Last Update : 13-November-2012, Tuesday

 

પ્રગટી દીપમાળા પણ અજવાળાં કયાં?

વિચાર વિહાર - યાસીન દલાલ
- દેશની સ્થિતિ જેટલી દુઃખદ છે, એટલી જ દુનિયાની છે.

 

વિક્રમનું એક વધુ વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે. જુનું વર્ષ જાય અને નવું વર્ષ આવે, એને આપણે એક પર્વ ગણીને એની ઉજવણી કરીએ છીએ. પણ, આ ઉજવણી હવે માત્ર એક યંત્રવત્ વિધિ બનીને રહી ગઈ છે. આપણે સૌ એકમેકને ભેટીશું, સાલ-મુબારક કરીશું, ફટાકડા ફોડીશું, ચોપડાપૂજન કરીશું, દીવા પ્રગટાવશું પણ આ દીવામાં ઉજાસ છે ખરો? બહાર ચોક્કસ પ્રકાશના ઢગલા દેખાશે, આકાશ આખું ભરાઈ જશે, પણ અંતરનો ઉજાસ ક્યાં?
દરેક નવી દીપોત્સવી ગઈ દીપોત્સવી કરતાં વધુ નિસ્તેજ પૂરવાર થઈ રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ જ ક્રમ ચાલ્યો આવે છે. ગયે વર્ષે ક્ષિતિજ ઉપર થોડાં આશાનાં કિરણો દેખાયેલાં અને આગામી વર્ષ ઉજળું બનશે એવી અપેક્ષા જન્મેલી પણ, બધી જ અપેક્ષાઓ જાણે કે ધુળમાં મળી ગઈ છે.
વીતેલા વર્ષનું સરવૈયું કાઢવા માટે જ્યારે આસપાસ, દેશ અને દુનિયા ઉપર દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે ચારે તરફ ઘોર નિરાશા અને અંધકાર સામે આવે છે. દેશની સ્થિતિ જેટલી દુઃખદ છે, એટલી જ દુનિયાની છે. પણ, આપણને આપણી આસપાસના જીવન સાથે વધુ નિસ્બત છે.
ગયા વરસે ૯ ટકાનો વિકાસદર મળ્યો એ સારા સમાચાર હતા. આખી દુનિયાએ એની નોંધ લીધી હતી પણ આ વરસે વિકાસદર ઘટીને છ અને સાડા પાંચ ટકાએ પહોંચી ગયો. આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પણ આપણને આર્થિકદરની રીતે નીચે ઉતારી મૂક્યા. ઉપરથી મોંઘવારી ઘટવાને બદલે વધે છે. સરકારે એક ઝાટકે ડીઝલના ભાવ ચાર રૃપિયા વધારી દીધા. પરિણામે રેલ્વેનું નુર વધ્યું અને ટ્રાન્સપોર્ટના ભાવ પણ વધ્યા. જેને લીધે જીવનજરૃરી બધી જ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા. ખૂબીની વાત તો એ છે કે સરકાર આ બાબતમાં લોકોને ઉલ્લુ બનાવી રહી છે. વિદેશમાં એક બેરલના ભાવ ઘટે એટલે આપણે ત્યાં ઘટતા નથી. પણ ત્યાં ભાવ થોડાક વધે એટલે આપણે ત્યાં તરત ભાવ ડબલ થઈ જાય છે. ઉપરથી પેટ્રોલિયમ બનાવટો ઉપર આપણે ત્યાં આબકારી અને કસ્ટમ જકાત અત્યંત ઉંચા દરે લેવાય છે. એ દર સ્થિર નથી પણ જેટલા ભાવ વધે એટલા કરવેરા પણવધે. ચાર રૃપિયા વધે તો કરવેરા સાથે છ થી સાત થઈ જાય છે. ઉપરથી રાજ્યો વેટ પણ સ્થિર રાખવાને બદલે વધાર્યે જ જાય છે. પરિણામે મોંઘવારી અને વધતા ભાવ એ આપણી મહાસમસ્યા બની ગઈ છે.
પણ વરસ પૂરું થતું હતું ત્યાં જ વિશ્વભરમાં ભયાનક મંદી ફેલાઈ ગઈ. અમેરીકાની મોટી મોટી બેંકો કાચી પડી. આને કારણે આપણે ત્યાં પણ શેરબજાર દસ હજારના આંકથી નીચે ઉતરી ગયું. ડોલર સામે રૃપિયો મજબૂત થતો હતો તે પણ તૂટી ગયો. આ જમાનો વૈશ્વિકીકરણનો છે. પરિણામે અમેરિકામાં જે થાય એની અસરમાંથી કોઈ મુક્ત રહી શકે નહીં. પરિણામે આ વરસે આપણો વિકાસદર સાત ટકાએ આવી જાય એવી શક્યતા છે. મોંઘવારીએ પણ માઝા મૂકી છે.
આ આખું વરસ કૌભાંડોનું વરસ રહ્યું. અન્ના હઝારે એમના ગામ જતાં રહ્યા એ પછી અરવિંદ કેજરીવાલ દરરોજ નવા નવા કૌભાંડો ખોલતા રહે છે. શ્રીમતી સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડેરા પછી નીતિન ગડકરીનો વારો આવ્યો. રોબર્ટ વાડેરા કોઈ પક્ષના હોદ્દેદાર નથી એમની ઉપર આરોપ છે કે ડી.એલ.એફ. પાસેથી એમણે વગર વ્યાજની ૬૫ કરોડની લોન લીધી. સામે બચાવે એ છે કે એ લોન નહોતી પણ એડવાન્સ હતું. બીજી દલીલ એ છે કે વાડરા અને ડી.એલ.એફ. બંને ખાનગી સંસ્થાઓ છે પણ નીતિન ગડકરી તો ભાજપના અધ્યક્ષ પદે બિરાજે છે. એમણે ભૂગર્ભમાં ચેક ડેમ માટે એક ખેડૂતની વધેલી જમીન પચાવી પાડી અને ૭૦ હજાર કરોડને ખર્ચે સિંચાઈ યોજનાઓ બની પણ પાણીનું એક ટીપું ખેડૂતોને મળ્યું નથી. એ બધુ પાણી ગડકરી જેવા મોટા ઉદ્યોગપતિઓ તાણી જાય છે. ગડકરીના ૧૭ મોટા કારખાના છે. અનેક કારખાનાઓ તો બેનામી છે ત્યાં ચેનલોના પ્રતિનિધિઓ ગયા ત્યારે એ કારખાનાઓનું અસ્તિતવ જ નહોતું. આ પ્રજાની નિરાશામાં એક વધુ ઉમેરો થયો છે. કોલગેટ કૌભાંડમાં એક લાખ એંસી હજાર કરોડ તણાઈ ગયા. એમાં કોલસા પ્રધાનના પુત્રનો સીધો હાથ છે. આ ઉપરાંત કોંગ્રેસી સાંસદ નવીન જીંદાલને સૌથી વધુ લાભ થયો છે. એમના ગોટાળાઓનો એક ચેનલે પર્દાફાશ કર્યો એ પછી જીંદાલે એ ચેનલ ઉપર કેસ કર્યો છે તો ચેનલે જીંદાલ ઉપર સામે કેસ કર્યો છે. આ બધા પક્ષો ભ્રષ્ટાચારી સાબિત થયા છે. પ્રજા જાય તો ક્યાં જાય?
નવો માહિતીના અધિકારનો કાયદો આવ્યો પણ એ અધિકાર માંગનારની હત્યા થઈ જાય છે. અત્યાર સુધી ૧૫ થી ૨૦ હત્યાઓ થઈ ચૂકી છે. ઉપરથી સારું કામ કરનારા અમલદારોને કાઢી મૂકાય છે અને કાં એમની બદલી થઈ જાય છે. હરિયાણાના ખેમકાની ૨૦ વરસમાં ૪૦ બદલી થઈ, તો મહારાષ્ટ્રના એક અધિકારીએ સિંચાઈ યોજનાઓની પોલ ખોલી તો એમને એટલા હેરાન કરવામાં આવ્યા કે એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ માંગી લીધી છે. માહિતીના અધિકાર હેઠળ એક બહેને માહિતી માંગી અને ગડકરીને મળવા ગયા ત્યારે ગડકરીએ ચોખ્ખું કહ્યું કે શરદ પવાર અને હું મિત્રો છીએ એ ચાર કામ મારા કરી દે છે અને હું ચાર કામ એમના કરી દઉં છું.
આપણે દંભ કરવો હોય અથવા આત્મપ્રતારણમાં રાચવું હોય તો કહી શકીએ કે ચારેબાજુ બધું બરોબર છે અને ક્યાંય કશું ખોટું નથી. આપણા શાસકો જાતે પણ આવા ભ્રમમાં રાચે છે અને આપણને પણ એમની સાથે દોરી જાય છે. પણ દેશના હિતચિંતકો પણ આ બધી ભ્રમજાળથી પર રહીને સ્વતંત્રપણે વિચારે છે ત્યારે એમને ચારેબાજુ વિભીષિકા જ દેખાય છે.
અત્યારે સુધી આપણને આર્થિક બેહાલી, ગરીબી, બેરોજગારી, મોંઘવારી જેવા પ્રશ્નોની જ ચિંતા થતી હતી, પણ હવે તો આ બધા પ્રશ્નો જાણે કે ગૌણ થઈ ગયા છે. અત્યારે તો એક રાષ્ટ્ર તરીકેના આપણા અસ્તિત્વ ઉપર જ ખતરો તોળાઈ રહ્યો છે. જે આદર્શો અને સિધ્ધાંતો ઉપર આપણે આઝાદી મેળવી એ પાયો જ ડગમગી રહ્યો છે.
દેશ જ્યારે ભડકે બળી રહ્યો છે. ત્યારે મોટાભાગના લોકો તમાશો જોઈ રહ્યા છે. આજના સમયની મોટી કરૃણતા આ છે. બધા જ નિષ્ક્રિય થઈ ગયા છે. બધાએ જાણે કે લાચારી સ્વીકારી લીધી છે અને પોતાના માથેથી જવાબદારી ખંખેરી નાખી છે. આમાં વિરોધપક્ષો બિનપક્ષીય કાર્યકરો, નેતાઓ, વિચારકો, ઉદ્યોગપતિઓ બધાનો જ સમાવેશ થઈ જાય છે. 'શું થશે' એવો પ્રશ્ન સૌકોઈ એકમેકને પૂછે છે... પણ એમાં પોતાની ભૂમિકા શી છે એ કોઈ વિચારતું નથી.
આપણે અંગ્રેજો પાસેથી રાજ્ય નહોતું માગ્યું, સ્વરાજ્ય માગ્યું હતું પણ આપણા શાસકોને તો જાણે રાજ્ય જોઈતું હતું. એવું લાગે છે કે માત્ર શાસન કરનારા જ બદલાયા છે. પ્રજા એની એ જ રહી છે. એના દુઃખ દર્દો એના એ જ રહ્યા છે. જ્યાં દરેકને એમ થાય કે આ મારું રાજ્ય છે, એનું નામ સ્વરાજ્ય પણ અત્યારે સ્થિતિ એવી છે કે દરેકને એમ થાય છે કે આ મારું રાજ્ય નથી પેલાનું છે. ગરીબને થાય છે કે આ ધનિકનું રાજ્ય છે, પ્રમાણિકને થાય છે આ ભ્રષ્ટનું રાજ્ય છે. પછાતોને થાય છે કે આ સવર્ણોનું રાજ્ય છે, સવર્ણનો થાય છે કે આ પછાત વર્ગોનું રાજ્ય છે, હિંદુઓને લાગે છે લઘુમતીનું રાજ્ય છે, અને લઘુમતીને લાગે છે, આ હિંદુ રાજ્ય છે. અને આ સૌ પાસે પોતપોતાની માન્યતાનું સમર્થન કરે એવી દલીલો છે! સૌની ફરિયાદમાં થોડું થોડું તથ્ય છે!
કૃષિક્ષેત્રે નોંધપાત્ર વિકાસદર હજી નોંધાયો નથી. રાષ્ટ્રીય વિકાસદર ૫ ટકા છે તો કૃષ વિકાસનદર માત્ર ત્રણથી સાડા ત્રણ ટકા જ છે. કૃષિપ્રધાન દેશ માટે આ સારીવાત નથી. હજી પણ દેશના ઘણા ભાગોમાં ખેડૂતો દેવું પડી જતાં આપઘાત કરે છે. જો કે સરકારે એક સાહસિક પગલું ભરીને કૃષિ લોનો માફ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત દેશમાં પહેલીવાર ગ્રામીણ રોજગાર યોજના લાગુ કરાઈ છે અને ગ્રામ્ય પ્રદેશોમાં અમુક ચોક્કસ દિવસો પૂરતી લઘુત્તમ રોજગારીની ગેરંટી આપવામાં આવી છે. આ યોજના સફળ થાય તો ગરીબી નાબૂદીમાં મદદ મળી શકે, પણ આપણી મોટી મુશ્કેલ યોજનાઓના અમલીકરણમાં રહેલી ક્ષતિઓની છે. આપણી અમલદારશાહી ઢીલી અને ભ્રષ્ટ છે. પરિણામે ગમે તેટલી સારી યોજના હોય તો પણ એના ફળ પૂરેપૂરા પ્રજા સુધી પહોંચી શકતા નથી.
અને, આમાં જ આજની સમગ્ર પરિસ્થિતિનો અર્ક છે, એક પ્રકારની વિફળતા 'આલિયનેશન'ની લાગણી આપણને સૌને ઘેરી વળી છે એ દૂર થાય અને એને સ્થાને સૌ સામેલપણા અને 'ઈન્વોલ્વમેન્ટ'ની લાગણી અનુભવે ત્યારે જ સ્થિતિ પલટાય. આમ કરવાનું આપણા, આપણા સૌના હાથમાં છે. આપણે મિથ્યા આશાવાદમાં રહેવાની જરૃર નથી. ''ઈશ્વર સૌ સારાં વાનાં કરશે એવી આસ્થા આપણને ઉગારશે એમ માનીને બેસી રહેશું તો આવનારો સમય આપણી હાંસી ઉડાવશે. દેશ પ્રત્યે નિષ્ઠા ધરાવતા સૌએ, સામાન્યજને, ગરીબે અમીરે, હિંદુએ, મુસ્લિમે, સવર્ણે, હરિજને, વિચારકે કે ઉદ્યોગપતિએ સક્રિય થઈને કશુંક નક્કર કરવાનો આ સમય છે. દૂર બેસીને તમાશો જોશું તો જે આગ લાગી છે, એનો તાપ આપણને પણ દઝાડી જશે, એ તથ્ય ન ભૂલીએ આપણે આપણા ટૂંકા સ્વાર્થોને ભૂલીએ, અને કોમ, જ્ઞાાતિ, વર્ગ, ધર્મ, આદિની ઓળખ ભૂલીને એક દેશપ્રેમી નાગરિકની ઓળખને જ સૌથી મોટી ઓળખ તરીકે અપનાવીએ તો જ આમાંથી છુટવાનો માર્ગ નીકળશે. એકવાર આપણે દેશને, આપણા બંધારણને, આપણા આદર્શોને તૂટતા બચાવી લઈએ. પછી આગળ માર્ગ વિચારશું. અત્યારનો સવાલ અસ્તિત્ત્વનો સવાલ છે. આગામી દીપોત્સવી આપણને આ અસ્તિત્વની મથામણમાંથી છુટકારો અપાવી ચૂકી હશે તેવી આશા સાથે વિરમીએ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 

 

 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved