Last Update : 13-November-2012, Tuesday

 
 

વિશ્વની નજર તેંડુલકર પર મંડાયેલી છે
ભારત માટે ઘણા લાંબા સમય પછી ઘરઆંગણે પડકારજનક ટેસ્ટ શ્રેણી

ઈંગ્લેન્ડે યાદ રાખવું પડશે કે અહીં લોર્ડ્ઝ નથી

ગાંગુલીની કોલમ

ક્રિકેટ ચાહકોને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની શરૃઆત થાય તેનો ઇંતેજાર હોય તેમ લાગે છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પછી એવી જોરદાર ટક્કરની કોઇ ટેસ્ટ શ્રેણી જોવા નથી મળી. ભારતે ઈંગ્લેન્ડ અને તે પછી ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે તે જોતા આગામી ચાર મહિનામાં જોરદાર ક્રિકેટ જોવા મળશે. જેમાં આઠ ટેસ્ટ રમાશે. ભારતને માટે એ રાહતની બાબત છે કે ઘરઆંગણે રમવાનું છે.
ભારતની ભૂમિ પર છેલ્લે ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયાની ટીમ આવેલી તે છેલ્લે આવેલી ટીમોમાં સૌથી મજબૂત હતી. સાઉથ આફ્રિકાની ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૦૯ની પ્રવાસી ટીમ પણ મજબુત હતી પણ સ્ટીવ વોની ૨૦૦૧ની ટીમ તેના કરતા તો મજબુત જ કહી શકાય.
ભારતે હવે જેની સામે રમવાનું છે તે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમની વાત કરીએ તો વર્તમાન સમતુલા અને તાકાતની રીતે ઈંગ્લેન્ડની ટીમ વધુ ચઢિયાતી કહી શકાય. પ્રેકટિસ મેચોમાં તેઓએ ખૂબ જ સારી બેટિંગ બતાવી છે. જોકે બ્રોડ અને ફીન જેવા બોલરોને થયેલી ઈજાથી તેઓ ચિંતિત થયા હશે. બ્રોડ પણ પ્રથમ ટેસ્ટ મેચ રમવા તો આતુર હશે જ.
બોલરોની ભારતીય પીચ પરની નબળાઇ મોટા સ્કોરથી સરભર કરી શકાય તે જોતા ઈંગ્લેન્ડ માટે તેના બેટ્સમેનોનું ફોર્મ ઘણું જ મહત્વનું છે.
ઈંગ્લેન્ડે ચાર ટેસ્ટની લાંબી શ્રેણી રમતી વખતે ઓસ્ટ્રેલિયાએ જેમ ભારતની કંડીશનથી ટેવાઇને પ્રવાસને આનંદમાં ફેરવતી માનસિકતા બતાવી હતી તેમ ઈંગ્લેન્ડે તેઓમાંથી પ્રેરણા લેવી પડશે. ઈંગ્લેન્ડે યાદ રાખવું પડશે કે અહીં લોર્ડ્ઝનું ગ્રાઉન્ડ નથી. તમને ફાવતી પીચ અને કંડીશનના શસ્ત્ર સરંજામ નથી.ભારતે તેની તૈયારી અમદાવાદ જતા પહેલા મુંબઇના બ્રેબ્રોર્ન સ્ટેડિયમમાં કરી હતી. તેંડુલકરના દેખાવ પર બધાની નજર મંડાયેલી છે. મોટી શ્રેણીમાં મોટા ખેલાડીઓએ તેમના માથે જવાબદારી લેવાની હોય છે.તેંડુલકર માટે આગામી આઠ ટેસ્ટ મેચ ઘણી જ નિર્ણાયક છે. કાલીસે બ્રિસ્બેનમાં રમાતી પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી છે. તેંડુલકરને આવી ઇનિંગ પ્રોત્સાહિત કરી શકે તેમ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved