર સેન્સેક્ષે સ્પર્શેલી ૨૧૨૦૬ની સર્વોત્તમ સપાટીને પાર કરી જવાના એંધાણ જોવા મળતા હતા, પરંતુ હંમેશની માફક ફરી એક વખત શેરબજારે પોતાનું જ ધાર્યું કર્યું હતું અને આ સર્વોત્તમ સપાટીને પાર કરી ન હતી. વર્ષ દરમ્યાન મુંબઈ શેરબજાર સેન્સેક્ષ ૨૦ ડીસેમ્બર ૨૦૧૧ના રોજ ૧૫૧૩૫ની નીચલી સપાટીને તેમજ ૫ ઓક્ટોબર ૨૦૧૨નાં રોજ ૧૯૧૩૭ની સર્વોત્તમ સપાટીને સ્પર્શી ગયો હતો.
સં. ૨૦૬૮ના વર્ષ દરમ્યાન વિદેશી ફંડોએ તેમના આક્રમક મિજાજનો પરિચય ભારતીય શેરબજારને તેમજ ભારતીય રોકાણકારોને આપ્યો હતો. વર્ષના અંતિમ ચરણમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલ આર્થિક સુધારા માટેના પગલાને લઈને વિદેશી રોકાણના પ્રવાહને વેગ મળ્યો હતો. વિદેશી ફંડોનું ભારતીય ઈક્વિટીમાં કુલ રોકાણ ગત વર્ષના રૃ.૪,૪૫,૬૭૫ કરોડના સ્તરથી વધીને રૃ.૫,૪૧,૨૫૧ કરોડના સ્તર પર પહોંચી જતા વર્ષ દરમ્યાન વિદેશી ફંડોના રોકાણમાં એકંદરે ૨૧% ટકાનો જંગી વધારો જોવા મળ્યો હતો. જોકે વિદેશી ફંડોનું રોકાણ મર્યાદિત ક્ષેત્રો પુરતું સીમિત રહ્યું હતું. વર્ષ દરમ્યાન સેન્સેક્ષ તેમજ મર્યાદિત ક્ષેત્રોમાં જોવા મળેલ ઉછાળો મુખ્યત્વે વિદેશી ફંડોના રોકાણને આભારી હોવાનું તારવી શકાય છે. વર્ષ દરમ્યાન બજારના વોલ્યુમમાં એકંદરે ગત વર્ષની સરખામણીએ વધારો જોવા મળ્યો હતો પરંતુ બજારની ચાલના અનિશ્ચિતતાના માહોલ વચ્ચે સામાન્ય રોકાણકારોનો એક બહોળો વર્ગ બજારથી વિમુખ થયેલ જોઈ શકાતો હતો. વિદેશી ફંડોના રોકાણમાં જંગી વધારો તેમજ સેન્સેક્ષમાં નોંધાયેલ ઉછાળા છતાં સામાન્ય રોકાણકારોમાં વિશ્વાસનો અભાવ જણાઈ આવતો હતો. કંપની પરિણામો એકંદરે સામાન્યથી નિરાશાજનક રહ્યા હતા. જાહેર ક્ષેત્રની બેંકોમાં એકંદરે વધેલ એન.પી.એ. (નોન- પરફોર્મિંગ એસેટ્સ) ખરેખર ચિંતાનો વિષય બની ગયેલ છે. કેન્દ્ર સરકાર, નાણામંત્રાલય તેમજ રીઝર્વ બેંકે આ બાબતે ઉચિત તેમજ અસરકારક પગલાં લેવાનો મત બજારના જાણકારો દ્વારા વ્યક્ત થઈ રહ્યો હતો. સારા વરસાદે અગત્યની ભૂમિકા ભજવી હતી. વર્ષ દરમ્યાન યુરોપીય કટોકટીએ વારંવાર દેખા દીધી હતી જેને લઈને ભારતીય તેમજ એશિયાના શેરબજારો બાન હેઠળ રહ્યા હતા. વારંવાર બદલાતી યુરોપીય કટોકટીની પરિસ્થિતિએ ભારતીય શેરબજારોને મૂંઝવણભરી સ્થિતિમાં ધકેલી દીધું હતું. વર્ષ દરમ્યાન વિદેશી ફંડોએ જંગી મૂડીરોકાણ સાથે ભારતીય શેરબજાર પરનું તેમનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું તેમજ સામાન્ય રોકાણકારોએ સાવચેતીનો સુર અપનાવી લીધો હોવાનું જણાઈ આવતું હતું. વર્ષ દરમ્યાન વધતા- જતા ફુગાવા આંકને લઈને કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિનું નિર્માણ થઈને એકંદરે નિરાશાજનક વાતાવરણ જોવા મળ્યું હતું.
આવનાર સં. ૨૦૬૯ના પ્રથમ ચરણ દરમ્યાન શેરબજારની ચાલ ગુજરાત તેમજ હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પરિણામ પર અવલંબિત રહેશે. તદઉપરાંત વિદેશી રોકાણનો પ્રવાહ પણ મહત્ત્વનો બની રહેશે, જે એકંદરે સકારાત્મક રહી શકે છે.
પરંતુ ઈક્વિટી માર્કેટમાં વધુ પડતા વિદેશી ફંડોના નાણાંપ્રવાહને ગંભીરતાથી આલેખવાની આવશ્યકતા પણ છે. સ્થાનિક રોકાણકારોનો શેરબજાર પરનો વિશ્વાસ જાળવી રાખવો જરૃરી બની રહેશે. વર્ષ દરમ્યાન જાહેર થનાર કંપની પરિણામો અતિ મહત્ત્વના બની રહેશે.
આગામી લોકસભાની ચૂંટણી પહેલાના આખરી બજેટમાં જાહેર થનાર વિવિધ દરખાસ્તો તેમજ વરસાદ પર પણ બજારની ભાવિ ચાલ અવલંબિત રહેશે. જોકે ફુગાવા આંક ચિંતાનો વિષય બની શકે છે. એકંદરે, આવનાર વર્ષ દરમ્યાન વિદેશી મૂડીરોકાણનાં મુદ્દે સાવચેતીપૂર્વકનો અભિગમ અપનાવીને, ફુગાવા આંક પર નિયંત્રણ મેળવી સામાન્ય રોકાણકારોનો બજાર પરનો વિશ્વાસ જાળવી રાખવાની બાબત કેન્દ્રસ્થાને બની રહેશે.

૨૦૬૮માં વિવિધ ઈન્ડેક્ષની ચાલ

ક્ષેત્ર

સં.૨૦૬૭નાં

સં.૨૦૬૮નાં

વધઘટ

 

બંધ ભાવાંક

બંધ ભાવાંક

ટકાવારીમાં

સેન્સેક્સ

૧૭૨૫૪

૧૮૬૭૦

+ ૮.૦૦

બેન્કેક્સ

૧૦૯૧૯

૧૩૩૧૦

+૨૨.૦૦

ઓટો

૯૨૭૭

૧૦૬૮૨

+૧૫.૦૦

મિડ-કેપ

૬૧૧૬

૬૬૮૨

+૯.૦૦

રિયલ્ટી

૧૮૧૫

૧૯૨૨

+૬.૦૦

સ્મોલ- કેપ

૬૮૦૦

૭૦૮૪

+૪.૦૦

આઈટી

૫૭૮૧

૫૭૮૭

-

પીએસયુ

૭૩૭૩

૭૧૬૮

-૩.૦૦

મેટલ

૧૧૩૫૭

૧૦૦૬૩

-૧૧.૦૦

વિતેલા વિક્રમ સંવતમાં એફઆઈઆઈનું રોકાણ

વર્ષ

FIIનું રોકાણ

૨૦૬૨

૧૧.૭

૨૦૬૩

૧૭.૮

૨૦૬૪

૧૨.૧

૨૦૬૫

૧૩.૫

૨૦૬૬

૩૧.૯

૨૦૬૭

૦.૯

૨૦૬૮

૧૮.૪


છેલ્લા દસ વર્ષમાં મુહૂર્તના દિવસે સેન્સેક્સ

વિક્રમ સંવત વર્ષ

અંગ્રેજી કેલેન્ડર તારીખ

સેન્સેક્સ

 

૨૦૫૬

૨૬ ઓક્ટોબર ૨૦૦૦

૩૭૫૭.૧૬

 

૨૦૫૭

૧૪ નવેમ્બર ૨૦૧૧

૩૧૧૩.૦૪

 

૨૦૫૮

૪ નવેમ્બર ૨૦૦૨

૨૯૮૭.૫૭

 

૨૦૫૯

૨૫ ઓક્ટોબર ૨૦૦૩

૪૮૦૨.૨૮

 

૨૦૬૦

૧૨ નવેમ્બર ૨૦૦૪

૫૯૬૪.૦૧

 

૨૦૬૧

૧ ઓક્ટોબર ૨૦૦૫

૭૯૪૪.૧૦

 

૨૦૬૨

૨૧ નવેમ્બર ૨૦૦૬

૧૨૭૩૬.૮૨

 

૨૦૬૩

૯ નવેમ્બર ૨૦૦૭

૧૮૯૦૭.૬૦

 

૨૦૬૪

૨૮ ઓક્ટોબર ૨૦૦૯

૯૦૦૮.૦૮

 

૨૦૬૫

૫ નવેમ્બર ૨૦૧૦

૨૧૦૦૪.૯૬

 

૨૦૬૭

૨૬ ઓક્ટોબર ૨૦૧૧

૧૭૨૮૮.૮૩

 

૨૦૬૮

૧૩ નવેમ્બર ૨૦૧૨

----

 


દિવાળી ટુ દિવાળી FIIનું રોકાણ

 માસ

ઈક્વિટીમાં

ડેટમાં

 

રોકાણ

રોકાણ

તા. ૮ નવેમ્બર સુધી ૨૯૯૬.૫૦

૫૬૧.૫૦

 

ઓક્ટોબર

+૨૦૨૭૨.૯૦

+૭૧૨૦.૭૦

સપ્ટેમ્બર

+૨૦૭૬૯.૦૦

+૧૩૭૨.૩૦

ઓગસ્ટ

+૯૭૨૯.૬૦

+૩૧૮.૦૦

જુલાઈ

+૧૦૩૪૬.૪૦

+૧૮૫૦.૭૦

જૂન

+૧૩૩.૫૦

-૮૩૯.૭૦

મે

૧૫૨૨.૮૦

+૫૮૫૫.૧૦

એપ્રિલ

-૧૮૬૫.૬૦

-૨૨૭૪.૦૦

માર્ચ

+૮૮૩૨.૯૦

-૭૯૯૬.૨૦

ફેબુ્રઆરી

+૨૫૨૧૭.૪૦

+૧૦૯૪૫.૪૦

જાન્યુઆરી

+૧૨૯૬૭.૨૦

+૧૭૦૬૩.૬૦

ડિસેમ્બર

-૧૨૮.૫૦

+૨૦૩૯૪.૫૦

નવેમ્બર

-૩૯૪૬.૬૦

+૧૬૦૦.૮૦

કુલ

૯૦૮૦૫.૪૦

૫૫૪૧૧.૨૦

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved