Last Update : 16-November-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૪-૧૧-૨૦૧૨, બુધવાર
વિક્રમ સંવત ૨૦૬૯ નૂતન વર્ષારંભ
કારતક સુદ એકમ-વિક્રમ સંવત ૨૦૬૯ નો પ્રારંભ, બેસતુ વર્ષ
જૈનવીર સંવત ૨૫૩૯ નો પ્રારંભ
ગોવર્ધન પૂજા. વિછુંડો સવારના ૬ ક. ૫૮ મિ. થી શરૂ

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત ૧૭ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૪૨ મિ. (સૂ) ૭ ક. ૩૮ મિ. (મું) ૭ ક. ૩૪ મિ.
જન્મરાશિ ઃ- આજે સવારના ૬ ક. ૫૮ મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવે. ત્યારપછી જન્મેલા બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ વિશાળા બપોરના ૧૨ ક. ૧૩ મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- તૂલા, મંગળ- ધન, બુધ- વૃિશ્ચિક, ગુરૂ- વૃષભ શુક્ર- કન્યા, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન - કુંભ પ્લુટો - ધન
ચંદ્ર- સવારના ૬ ક. ૫૮ મિ. સુધી તુલા પછી વૃશ્ચિક
વિક્રમ સવંતઃ ૨૦૬૯ ક્રોધ સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૯ દક્ષિણાયન હેમંતૠતુ રા.દિ. કા. ૨૩
માસ-તિથિ-વાર ઃ કારતક સુદ એકમને બુધવાર.
- વિક્રમ સંવત ૨૦૬૯ ક્રોધ સંવત્સરથી શરૂ.
- ગોવર્ધન પૂજા. અભ્યંગસ્નાન બલિપૂજા. ગોઠીડા. ઈષ્ટિયાગ.
- વંિછુંડો સવારના ૬ ક. ૫૮ મિ. થી શરૂ
- બાલદિન. નહેરૂ જયંતિ.
- અમૃત સિઘ્ધિયોગ બપોરના ૧૨ ક. ૧૩ મિ. થી શરૂ.
- ‘‘ગુજરાત સમાચાર’’ના તમામ વાંચકવર્ગને નવા વર્ષની શુભેચ્છાઓ.
- ગૌતમ સ્વામિને કેવળજ્ઞાન વીર સંવત ૨૫૩૯ નો પ્રારંભ
*
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૨૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૨૯ રોજ માહેસ્પંદ
- વેરાવળ, ગોવર્ધનેશજીનો ઉત્સવ.

 

તા. ૧૫-૧૧-૨૦૧૨, ગુરૂવાર
કારતક સુદ બીજ - ભાઈબીજ - યમદ્વિતીયા
વિંછુંડો રાત્રે ૩૦ ક. ૩૧ મિ. સુધી
વૃશ્ચિકમાં સૂર્ય

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૫૦ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૭ મિ., સૂર્યાસ્ત ૧૭ ક. ૫૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૪૨ મિ., (સૂ) ૭ ક. ૩૮ મિ., (મું) ૭ ક. ૩૫ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૩૦ ક. ૩૧ મિ. (ગુરૂવારની રાત્રે અને શુક્રવારની વહેલી સવારની ૬ ક. ૩૧ મિ.) સુધીમાં જન્મેલી બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલી બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ અનુરાધા સવારના ૯ ક. ૩૦ મિ. સુધી પછી જ્યેષ્ઠા સાંજના ૬ ક. ૩૧ મિ.થી સુધી. ત્યારપછી મુળ નક્ષત્ર. આજે સવારના ૯ ક. ૩૦ મિ. પછી જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિ પૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક ૨૯ ક. ૩૮ મિ., મંગળ-ધન, બુધ-વશ્ચિક, ગુરૂ-વૃષભ
શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર-રાત્રે ૩૦ ક. ૩૧ મિ. સુધી વૃશ્ચિક પછી ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધ, શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૯
દક્ષિણાયન હેમંત, ૠતુ રા.દિ. કા/૨૪
માસ, તિથી, વાર ઃ વિક્રમ સંવત ૨૦૬૯ કારતક સુદ બીજને ગુરૂવાર (ભાઈબીજ)
- આજે ભાઈબીજ - યમદ્વિતીય છે.
- ચંદ્રદર્શન
- વંિછુંડો રાત્રે ૩૦ ક. ૩૧ મિ. સુધી.
- સૂર્ય વૃશ્ચિકમાં ૨૯ ક. ૩૮ મિ.થી.
- જૂનાગઢ, પુરુસોત્તમલાલજીનો ઉત્સવ.
- ગરમ વસ્ત્રોના ભાવ વધે? તેલમાં તેજી?
- ચાંદી, તાંબાના ભાવ વધે? અનાજમાં મંદી?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૩૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૩૦ રોજ અનેશન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

આજનું ભવિષ્ય-૧૪-૧૧-૧૨

મેષ ઃ વિક્રમ સવંત ૨૦૬૯ના નૂતન વર્ષના પ્રારંભે આપને નવા વર્ષની શુભેચ્છાઓ. દેવદર્શન, મિલન મુલાકાતથી આનંદ રહે.
વૃષભ ઃ વિક્રમ સંવત ૨૦૬૯ ના કાર્તિક વર્ષારંભે આપને નવા વર્ષે ધર્મકાર્ય, દેવદર્શન થાય. નવા વર્ષની આપને શુભેચ્છાઓ.
મિથુન ઃ આપને નૂતન વર્ષની શૂભેચ્છાઓ દેવદર્શન, યાત્રા, પ્રવાસ, મીલન-મુલાકાતથી આનંદ રહે. બહાર જવાનું થાય.
કર્ક ઃ નૂતન વર્ષની સુપ્રભાતે આપને નવા વર્ષની શુભેચ્છાઓ. આજે દેવદર્શન, સગા સંબંધી મિત્રવર્ગથી ખર્ચ થાય, વ્યસ્તતા રહે.
સિંહ ઃ વિક્રમ સંવત ૨૦૬૯ના નૂતન વર્ષની આપને શુભેચ્છાઓ. આજની સુપ્રભાતે દેવદર્શન, યાત્રા, પ્રવાસ, મીલન મુલાકાતથી આનંદ રહે.
કન્યા ઃ કાર્તિક વર્ષારંભ ૨૦૬૯ના નૂતન વર્ષથી સુપ્રભાતે ધર્મકાર્ય મીલન-મુલાકાતથી આનંદમાં રહો. નવા વર્ષની શુભેચ્છાઓ.
તુલા ઃ વિક્રમ સંવત ૨૦૬૯ના નૂતન વર્ષના પ્રારંભે આપને નવા વર્ષની શુભેચ્છાઓ. આજે ધર્મકાર્ય દેવદર્શન, મીલન-મુલાકાતથી આનંદ રહે.
વૃશ્ચિક ઃ કાર્તિક વર્ષારંભ ૨૦૬૯ના નૂતન વર્ષની સુપ્રભાતે નવા વર્ષની આપને શુભેચ્છાઓ. ધર્મકાર્યથી, યાત્રા પ્રવાસથી આનંદ રહે.
ધન ઃ આપને નૂતન વર્ષની શુભેચ્છાઓ. વિક્રમ સંવત ૨૦૬૯ની સુપ્રભાતે દેવદર્શન થાય બહાર કે બહારગામ જવાનું થાય.
મકર ઃ વિક્રમ સંવત ૨૦૬૯ના નૂતન વર્ષની સુપ્રભાતે આપને નવા વર્ષની શુભેચ્છાઓ. ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાતથી આનંદ રહે.
કુંભ ઃ કાર્તિક વર્ષારંભ ૨૦૬૯ના નૂતન વર્ષની સુપ્રભાતે આપને નવા વર્ષની શુભેચ્છાઓ. ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય.
મીન ઃ વિક્રમ સંવત ૨૦૬૯ના નૂતન વર્ષની આપને શુભેચ્છાઓ. ધર્મકાર્ય, સગા સંબંધી-મિત્રવર્ગ, પુત્ર-પૌત્રાદિકથી આનંદ રહે, ખર્ચ થાય.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૪-૧૧-૨૦૧૨, બુધવાર

 

વિક્રમ સંવત ૨૦૬૯ના નૂતન વર્ષનો પ્રારંભ અને આપના જન્મવર્ષનો પ્રારંભ ધર્મકાર્યથી આનંદ ઉત્સાહથી શરૂ થાય. આપના માટે વર્ષારંભે સાનુકુળ સમય રહેવાથી નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં ફાયદો-લાભ મેળવી શકો. વિશેષમાં -- આજથી શરૂ થતા આપના જન્મવર્ષ દરમ્યાન તમારી આવક-સુખ-સંપત્તિમાં, માન-સન્માનમાં વધારો થાય.- વર્ષના ઉત્તરાર્ધમાં આરોગ્યની કાળજી રાખવી. સામાન્ય બિમારીની ઉપેક્ષા કરવી નહીં.- નોકરી-ધંધામાં વર્ષ લાભદાયી રહે. તમારી મહેનતનું શુભ ફળ પ્રાપ્ત કરી શકો.- સ્ત્રી વર્ગને પતિ-સંતાન-પરિવાર તેમજ પિયર પક્ષ પ્રગતિથી આનંદ રહે.- વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાય. સારી તક પ્રાપ્ત થાય.

 

 

આજનું ભવિષ્ય-૧૫-૧૧-૧૨

મેષ ઃ ભાઈબીજે આપે યાત્રા પ્રવાસમાં, વાહન ચલાવવામાં, પુત્રપૌત્રાદિકના આરોગ્યની બાબતમાં, ખાવાપીવામાં ઘ્યાન રાખવું પડે.
વૃષભ ઃ આજે આપને માનસિક પરિતાપ રહે. શ્રમ-થાક-કંટાળો અનુભવાય છતાં સગા સ્નેહી, મિત્રવર્ગના કારણે વ્યસ્ત રહેવાનું થાય.
મિથુન ઃ ભાઈબીજના પર્વે આપને ભાઈભાંડુ, સગાસંબંધી, મિત્રવર્ગના કામની વ્યસ્તા રહે. પરંતુ ખાવાપીવામાં હરવાફરવામાં ઘ્યાન રાખવું.
કર્ક ઃ આજનો દિવસ આપે શાંતિથી પસાર કરવો પડે. સગાસંબંધી મિત્રવર્ગ, પત્ની, સંતાન, પરિવારના પ્રશ્નમાં શાંતિ-ધીરજ રાખવી પડે.
સંિહ ઃ ભાઈબીજે આપના સગાસંબંધી, મિત્રવર્ગથી ખર્ચ થાય, ચંિતા દોડધામ રહે. બહાર જવા આવવાના કે બહારગામના આયોજનમાં સંભાળવું.
કન્યા ઃ આજે ભાઈબીજે આપ હળવાશ, રાહત અનુભનો, આપના સગા સંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય. એક પછી એક કામ ઉકેલતું જાય.
તુલા ઃ ભાઈબીજના આજના પર્વે આપને માનસિક વ્યગ્રતા રહે. અન્યના કારણે આપના કામમાં, આયોજનમાં ફેરફારો કરવો પડે.
વૃશ્ચિક ઃ આજે ખર્ચ-ચંિતા, શારીરિક-માનસિક શ્રમ-થાક છતાં આપે શાંતિ-ધીરજ રાખી સગા સંબંધી, મિત્રવર્ગના કામમાં ઘ્યાન આપવું પડે.
ધન ઃ યાત્રા પ્રવાસમાં, મિલન મુલાકાતમાં કે રસ્તામાં આવતા જતા ઉતાવળ કર્યા વગર આપે આપના તેમજ અન્યના કામમાં જાગૃતિ રાખવી.
મકર ઃ ભાઈબીજના પર્વે તમે સગા સંબંધી મિત્રવર્ગની વ્યસ્તતાના કારણે શ્રમ-થાક અનુભવો, ખર્ચ થાય છતાં આનંદથી બોલવું પડે, હરવું ફરવું પડે.
કુંભ ઃ આજે આપે યાત્રા પ્રવાસમાં તેમજ બહાર જવા આવવામાં, પત્ની, સંતાન, પરિવારના કામમાં ચંિતા, મુશ્કેલી, ખર્ચ અનુભવવો પડે.
મીન ઃ આજનો દિવસ આપે શાંતિથી પસાર કરી લેવો. વાહન ચલાવવામાં, રસ્તામાં આવતા જતા કે ખાવાપીવામાં સંભાળવું પડે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૫-૧૧-૨૦૧૨, બુધવાર

 

આજની તારીખે શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ કાર્યસફળતા પ્રગતિનું રહે. પરંતુ અવાર નવાર માનસિક પરિતાપ રહે. તેમાં પણ વર્ષના ઉત્તરાર્ધમાં તન-મન-ધનથી સંભાળવું પડે. * નોકરી-ધંધાના કામમાં ફાયદો-લાભ થાય, આવક થાય તેમ છતાં બચત કરો અને સાવધાન-સલામતી રાખવી નીતિ વલણથી શરૂઆત રાખવી જેથી વર્ષ ઉત્તરાર્ધમાં તકલીફ પડે નહીં. * આ વર્ષમાં ઉત્તરાર્ધમાં જોખમી કોઈ નિર્ણય કરવા નહીં. વિવાદથી દૂર રહેવું. આરોગ્ય સુખાકારીને પ્રાધાન્ય આપવું. * સ્ત્રી વર્ષાત્તે વર્ષ સાનુકૂળ રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પ્રેમ-મિત્રતા-લાગણીના સંબંધીમાં નિકટના પણ દગો થાય. * વિદ્યાર્થીઓને ભણવામાં પ્રગતિ રહે પરંતુ તબિયત સાચવવી પડે.

 

સુપ્રભાતમ્

- શાસકોમાં આટલાં વ્યસનો સંભવે છે- મદિરા-પાન, શિકાર, જુગટું, નાણાંની ગેરરીતિ અને વાણીમાં અને સજા કરવામાં કઠોરતા.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલી અને ચંપા તે દિવસે માણેકચોકમાં મળી ગઈ. ચંપાને જોઈને લીલી બોલી, ‘‘અરે, ચંપા ! આપણે કેટલા વર્ષે મળ્યા ! પાંચ-છ વર્ષ થયા હશે કાં ? પણ તું એકદમ ઘરડી લાગે છે.’’
‘‘સાચી વાત છે,’’ ચંપા બોલી, ‘‘જોને હું તને ઓળખી શકી જ નહીં. તારા સાડી અને બ્લાઉઝ ઉપરથી મેં તને ઓળખી.’’

[Top]
 

આજ ની રેસીપી

દિવાળીનાં નાસ્તા-મીઠાઈ

પુરીચાટ

 


સામગ્રી ઃ મેંદાની કડક પૂરી ૨૦-૨૫ નંગ, ૨૦૦ ગ્રામ રાજમા, ચાર ટેબલસ્પૂન બટર, બે ટેબલસ્પૂન ટામેટા સોસ, લાલ મરચું, મીઠું, તાંદુરી મસાલો કેે ચીલી હોટ સોસ, બારીક સમારેલી કોબી, ટામેટાં, લીલા કાંદા.

 

રીત ઃ રાજમાને ત્રણ-ચાર કલાક પલાળીને કૂકરમા બાફી લેવા. હવે એક વાસણમાં રાજમા, બટર, ટમેટો સોસ, મરચું-મીઠું, તંદુરી મસાલો બઘું નાખી ગરમ કરો. રાજમાને થોડા ક્રશ કરવા ઘટ્ટ થવા દેવું. પીરસતી વખતે ડિશમાં ત્રણ-ચાર પૂરી મૂકી ઉપર ગરમ રાજમાનું પૂરણ મૂકી ઉપર કોબી, ટામેટાં, કાંદો હોટ ચીલી સોસ નાખી ચીઝ ભભરાવવું. રાજમા આગલા દિવસે તૈયાર કરીને ફ્રીઝમાં રાખવા તો બીજા દિવસે આરામથી મહેમાનને પીરસી શકાય.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved