Last Update : 13-November-2012, Tuesday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય.

*કોલકાતા આગામી ૨૦ વર્ષમાં રણ બની જશે એમ કોઇને કહીએ તો તેને આંચકો આવે તેમ છે. એક એવોર્ડ વિનિંગ ડોક્યુમેન્ટરી 'એન ઇન્કન્વિનિએન્ટ ટ્રથ'માં અમેરિકાના પૂર્વ પ્રમુખ અલ ગોરેએ શાંઘાઇ પછી કોઇ દેશના અસ્તિત્વ સામે ચેતવણી આપી છે તો તે છે કોલકાતા. ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ અંગેના અભ્યાસોના આધારે તૈયાર કરવામાં આવેલી આ ડોક્યુમેન્ટરીમાં જણાવવામાં આવ્યું છે. *આઇલા નામના વાવાઝોડાની ગંભીર અસરથી કોલકાતા બચ્યું હોય તો તેનું એકમાત્ર કારણ સુંદરબન હતું. કોલકાતા હવે દિવસેને દિવસે ગરમ થતું રહ્યું છે. જો આવી સ્થિતિ રહેશે તો ૨૦ વર્ષમાં તે રણમાં ફેરવાઇ જશે. ૨૦ વર્ષમાં કોલકાતાનું તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસે પહોંચી જશે તો ૫૦ વર્ષમાં હાલ સહારાના રણમાં છે તેટલું એટલે કે ૪૮ ડિગ્રીએ પહોંચશે.
*રાજધાની દિલ્હીને રોગચાળાએ ભરડો લીધો હોય તેમ લાગે છે કેમ કે ડેન્ગ્યુ પછી હવે સ્વાઇન ફ્લૂના દરદીઓની સંખ્યા વધી રહી છે. *૨૦૦૯માં આતંક મચાવનાર આ બીમારીથી હવે રાજધાની થરથર કાપી રહ્યું છે. નિષ્ણાતોએ હવે તેમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરીને તેની ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લાં બે મહિનામાં આ કેસના ઓછામાં ઓછા ૧૨ દરદીઓ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે આગળ ભયંકર ઠંડી આવવાની હોવાને કારણે આમાં વધારો થઇ શકે છે.
*આંધ પ્રદેશમાં અલગ રાજ્ય તેલંગાણાની રચનાનો મામલો હજુ ચાલી રહ્યો છે ત્યાં જ હવે દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં અલગ કુકી રાજ્યની માગણીનો મુદો ગરમાવ્યો છે. રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર અનિશ્ચિત મુદત માટે જામ કરવાનો અહીંની એક કમિટીએ નિર્ણય કરતાં આગામી દિવસોમાં આ રાજ્ય ભડકે બળે તેમાં કોઇ બેમત નથી. કુકી સ્ટેટ ડિમાંડ કમિટીના એક પ્રવક્તાએ કહ્યું હતું કે અમે ૧૯૬૧થી અલગ કુકી રાજ્યની માગણી કરી રહ્યા છીએ. જો કેન્દ્ર અને રાજ્ય સરકારો આ પગલું નહિ ભરે તો તે અનેક આંદોલનો કરશે. શરૃઆતમાં તે બે મહત્વના ધોરીમાર્ગો ૩૯ અને ૫૩ને બ્લૉક કરાશે.
*ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર બળાત્કાર અને છેડતીના કેસો પર અંકુશ મુકવા માટે અનેક ગામ પંચાયતો મોબાઇલ રાખવા, ટૂંકા વસ્ત્રો પહરેવા અને અમુક વયની મહિલાઓને બજારમાં ખરીદી કરવા જવા દેવા પર પ્રતિબંધ મુકવા જેવા ફતવા તો બહાર પડાયા છે. હવે તેમાં ઉમેરો થયો છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના લિસાડ ગામના એક ખાપ પંચાયતે એવો આદેશ કર્યો છે કે સ્કૂલ-કોલેજોમાં ભાઇ-બહેન જેવા સંબંધો સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવે. મહત્વની વાત તો એ છે કે આ સભાનું આયોજન જનતા ઇન્ટર કોલેજમાં કરવામાં આવ્યું છે.
*આ દિવાળીએ ઉત્તર પ્રદેશમાં કોઇ ગામમાં અંધારુ નહિ રહે. મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે આ બાબતને ધ્યાનમાં રાખવાની પાવર કોર્પોરેશનને તાકીદ કરી છે. વધારાની વીજળીનો પૂરવઠો આપવા માટે એનર્જી એક્સપ્રેસ પાસેથી વીજળી મેળવવાની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. આ આદેશને કડકપણે અમલ કરવાનો રહેશે. જો કોઇ ગામમાં વીજળી પૂરવઠો નહિ હોવાની ફરિયાદ મળી તો ત્યાં લાપરવાહી કરવા બદલ એન્જીનીયરો, અધિકારીઓ અન કર્મચારીઓની ખેર નહિ રહે. એ માટે ઉત્તર પ્રદેશ સરકારે વધારાનું બજેટ ફાળવી વીજળી ખરીદી છે.
આંતરરાષ્ટ્રીય

*ઓસ્ટ્રેલિયામાં બુધવારે થનારા ખગ્રાસ સૂર્યગ્રહણનો નઝારો જોવા હજારો લોકો એકઠા થઈ રહ્યાં છે. આ પ્રદેશમાં આ પ્રકારનું સૂર્યગ્રહણ હવે ૧૩૦૦ વર્ષ બાદ જોવા મળશે. બુધવારે સવારે ડાર્વિનની પૂર્વે આવેલા ઉત્તરીય પ્રદેશથી શરૃ કરીને આ ગ્રહણ પૂર્વીય વિસ્તાર તરફ આગળ વધતું ન્યૂઝિલેન્ડની ઉત્તર તરફ ખસશે.
*બીબીસીના બહુચર્ચિત બાળ જાતિય શોષણ પ્રકરણમાં વડા જ્યોર્જ એન્ટવિસલ બાદ અન્ય બે કર્મચારીઓ હેલન બોડન અને તેમના સહાયક સ્ટીફન મિશેલ પણ રાજીનામું આપશે. બ્રિટનના એક રાજકારણીને બાળ જાતિય શોષણ કૌભાંડમાં ખોટી રીતે સંડોવવા બદલ બીબીસીના માથે પસ્તાળ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મૃત્યુ પામેલ બીબીસીના સ્ટાર હોસ્ટ જિમી સેવિલની બાળકોના જાતીય શોષણમાં સંડોવણી માલુમ પડી છે.
*બાળકોના જાતીય શોષણનો અન્ય કિસ્સો પણ ભારે ચર્ચામાં છે. અને આ વખતે એમાં સંડોવાયું છે ઓસ્ટ્રેલિયાના સિડનીની ઉત્તરે આવેલ હન્ટર વેલીનું એક કેથલિક ચર્ચ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જૂલિયા ગિલાર્ડ ઉપર ચર્ચના પાદરીઓ માટે નેશનલ ઈન્કવાયરી નીમવાનું ભારે દબાણ થઈ રહ્યું છે.
*ગ્રીસની સંસદે સોમવારે વર્ષ ૨૦૧૩નું અત્યંત આકરું અંદાજપત્ર પસાર કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય સહાય મેળવવા ગ્રીસ માટે આમ કરવું અત્યંત જરૃરી છે કારણ કે વિદેશી સહાય વિના ગ્રીસ દેવાળીયું બનવાના આરે આવીને ઊભું છે. ૩૦૦ સભ્યોની સંસદમાં બજેટ ૧૬૭ વિરૃદ્ધ ૧૨૮ મતે પસાર થયું છે.
*અમેરિકાની યેલ સ્કુલ ઓફ મેડિસીનના સંશોધકોનું કહેવું છે કે મોબાઈલ ફોનના રેડિએશનથી ગર્ભમાંના બાળક પર વિપરીત અસરો પડી શકે છે અને બાળકના મગજનો વિકાસ રુંધાઈ શકે છે તેમજ બાળક હાઈપરએક્ટિવ બનવાની શક્યતાઓ વધી જાય છે. ઉંદરો ઉપર કરાયેલાં પ્રયોગોના આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved