Last Update : 13-November-2012, Tuesday

 

આશા, અપેક્ષા, બોધપાઠ


વિક્રમ સંવતની વાર્ષિક ઘટમાળનું વઘુ એક ચક્ર આજે પૂરું થશે. તેનાથી કેલેન્ડરમાં દટ્ટા અને વેપારીઓના ચોપડા સિવાય બીજું શું બદલાશે, એ કહેવું મુશ્કેલ છે. કેમ કે, આ વર્ષ પણ અનેક આશા-અપેક્ષાઓ સાથે આવ્યું હતું. ગયા વર્ષે ભારતમાં વ્યાપક અને લોકપ્રિય બનેલા ભ્રષ્ટાચારવિરોધી આંદોલનથી પરિવર્તનની હવા સર્જાઇ હોવાનો માહોલ હતો. એ લહેરખી હતી કે સૂસવાતો પવન, એ આ વર્ષે નક્કી થવાનું હતું - અને હવે આ વર્ષ વિદાય લઇ રહ્યું છે ત્યારે એ સ્પષ્ટ બની ચૂક્યું છે કે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને લોકપ્રિય બનાવવાનું સહેલું છે, પણ તેને રાજકીય ધરા પર નક્કર કાર્યક્રમોમાં તબદીલ કરવું એ સાવ જુદી વાત છે. તેમાં કેવળ સારા ઇરાદાથી કામ ચાલતું નથી.
સારા ઇરાદાની વાત આવે એટલે જાણીતું અવતરણ પણ યાદ આવે કે નરક સુધી પહોંચવાનો રસ્તો સદ્‌ઇરાદાનાં પગથીયાંથી તૈયાર થયેલો છે. ‘પોઝિટિવ થંિકંિગ’ના છૂટક અને જથ્થાબંધ વેચાણના જમાનામાં કોઇને કદાચ ‘નેગેટિવ’ લાગે, તો પણ એ કહેણીનું તાત્પર્ય એ જ કે ઘ્યેયસિદ્ધિ માટે ‘સારા ઇરાદા’ સિવાય બીજી અનેક પ્રકારની સ્પષ્ટતાઓની જરૂર પડે છે. એવું ન હોત તો અન્ના હજારે અને અરવંિદ કેજરીવાલના રસ્તા શા માટે જુદા પડ્યા હોત? આંદોલનના ભરતીકાળમાં આ બન્નેના ઇરાદા સારા હોવાનું ઘણા લોકો ઝનૂનથી માનતા હતા અને બીજાને પણ મનાવવા પ્રયાસ કરતા હતા.
અન્ના-અરવંિદ આંદોલનથી કશો ફરક પડ્યો નથી, એમ તો શી રીતે કહેવાય? પરંતુ આ વર્ષે એ નિર્ણયાત્મક રીતે સાબીત થઇ ગયું છે કે આ જાતનાં આદોલનો હવે પ્રસાર માઘ્યમોના ટેકા વિના ચલાવવા કેટલાં અઘરાં છે અથવા પ્રસાર માઘ્યમોનો પૂરો સાથસહકાર હોય તો એક આંદોલનને થોડા સમય માટે કેટલી અવાસ્તવિક ઊંચાઇ મળી શકે છે. આ વર્ષના ઉત્તરાર્ધમાં જે રીતે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં અંતઃસ્ફોટ થયા અને જોણું ન થાય એવા અરવંિદ કેજરીવાલના તમામ પ્રયાસ છતાં, અન્ના-અરવંિદ વિભાજન પોતે એક જોણું બની ગયું. જીભછૂટા અને ‘હોઉં તો હોઉં પણ ખરો’ના પાઠમાં આવી ગયેલા અન્ના તથા તેજદિમાગ ગણતરીબાજ કેજરીવાલ એકબીજાના પૂરક બન્યા પછી હવે એકબીજાના છૂપા હરીફ બન્યા છે. બન્ને વચ્ચેની હરીફાઇ ભારતમાંથી ભ્રષ્ટાચાર મુક્ત કરવાની જ હોય તો એની સામે લોકોને શો વાંધો હોય? ઉલટું નાગરિકો તો ઇચ્છે કે આવા બીજા દસ-વીસ અન્ના અને કેજરીવાલો પણ હરીફાઇમાં ઉતરે. પરંતુ વાત એટલી સાદી નથી હોતી. માર્કેટંિગના આ જમાનામાં અન્નાએ ‘રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક’ના અંદાજમાં સૂચના જારી કરવી પડે છે કે અરવંિદજૂથે તેમના (અન્નાના) નામનો કે તેમની તસવીરનો ઉપયોગ કરવો નહીં. ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ના નામ ઉપર પણ અન્નાએ હકદાવો કર્યો છે. કારણ કે બન્નેનાં સહિયારા આંદોલનમાં એક બ્રાન્ડ તરીકે આ બન્ને બાબતો કિમતી બની છે.
આ વર્ષના અંતીમ ચરણમાં ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના મોરચે સૌથી નોંધપાત્ર અને દેખીતી ગેરહાજરી કિરણ બેદીની વર્તાય છે. આંદોલનની લોકપ્રિયતાની ચરમસીમા હતી ત્યારે કિરણ બેદી અન્ના હજારે અને કેજરીવાલની સાથે મંત્રણા કરતાં હોય, એવી ગાંધી-નેહરુ-સરદાર અંદાજની તસવીરો અને એવાં દૃશ્યો જોવા મળતાં હતાં. કિરણ બેદી આંદોલન વતી જાહેર સમારંભોમાં અને સોશ્યલ નેટવર્કંિગ સાઇટ્‌સ પર તેમની ફટકાબાજી ચલાવતાં હતાં. પરંતુ હવે અન્ના વિરુદ્ધ અરવંિદના જંગમાં કિરણ બેદી બાજુ પર રહી ગયાં છે. અન્ના પણ પોતાની નવી ટીમ પર વધારે ભાર મૂકી રહ્યા છે.
બીજી તરફ દેશમાં મોટા પાયે આર્થિક ગેરરીતિઓ અને તેને લગતા અતિશયોક્તિભર્યાં ચિત્રણો યથાવત્‌ ચાલુ રહ્યાં છે. અરવંિદ કેજરીવાલે જે રીતે વિવિધ રાજકીય પક્ષો અને ઉદ્યોગગૃહો સામે એકસામટી બંદૂકો ધણધણાવી છે- અને એ જ તેમની રાજકીય વ્યૂહરચના હોય એવું લાગે છે- ત્યારે આ પ્રકારની બંદૂકબાજી ટૂંકા ગાળાની થ્રીલ સિવાય લાંબા ગાળાનાં કેવાં ને કેટલાં પરિણામ આપશે, એ શંકાનો મોટો વિષય છે. કેજરીવાલના અંધાઘૂંધ બોમ્બમારાથી લોકોનું ઘ્યાન બીજે હટાવવા માગતા હોય તેમ, રાજકીય નેતાઓ પણ બેફામ નિવેદનો કરીને ન હોય ત્યાંથી વિવાદો સર્જી રહ્યા છે. તેમાં રાષ્ટ્રના અગત્યના પ્રશ્નો અને મુદ્દાઓ ‘નીરસ’ ગણાઇને બાજુ પર રહી જાય છે.
ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની પછડાટ અને ભ્રષ્ટાચારની અવિરત ગતિનો અર્થ એવો નથી કે દેખીતી અસર ન થાય એવાં આંદોલન થવાં જ ન જોઇએ. આ વર્ષની ગતિવિધિમાંથી મળતો બોધપાઠ એ જ છે કે ભ્રષ્ટાચાર જેવા અનેકપાંખીયા મુદ્દા સામે જંગ છેડવાનો હોય ત્યારે તેના એક-એક કરીને ભાગોનું છેદન થવું જોઇએ અને એ પ્રક્રિયામાં લોકોને સૂત્રો પોકારવાથી આગળના સ્તરે સામેલ કરવા જોઇએ. એક સાથે ચોથા વર્ગના કર્મચારીથી માંડીને સચિવ સુધીના સૌ કોઇને સૂચિત જનલોકપાલના અધિકારક્ષેત્રમાં આવરી લેવાની આત્યંતિક માગણી પડતી મૂકીને, વધારે ઉત્તરદાયિત્વ અને વધારે પારદર્શકતા માટે પ્રજાકીય દેખરેખનું તંત્ર પણ ગોઠવાવું જોઇએ. પ્રજાકીય જાગૃતિ અને સમજણ ઘડિયાળને બદલે કેલેન્ડરમાં માપી શકાય એવી ‘ઝડપ’ ધરાવે છે, પરંતુ ગમે તેટલો લાંબો હોવા છતાં, એ જ એકમાત્ર રસ્તો છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved