Last Update : 13-November-2012, Tuesday

 

પોલિટીકલ બ્રાન્ડનું દારૂખાનું !

- મન્નુ શેખચલ્લી


કહે છે કે આ વખતે અક્ષયકુમાર અને કરીના કપુરની છાપવાળા (ફોટાવાળા) ફટાકડા અને દારૂખાનું બહુ વધારે વેચાઈ રહ્યું છે !
આ તો ચૂંટણીની આચારસંહિતા નડે છે, બાકી આ વરસે નેતાઓના ફોટાવાળી ‘દારૂખાનું સિરીઝ’ બજારમાં મુકવા જેવી છે...
* * *
દિગ્વીજય ભીંત ભડાકા
જેટલા જોરથી પછાડો એટલો વઘુ અવાજ કરે છે. કોઇને છોડતા નથી.
* * *
કેજરીવાલ એટમબોમ્બ
જબરદસ્ત ધમાકો... મોટો અવાજ... ચારે બાજુ હલચલ... છતાં થોડી જ વારમાં ફરી શાંતિ !
* * *
રાહુલ ગાંધી લવંિગીયાં
સૌથી સલામત, નિર્દોષ, મનોરંજક અને આનંદદાયક ! ઓર્ડરથી જ મળશે. ફોડનાર કરતાં લવંિગીયાને વઘુ પ્રોટેકશન આપવું પડે છે.
* * *
મનમોહનસંિહ ટીકડી
ધીમો અવાજ, કોઈનું નુકસાન નહિ, બધા માટે ‘સેફ’.
* * *
સોનિયા ગાંધી ટીકડી-પિસ્તોલ
મનમોહન સંિહ ટીકડી આ પિસ્તોલ વડે જ ફૂટશે.
* * *
માયાવતી કોઠી
મોટું કદ, મોટો ફૈડકો, મોટો અવાજ, મોટી ઘુ્રજારી અને સૌ માટે મનોરંજન !
* * *
રામજેઠમલાની અગરબત્તી
પોતે ચૂપચાપ રહે છે પણ જયાં ચાપે ત્યાં ધડાધડી થાય છે !
* * *
અણ્ણા હજારે બપોરિયાં
ઘરડા વડીલો તથા નાનાં બાળકો માટે ટાઇમપાસ. દેખાવે રૂપાળાં છતાં સાવ નિર્દોષ.
* * *
શશી થરૂરની ફૂલઝડી
અત્યંત દેખાવડી આ ફૂલઝડીની કંિમત ૫૦ કરોડ છે ! ફાલતુ લોકોએ ભાવ પૂછવાની પણ તસ્દી ના લેવી.
* * *
મોઢવાડીયા સૂરસૂરિયાં
મોટી આતશબાજી, બોમ્બમારો અને ધડાકાઓની વચ્ચે ટાઇમપાસ...
* * *
મમતા બેનરજી મિર્ચી બોમ્બ
તીખો અવાજ, ચચરતો ઘૂમાડો, સસ્તો ભાવ છતાં ટીંચર જેવી અસર !
* * *
મુખ્યમંત્રીજી હવાઈ રોકેટ
પોતે જ ઊંચે જઈને ફૂટે છે, આતશબાજીથી બધાને ઇમ્પ્રેસ કર્યા પછી પણ હવામાં જ રહે છે.
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved