Last Update : 13-November-2012, Tuesday

 

કોંગ્રસનાં ૧૪ વર્ષ જૂના સાથી પક્ષ
મજલિસે કેન્દ્ર અને આંધ્રમાં કોંગ્રેસ સરકારને ટેકો પાછો ખેંચ્યો

બંને સરકારોને હાલ પૂરતો કોઇ ખતરો નથી

(પીટીઆઇ) હૈદરાબાદ, તા. ૧૨
આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને આંચકો આપતા તેના લાંબા સમયનાં સહયોગી મજલિસે ઇત્તેહદુલ મુસ્લેમિને (એમઆઇએમ) આજે કેન્દ્રની યુપીએ સરકાર અને રાજ્ય સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો હતો. એમઆઇએમ દ્વારા આ જાહેરાત કરવામાં આવ્યા પછી કોંગ્રેસે આજે દાવો કર્યો હતો કે એમઆઇએમે ટેકો પાછો ખેંચી લીધો હોવા છતાં યુપીએ સરકાર મજબૂત અને સ્થિર છે.
લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવેસીએ આરોપ મૂક્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા કોમી રમખાણોમાં મુસ્લિમ લઘુમતિઓને નિશાન બનાવવામાં આવ્યાં છે.
સાત ધારાસભ્યો ધરાવતા એમઆઇએમ પક્ષનાં વડા ઓવેસીએ આરોપ મૂક્યો હતો કે કિરણકુમાર રેડ્ડી સરકારે રાજ્યમાં સંઘના કાર્યકરોને છુટો દોર આપી દીધો છે.
તેમણે જણાવ્યું હતું કે ૧૯૯૮થી આંધ્રપ્રેદશ સરકાર સાથે જોડાયેલ એમઆઇએમે સંઘ પરિવારનાં કાર્યકરોને અંકુશમાં રાખવાની માંગ કરી હતી. . આમ છતાં રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભમા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમણે જણાવ્યું હતું કે આવા સંજોગોમાં એમઆઇએમ રાજ્યમાં કોંગ્રેસ સરકાર અને કેન્દ્રમાં યુપીએ સરકારને સમર્થન આપવાનું ચાલુ રાખી શકે તેમ નથી.
એમઆઇએમનાં આ નિર્ણય પછી કોગ્રેસનાં પ્રવક્તા સંદીપ દિક્ષિતે જણાવ્યું હતું કે એમઆઇએમ દ્વારા ટેકો પાછો ખેંચી લેવામાં આવ્યો હોવા છતાં સરકાર સ્થિર અને મજબૂત છે. અમને લોકસભામાં ૨૮૦થી ૩૦૦ સાંસદોનું સમર્થન પ્રાપ્ત છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં એમઆઇએમ ત્રીજો પક્ષ છે જેણે યુપીએ સરકારને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે. આ અગાઉ તૃણમુલ કોંગ્રેસ અને ઝારખંડમાં બાબુલાલ મરાંડીના પક્ષે પણ યુપીએને આપેલો ટેકો પરત લઇ લીધો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved