Last Update : 13-November-2012, Tuesday

 

ખાદ્ય ચીજો મોંઘી બનતાં ઓક્ટોબરમાં ફુગાવો ૯.૭૫ ટકા
ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો ઃ વેપાર ખાધ આસમાને

મેન્યુફેક્ચરિંગ અને કેપિટલ ગુડ્ઝ ક્ષેત્રે નબળી કામગીરી ઃ નિકાસ ઘટી, આયાત વધી ઃ ખાંડના ભાવ ૧૯. ૬૧ ટકા વધ્યા ઃ ખાદ્ય તેલ ૧૭.૯૨ ટકા મોંઘુ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨
ઓક્ટોબર માસમાં નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં ૧.૬૩ ટકાનો ઘટાડો થયો છે. તો બીજી બાજુ વેપાર ખાદ્ય વધીને ૨૧ અબજ ડોલર થઇ છે. આ ઉપરાંત મેન્યુફેકચરિંગ અને કેપિટલ ગુડ્ઝ ક્ષેત્રે નબળી કામગીરીને કારણે ઔદ્યોગિક ઉત્પાદનનાં સૂચકઆંક(આઇઆઇપી)માં પણ સપ્ટેમ્બર માસમાં ૦.૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ખાંડ, દાળ અને શાકભાજી જેવા ખાદ્ય ઉત્પાદનો અને કપડાની કીંમતોમાં વધારો થવાને કારણે ઓક્ટોબરમાં રીટેલ ફુગાવો વધીને ૯.૭૫ ટકા થયો હતો. આજે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્ષ(સીપીઆઇ)નાં આંકડા જારી કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં આ ફુગાવો ૯.૭૩ ટકા હતો.
ઓક્ટોબર માસમાં નિકાસ ૧.૬૩ ટકા ઘટીને ૨૩.૨ અબજ ડોલર રહી હતી. જો કે આ ઘટાડો સપ્ટેમ્બરમાં થયલા ૧૧ ટકાનાં ઘટાડાથી ઘણો ઓછો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ૨૩.૬૩ અબજ ડોલરની નિકાસ થઇ હતી. આ દરમિયાન ઓક્ટોબર માસમાં આયાત ૭.૩૭ ટકા વધીને ૪૪.૨ અબજ ડોલર રહી હતી જે છેલ્લા ૧૮ માસમાં સૌથી વધુ છે. જેનાંથી વેપાર ખાદ્ય વધીને ૨૦.૯૬ અબજ ડોલર થઇ ગઇ છે. આ અગાઉની સૌથી વધારે આયાત મે, ૨૦૧૧માં ૪૫.૨ અબજ ડોલર નોંધવામાં આવી હતી.
નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩નાં પ્રથમ સાત મહિના (એપ્રિલ-ઓક્ટોબર)માં નિકાસમાં કુલ ૧૬૬.૯૨ અબજ ડોલરનો(૬.૧૮ ટકા) ઘટાડો જોવા મળ્યો છે. વેપાર અંગેના આંકડા જારી કરતાં વાણિજય સચિવ એસ. આર. રાવે પત્રકારોને જણાવ્યું હતું કે ઓક્ટોબર માસમાં નિકાસમાં આશિંક સુધારો જોવા મળ્યો છે.
ઉંચી વેપાર ખાદ્ય ચિંતાનો વિષય છે કારણકે તેનાથી દેશની ચાલુ ખાતાની ખાદ્યમાં વધારો થાય છે. એફઆઇઇઓનાં પ્રમુખ રફીક અહેમદે જણાવ્યું હતું કે આગામી માસથી નિકાસમાં વધારો થવાની આશા છે. મેન્યુફેકચરિગ અને કેપિટલ ગુડ્ઝ સેક્ટરના નબળા દેખાવને કારણે સપ્ટેમ્બરમાં ઓદ્યોગિક ઉત્પાદનમાં ગયા વર્ષની સરખામણીમાં ૦.૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડિસ્ટ્રીયલ પ્રોડ્ક્શન(આઇઆઇપી) ગયા વર્ષનાં સમાન ગાળામાં ૨.૫ ટકા હતું. આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાએ આઇઆઇપીમાં થયેલા ઘટાડાને નિરાજનક ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકાર દ્વારા લેવામાં આવેલા આર્થિક સુધારાઓની અસર જોવા મળી નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી મહિનાઓમાં આ સુધારાઓની સાનુકુળ અસર જોવા મળશે.
દરમિયાનમાં આ માસમાં સૌથી વધુ ભાવ ખાંડનાં વધ્યા હતાં. ખાંડના ભાવમાં ૧૯.૬૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ ખાદ્ય તેલનાં ભાવમાં ૧૭.૯૨ ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે દાળનાં ભાવમાં ૧૪.૮૯ ટકાનો વધારો નોંધાયો હતો.
આ મહિનામાં શાકભાજીઓનાં ભાવ ૧૦.૭૪ ટકા, માંસ,માછલી અને ઇંડાનાં ભાવ ૧૨.૧૮ ટકા વધ્યા હતાં. આ ઉપરાંત કપડા અને બૂટના ભાવમાં ૧૦.૪૭ ટકાનો વધારો થયો હતો. શહેરી વિસ્તારોમાં રીટેલ ફુગાવોમાં ગયા મહિનાની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરી વિસ્તારોમાં આ મહિનામાં ફુગાવો ૯.૪૬ ટકા નોંધવામાં આવ્યો છે. જે ગયા મહિને ૯.૭૨ ટકા હતો.
ગ્રામીણ વિસ્તારોમાં ગયા મહિનાની સરખામણીમાં રીટેલ ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં આ મહિનામાં ફુગાવો ૯.૯૮ ટકા નોંધવામાં આવ્યો છે. જે ગયા મહિને ૯.૭૯ ટકા હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved