Last Update : 13-November-2012, Tuesday

 
દિલ્હીની વાત.
 

આર્થિક સુધારાનું સુરસુરીયું
આર્થિક સુધારાના બણગાં ફૂંકનાર કેન્દ્ર સરકારને હવે ખ્યાલ આવી ગયો છે કે આર્થિક તંત્ર વધુ નેગેટીવ ફેકટરવાળું બન્યું છે. આર્થિક સુધારાની કોઇ અસર થઇ નથી અને ફુગાવો વધ્યો છે. વધતો જતો ફુગાવો નાણા પ્રધાન માટે ચિંતાનો વિષય બની ગયો છે. સરકાર હવે ખાદ્ય ના વધે તે માટે પ્રયાસ કરે છે. સરકાર મોટા પાયે ખર્ચામાં કાપકૂપ ઇચ્છે છે પણ તે તાત્કાલિક નિર્ણય લઇ શકતી નથી.
ચિદમ્બરમની ચિંતા
વધતી જતી ખાદ્ય અંગે નાણાપ્રધાન પી. ચિદમ્બરમ ચિંતિત છે. તેમણે કેન્દ્રિય પ્રધાનો અને સરકારના વિવિધ ખાતાઓને એમ કહ્યુ હોવાનું મનાય છે કે સરકારના હવેના બાકી વર્ષમાં ફાળવાતા ભંડોળમાં ૪૦ ટકા જેટલો કાપ આવશે. હાલના નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં કેટલું ભંડોળ વાપર્યુ છે તેના પરથી બાકીનું ભંડોળ ફાળવવા વિચારાશે. નાણા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલની ખાધ વધુ ના વધે તે માટે મૂળ બજેટની અંદાજીત રકમમાં એક લાખ કરોડના કાપ અંગે વિચાર્યું છે.
બજેટ ફાળવણી પર પણ કાપ
સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે પોસ્ટ ડિપાર્ટમેન્ટ માટે પહેલા નિયત કરાયેલા ૮૦૦ કરોડ પૈકી ૫૦૦ કરોડ અપાયા છે. એવી જ રીતે માહિતી અને પ્રસારણ ખાતાના ૯૦૫ કરોડના બજેટ પર પણ કાપ આવશે. એવી જ રીતે સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ હેવી ઇન્ડસ્ટ્રીઝના ખાતા સહિત અન્ય ખાતાઓના બજેટમાં પણ કાપ મુકાવવાની શક્યતા છે.
ભંડોળનો ઉપયોગ અંગે વિવાદ
કેન્દ્ર સરકારની કેટલીક સ્કીમોના અમલ માટે રાજ્ય સરકારોને અબજો રૃપિયા ફાળવવામાં આવે છે. પરંતુ તેનો અસરકારક ઉપયોગ થાય છે કે કેમ તે હંમેશા વિવાદનો પ્રશ્ન રહ્યો છે. ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર આયોજન પંચ પરિવર્તન માટે કેટલાક સૂચનો કર્યા છે જ્યારે નાણા પ્રધાને વડાપ્રધાનને પત્ર લખીને વધુ ફેરફારો માટે કહ્યું છે. સૂત્રો જણાવે છે કે કેન્દ્રની ૧૦૦ જેટલી યોજનાઓનો ખર્ચ ૩૦૦ કરોડ રૃપિયા જેટલો છે જેનો ખર્ચ રાજ્ય સરકારને સોંપવા વિચારાય છે. જેથી સરકાર તેની મુખ્ય યોજનાઓ પર ધ્યાન આપી શકે.
મુખ્ય પ્રધાનોની બેઠક
નાણાપ્રધાન પી. ચિદમ્બરમ્ હવે મુખ્ય પ્રધાનોને બોલાવશે અને દરેકના વિચારો જાણશે. મુખ્ય પ્રધાનોની પ્રથમ બેઠક આગામી શુક્રવારે બોલાવશે. નાણાપ્રધાને એવી પણ ઇચ્છા વ્યક્ત કરી છે કે ૧૨મી પંચવર્ષીય યોજનામાં ૫૦૦ કરોડથી ઓછી કોઇ સ્કીમ નહીં લવાય. નાણા પ્રધાને સૂચવ્યું છે કે સામાન્ય કેટેગરીવાળા રાજ્યોને વધુમાં વધુ ૨૫ ટકા ફાળવવા તેમજ સ્પેશ્યલ કેટેગરીવાળા રાજ્યોએ ૧૦ ટકા કેન્દ્રીય ભંડોળ માટે સૂચવ્યું છે.
કલ્યાણસિંહ ફરી ભાજપમાં
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહની પાર્ટી જનશક્તિ પાર્ટી આગામી થોડા દિવસોમાં ભાજપમાં જોડાશે. આમ થશે તો ભાજપને મોટું બળ મળશે. કલ્યાણસિંહ પછાત વર્ગના નેતા હોવાની સાથે અસરકારક વક્તા પણ છે. આ ઉપરાંત તે હિંદુત્વના પોસ્ટર બોય તરીકે જાણીતા છે. જેમણે બાબરી મસ્જીદ ધ્વંસની જવાબદારી લીધી હતી.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved