Last Update : 13-November-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૩-૧૧-૨૦૧૨, મંગળવાર
આસો વદ ચૌદશ-આજે દિવાળી
ચોપડા પૂજન-લક્ષ્મી પૂજન
જૈન મહાવીર પ્રભુ નિર્વાણ દિન

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૪૧ મિ. (સૂ.) ૭ ક. ૩૭ મિ. (મું) ૭ ક. ૩૪ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ સ્વાતિ નક્ષત્ર બપોરના ૩ ક. ૦૭ મિ. સુધી છે પછી વિશાખા નક્ષત્ર.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-તુલા, મંગળ-ધન, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-તુલા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન હેમંત ૠતુ રા.દિ. કા./૨૨/માસ-તિથિવાર ઃ
આસો વદ ચૌદશ ને મંગળવાર (દિવાળી)
- આજે દિવાળી છે. દર્શ અમાવાસ્યા છે.
- આજે લક્ષ્મીપૂજન, શારદા પૂજન થશે.
- જૈન મહાવીર પ્રભુ નિર્વાણ દિન.
- ખગ્રાસ સૂર્યગ્રહણ, ભારતમાં દેખાશે નહીં.
- આજે સ્વાતિ નક્ષત્ર બપોરના ૩ ક. ૦૭ મિ. સુધી છે પછી વિશાખા.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૨૮ રોજ જમીઆદ
- ‘અક્ષર દેરી,’ ગોંડલમાં સમૈયો.
- ચાંદીના ભાવ વધે ! ગોળ, ખાંડના ભાવ વધે, પૂર્વમાં, દક્ષિણમાં ઉપદ્રવ ?

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ દિપાવલીના શુભ પર્વે આનંદ ઉત્સાહ વધે. આપના વ્યવસાયનું કામ ચંિતા પછી સાનુકૂળ રહે. પત્ની-સંતાનથી ધર્મકાર્ય થાય.

 

વૃષભ ઃ દિપાવલીના શુભ પર્વે આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. પત્ની-સંતાન-પરિવારના કામની વ્યસ્તતા રહે.

 

મિથુન ઃ આપના નોકરી-ધંધાના કામમાં દિપાવલીના શુભ પર્વે આનંદ અનુભવો. ઘર, પરિવાર, પત્ની-સંતાનનું કામ કરી શકો.

 

કર્ક ઃ દિપાવલીના પર્વે ચંિતા-ઉચાટ છતાં આનંદ, ઉમંગ, આશાના સથવારે નવા વર્ષના આગમનને વધાવવા પ્રયત્ન કરવો પડે.

 

સિંહ ઃ દિપાવલીના આજના શુભ પર્વે ધર્મકાર્યથી, રોજીંદા કામની સફળતાથી આનંદમાં રહો. યાત્રા પ્રવાસ થાય.

 

કન્યા ઃ આજે દિપાવલીના શુભ પર્વે નોકરી-ધંધાના કામકાજમાં, ધર્મકાર્યમાં વ્યસ્તતા રહે. જેમ જેમ દિવસ પસાર થાય તેમ હળવાશ જણાય.

 

તુલા ઃ દિપાવલીના શુભ પર્વે હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધામાં, ઘર પરિવારના કામમાં આનંદ, ઉત્સાહ જણાય.

 

વૃશ્ચિક ઃ આજે દિપાવલીનું પર્વ આનંદ, ઉત્સાહનું, કામની વ્યસ્તતાનું રહે. યાત્રા પ્રવાસ-મુલાકાત, ધર્મકાર્ય થઈ શકે.

 

ધન ઃ આપના પરિવાર, સગા સંબંધી-મિત્રવર્ગથી, નોકરી-ધંધાના કામથી દિપાવલીનું શુભ પર્વ વ્યસ્તતાનું રહે. યાત્રા પ્રવાસ થાય.

 

મકર ઃ દિપાવલીના આજના શુભ પર્વે ધર્મકાર્યથી, ઘર, પરિવાર, સંતાનના કામથી વ્યસ્તતાવાળું રહે. નોકરી-ધંધામાં આનંદ રહે.

 

કુંભ ઃ દિપાવલીના આજના શુભ પર્વે યાત્રા પ્રવાસનું, બહાર જવાનું તેમજ નોકરી-ધંધાનું ઘર પરિવારનું કામ, ધર્મકાર્ય આનંદથી થાય.

 

મીન ઃ આજે દિપાવલીના શુભ પર્વ આપે આપનું તેમજ અન્યનું કામકાજ, ધર્મકાર્ય, નોકરી-ધંધાનું કામ શાંતિથી કરવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૩-૧૧-૨૦૧૨, મંગળવાર

 

આજે દિપાવલીના દિવસે તા. ૧૩ નવેમ્બરથી શરૂ થતું આપનું જન્મ વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપનો આગામી સમય ઉન્નતિ, પ્રગતિનો શરૂ થાય. આપના જીવનનો સંઘર્ષાત્મક તબક્કો પૂરો થઈ હવે પછીની જીંદગીનો, કારકિર્દીનો મહત્ત્વનો તબક્કો સફળતા, યશ-પદ-ધનમાં વધારો કરનારો છે. - નોકરી-ધંધામાં આપની રૂકાવટ-મુશ્કેલીઓ દૂર થતી જાય. આપની મહેનતથી સાર્થકતા, જીવનની સાર્થકતા યશ-પદ-ધન-સુખસંપત્તિના આગમથી જણાય. તમારી ઉપેક્ષા કરનારા તમને માન સન્માનથી બોલાવે, તમારી નિકટ આવવાનો પ્રયત્ન કરે. - આ વર્ષે ધર્મકાર્ય-શુભકાર્યથી, હૃદય-મનની પ્રસન્નતાનું રહે. આઘ્યાત્મિકતામાં, આત્મવિશ્વાસમાં વધારો થાય. પરિવારની સુખ શાંતિ આનંદ અનુભવો. - સ્ત્રી વર્ગને શારીરિક, માનસિક, સાંસારીક, કૌટુંબીક ચંિતા, કષ્ટપીડાની મુક્તિથી આનંદ, ઉત્સાહ, સ્ફૂર્તિ રહે. - વિદ્યાર્થીવર્ગને ભણવામાં આ વર્ષનો ઉત્તરાર્ધ કારકિર્દીના ઘડતર, પ્રગતિ માટે સાનુકૂળતાવાળો રહે. વર્ષારંભે આરોગ્યની કાળજી રાખવી પડે.

 

સુપ્રભાતમ્

- શાસક જાતે વિદ્વાન ન હોય તો પણ વિદ્યાવાન અને વૃદ્ધોની સેવાથી ઘણી સંપત્તિ મેળવે છે- જેમ તળાવ પાસે ઉગેલું ઝાડ આપો-આપ ઊગે છે તેમ.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલી અને ચંપા તે દિવસે માણેકચોકમાં મળી ગઈ. ચંપાને જોઈને લીલી બોલી, ‘‘અરે, ચંપા ! આપણે કેટલા વર્ષે મળ્યા ! પાંચ-છ વર્ષ થયા હશે કાં ? પણ તું એકદમ ઘરડી લાગે છે.’’
‘‘સાચી વાત છે,’’ ચંપા બોલી, ‘‘જોને હું તને ઓળખી શકી જ નહીં. તારા સાડી અને બ્લાઉઝ ઉપરથી મેં તને ઓળખી.’’

[Top]
 

આજ ની રેસીપી

દિવાળીનાં નાસ્તા-મીઠાઈ

પુરીચાટ

 


સામગ્રી ઃ મેંદાની કડક પૂરી ૨૦-૨૫ નંગ, ૨૦૦ ગ્રામ રાજમા, ચાર ટેબલસ્પૂન બટર, બે ટેબલસ્પૂન ટામેટા સોસ, લાલ મરચું, મીઠું, તાંદુરી મસાલો કેે ચીલી હોટ સોસ, બારીક સમારેલી કોબી, ટામેટાં, લીલા કાંદા.

 

રીત ઃ રાજમાને ત્રણ-ચાર કલાક પલાળીને કૂકરમા બાફી લેવા. હવે એક વાસણમાં રાજમા, બટર, ટમેટો સોસ, મરચું-મીઠું, તંદુરી મસાલો બઘું નાખી ગરમ કરો. રાજમાને થોડા ક્રશ કરવા ઘટ્ટ થવા દેવું. પીરસતી વખતે ડિશમાં ત્રણ-ચાર પૂરી મૂકી ઉપર ગરમ રાજમાનું પૂરણ મૂકી ઉપર કોબી, ટામેટાં, કાંદો હોટ ચીલી સોસ નાખી ચીઝ ભભરાવવું. રાજમા આગલા દિવસે તૈયાર કરીને ફ્રીઝમાં રાખવા તો બીજા દિવસે આરામથી મહેમાનને પીરસી શકાય.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved