Last Update : 12-November-2012, Monday

 

કાશ્મીરમાં લોકશાહી સ્થાપવાના પ્રયાસોમાં ભારતની ઉપેક્ષા

ત્રાસવાદી ટોળકીઓ દ્વારા અપાયેલી ઘોર હિંસાની ધમકીઓ અને સરપંચોનાં સામૂહિક રાજીનામાંએ લોકશાહીનાં મૂળિયાં પર કુઠારાઘાત કરીને ભારતની પ્રતિષ્ઠાને ફટકો માર્યો છે

જમ્મુ-કાશ્મીર, જ્યાં ૭૨ ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, ત્યાં લોકશાહીનાં મૂળિયાં સ્થાપવાના ભારતના પ્રયાસો ૨૦૧૧માં ફળીભૂત થયા હતા. રાજ્યની સર્વપ્રથમ ચૂંટણીઓમાં ૩૩ વરસે પાંચ કરોડ સાત લાખ મતદારોમાંના ૭૯ ટકાએ ચૂંટણીના બહિષ્કારની અલગતાવાદીઓની હાકલની ઐસીતૈસી કરીને મતદાન કર્યું હતું.
૪,૧૩૦ સરપંચો અને ૨૯,૭૧૯ પંચોન ચૂંટી કાઢીને ગ્રામીણ કાશ્મીરીઓએ ઈસ્લામાબાદને એક સ્પષ્ટ અને ચોખ્ખોચટ સંદેશો આપ્યો હતો કે ''નવી દિલ્હીના અમારા સંબંધો ગમે તેવા હોય, છતાં અમને અમારું ભાવિ પાકિસ્તાનમાં નહિ, પરંતુ ભારતમાં સુરક્ષિત લાગે છે. ''
૨૦૧૨ સુધીમાં હિઝબુલ મુજાહિદીન(એચ.એમ.) અને લશ્કર-એ-તોયબા(એલઈટી) જેવાં વિવિધ ત્રાસવાદી જૂથોએ સહી કરેલાં હસ્તલિખિત મૃત્યુપત્રો(ડેથ-વોરન્ટ) ગામડાંઓમાં ફરી દેખાવાં શરૃ થઈ ગયાં હતાં. સરપંચોને ઉઘાડી તલવાર જેવી ધમકી અપાઈ હતી કે ''કાં રાજીનામાં ધરી દો, કાં તો ભયંકર પરિણામોનો સામનો કરો.''
આ ધમકી અમલમાં પણ મુકાઈ હતી. છેલ્લા એક મહિનાની અંદર આઠ કાશ્મીરી સરપંચોને ઠાર મારવામાં આવ્યા છે, જેને પગલે ૩૦૦થી વધુ સરપંચો ફફડી ઊઠયા છે અને રાજીનામાં આપવા તૈયાર થઈ ગયા છે.
ગયા સપ્ટેમ્બરમાં આપણા વડા પ્રધાન મનમોહન સિંહે જાહેર કર્યું હતું કે પાકિસ્તાનની તાલીમથી સજ્જ થયેલા ત્રાસવાદીઓ ફરી અંકુશરેખા(લાઈન ઓફ કન્ટ્રોલ) પર ગોઠવાઈ ગયા છે. જોકે પોલીસે બેએક કેસમાંએવી શંકા વ્યક્ત કરી છે કે તે આતંકવાદીઓ નહિ, પણ અંગત હરીફો છે અને હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી.
પરંતુ એક વાત ચોક્કસ છે કે ભારતમાં બીજે ઘણાબધા સરપંચોની હત્યાઓ થઈ છે. પણ શું કાશ્મીર એ ભારતનું માત્ર બીજું એક રાજ્ય છે ? હકીકતમાં કાશ્મીરી સરપંચોના પ્રતિનિધિમંડળને મળવાની અને તેમને સલામતી આપવાની નવી દિલ્હીની તાજેતરની તાત્કાલિક અરજી મનમોહન સિંહ અને ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેનાં મનમાં સૌથી ટોચ પર હોવી જોઈએ.
પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળને આમંત્રણ મળ્યું તો હતું. પરંતુ વડા પ્રધાન કે ગૃહ પ્રધાન તરફથૂ નહિ, પણ રાહુલ ગાંધી તરફથી. જે વ્યક્તિને તેનો પોતાનો કોંગ્રેસ પક્ષ ભારતના ભાવિ નેતા (કે વડા પ્રધાન) તરીકે જુએ છ, પરંતુ તેની પાસે હજી કોઈ એક્ઝિક્યુટિવ(કાર્યકારી) પાવર નથી. એટલે તેના ઈરાદાઓ અને પ્રયાસો ગમે તેટલા સારા હોવા છતાં તેની પાસે અનુભવનું ભાતું નથી અને ગ્રામીણ કાશ્મીરની બાબતમાં તો કશો જ અનુભવ પણ નથી. કોંગ્રેસના આ વાટ જોઈને ઊભેલા વારસદારે ગામડાંના હતાશ અને ત્રસ્ત નેતાઓને એવું કહ્યું હોવાનું કહેવાય છે કે ''તમે શાંત થઈ જાઓ અને લાગણીશીલ કે આવેશપ્રધાન બનશો નહિ.'' દિલ્હીમાં સ્પેશિયલ પ્રોટેેક્શન ગુ્રપ(ખાસ રક્ષકોની ટુકડી)ની વચ્ચોવચ ઊભા રહીને આવું નિવેદન કરવાનું સહેલું છે, જ્યારે ગ્રામીણ કાશ્મીરમાં જ્યાં દરેક વૃક્ષ ઉપર મૃત્યુની ધમકીઓનાં પોસ્ટરો ચોંડાડવામાં આવ્યાં છે, ત્યાં શાંતિની સૂફિયાણી વાતો કરવી એ સાવ જુદી વાત છે. જોકે પોતાની સદ્ભાવનાનો પરચો આપવા માટે રાહુલે તાબડતોબ શ્રીનગરમાં ફોન કરીને તેમની સલામતીની તકેદારી રાખવાની સૂચના આપી હતી. ઉપરાંત કાશ્મીરમાં જાણીતી ઔદ્યોગિક હસ્તીઓ સાથેની મુલાકાત વખતે તેમને સીધું ફંડ મળે અને અધિકારો મળે તેવી અન્ય માગણીઓ માટેનું સમર્થન જારી રાખવાનું વચન પણ આપ્યું હતું.
પરંતુ રાહુલના આ પ્રયાસથી તદ્દન વિરુદ્ધ સુશીલકુમાર શિંદેને પોતાનું ટાઈમટેબલ ફેરવીને કાશ્મીરના નેતાઓ સાથેની મુલાકાતને પ્રાધાન્ય આપીને ભારતના આ સૌથી મહત્ત્વના અને સંવેદનશીલ વિસ્તારમાં લોકશાહીનાં મૂળિયાં રોપવાનું જરૃરી નહોતું લાગ્યું. ઊલટું, તેમણે કાશ્મીરના આ પ્રતિનિધિમંડળને કશી સત્તાવિહોણા રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન જીતેન્દ્ર સિંહને મળવા મોકલી દીધા. જોકે સિંહની ઓફિસે જ સરપંચોને મળવા બોલાવ્યા હતા, છતાં આ જુનિયર પ્રધાને આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમને પૂછ્યું હતું કે તેઓ શા માટે અહીં આવ્યા હતા.
કાશ્મીરીઓએ જ્યારે પોતાની માગણીઓ દોહરાવીને સામુહિક રાજીનામાં આપવાની ધમકી આપી ત્યારે સિંહે તેમને એવું કહ્યું કે મને મળેલી માહિતી મુજબ રાજીનામાની ધમકી આપવા પાછળનું ખરું કારણ તેમની જિંદગી જોખમમાં મૂકવાનું નહિ, પણ તેમને ઊંચા પગારની નોકરીઓ મળ્યાનું હતું. ''તેમ છતાં અમે તેમને કમ-સે-કમ સી.બી.આઈ.ની અથવા આઈ.બી.(ઇન્ટેલિજન્સ બ્યુરો)ની તપાસ નીમવાની વિનંતી કરી હતી,'' એમ ડોડા જિલ્લાના એક સરપંચ ફઝલ આલમ વનીએ કહ્યું હતું.
સરપંચોના આ પ્રતિનિધિમંડળને ફરી જમ્મુ સુધી વળાવવાની જોખમી સફર માટે તેમને સ્પેશિયલ પ્રોટેક્શન ગુ્રપ(એસ.પી.જી.)નું રક્ષાકવચ અપાયું હતું. જોકે સ્થાનિક પોલીસે કહ્યું હતું કે આ લોકોને તેમનાં દૂરદૂરનાં ગામડાં સુધી મૂકી જવાના કોઈ આદેશ અપાયા નહોતા. પણ તેમના આગમનના સમાચાર સ્થાનિક પોલીસથાણાં સુધી પહોંચી ગયા હશે એવા આત્મવિશ્વાસથી કેટલાક લોકો જાતે જ પાછા ફરી ગયા હતા. એનાથીય વધુ આશ્ચર્યની વાત એ છે કે તેમના કુટુંબીજનો અને મિત્રો સિવાય એકપણ પોલીસ સ્ટેશનના તેમના આ પ્રવાસની જાણકારી નહોતી અને તેમને દિલ્હીથી કોઈ આદેશો અપાય નહોતા.
પાંચ દિવસ બાદ સરપંચોની અસલામતીનો મુદ્દો તાજેતરના વિધાનસભાના સત્ર દરમિયાન ઉઠાવવાના વિરોધ પક્ષ 'પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી'(પી.ડી.પી.)ના વચન છતાં અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કરેલી જાહેરાતો સિવાય આ લોકોની સલામતી-વ્યવસ્થા સાવ કંગાળ અને રેઢિયાળ છે.
જમ્મુ-કાશ્મીરની પંચાયતોને ઝડપભેર સત્તા અપવાના અને સલામતી બક્ષવાના ગૃહ પ્રધાને નીમેલા કાશ્મીરના મધ્યસ્થીઓ(ઈન્ટરલોક્યુટરો)ના અહેવાલને છ મહિના વીતી ગયા છે. છતાં સરકારે હજી તેના પોતાના પ્રતિનિધિઓની સલાહ મુજબ પગલાં ભર્યાં નથી. આવી ટાળમટોળ કરવામાં તે એક મહત્ત્વનો મોકો ગુમાવવાનું જોખમ ખેડી રહી છે.
૨૦૦૬થી સરહદ પારના ત્રાસવાદમાં નાટયાત્મક ઘટાડો થયો છે અને કાશ્મીરમાં લોકમત દેખીતી રીતે ભારતની તરફેણમાં રહ્યો છે. આ મહત્ત્વનું પરિવર્તન ઘણાં પરિબળોને આભારી છે.એક તો કાશ્મીરમાં રાજ્ય અને તેની ખરી સમસ્યાઓથી અજાણ્યા વિદેશી મુજાહિદીનો ના જોરજુલમો અને અત્યાચારોથી પાકિસ્તાનનો ભ્રમ ભાંગી ગયો, બીજું ૯મી સપ્ટેમ્બરના વોશિંગ્ટન પરના હુમલા અને ૨૬મી નવેમ્બરના મુંબઈ પરના હીચકારા આતંકવાદી હુમલાને પરિણામે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની વિશ્વસનીયતા ગુમાવી બેઠું, ત્રીજું પાકિસ્તાન બીજા મોરચાઓ પર સતત યુદ્ધમાં વ્યસ્ત રહ્યું અને પોતે ત્રાસવાદી જૂથોનાં નેટવર્ક ઊભાં કરવા માટે જે મદદ કરી તેનો શિકાર પોતે જ બની ગયું. ઉપરાંત નવી દિલ્હીએ મિલિટરીથી ઘેરાયેલા રાજ્યમાંથી ૩૦,૦૦૦ સૈનિકો પાછા ખેંચી લીધા અને કરફ્યુ હળવા બનાવ્યા. બીજી બાજુ એક આર્થિક શક્તિસ્રોત તરીકે ભારતની પ્રતિષ્ઠા વધવા માંડી , જેને પરિણામે જમ્મુ-કાશ્મીરનો જી.ડી.પી. વિકાસદર ૨૦૦૬માં ૯.૩ ટકા હતો તેમાંથી વધીને ૨૦૧૧માં ૧૨.૯ ટકા થઈ ગયો અને ટુરિસ્ટોની સંખ્યા વધવાથી આવક પણ વધી. ૨૦૧૦ માં ૭.૩૬ લાખ ટુરિસ્ટો આવ્યા હતા તે સંખ્યા ૨૦૧૧માં વધીને ૧૦ લાખ જેટલી થઈ ગઈ હતી. અને સૌથી મહત્ત્વની વાત એ કે રાજ્યના સૌથી જૂના અને સૌથી વધુ ચુસ્ત હુરિયતના 'હાર્ડલાઈનર' નેતા સૈયદ અલી શાહ ગિલાની તેમના વાણી-વર્તનમાં ઢીલા પડી ગયા.
દાયકાઓથી ગિલાની પાકિસ્તાનથી છૂટા પડવાની માગણીમાં મક્કમ રહ્યા છે. પરંતુ તાજેતરનાં વરસોમાં તેમણે કાશ્મીરીઓનાં ધ્યેયો માટે લડત આપવાની વાત કરી છે અને તે પણ હિંસાના માર્ગે નહિ, પરંતુ 'રાજકીય' રસ્તે. જોકે હજી ક્યારેક તેઓ હુમલાની વાતો કરે છે. ૨૦૧૦માં તેમણે કહ્યું કાશ્મીરીઓનો વિશ્વાસઘાત કરનારા પાકિસ્તાન વિશે કહ્યું હતું કે ''પાકિસ્તાન ને હમેં ધોખા હિયા હૈ''.
ભારત માટે આનાથી બહેતર અને પાકિસ્તાન માટે આનાથી બદતર સમય ક્યારેય આવ્યો નહોતો.પરંતુ નવી દિલ્હીની પાકિસ્તાન પ્રત્યેની નીતિ કોઈ અત્યંત સક્ષમ રાજદૂતના અભાવે હજી સમજી શકાય તેવી નથી. મોટાભાગના ભારતીયોનાં માનસમાંથી ૨૬-૧૧ના મુંબઈ પરના ત્રાસવાદી હુમલાની દુખદ સ્મૃતિઓ હજી ભૂંસાઈ નથી અને પાકિસ્તાનને ત્રાસવાદ સામેના યુદ્ધમાં સાંકળવાની દલીલો એટલી દમદાર નથી.
લશ્કર-એ-તોયબાના સ્થાપક હાફીઝ સૈયદ અને જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહર હજી છુટ્ટા ફરે છે અને ઝેર ઓકતા રહે છે. બન્ને સામે પૂરતા પુરાવા મેળવવાનું મુશ્કેલ હોવાનો પાકિસ્તાનનો દાવો તદ્દન વાહિયાત છે, કેમકે પાકિસ્તાનના ભ્રષ્ટ રાજકારણીઓ સામેના અદાલતી ખટલાનો નિકાલ લાવવામાં તેણે ઝડપ દેખાડી છે.
ત્રાસવાદ સામે કડક અને નક્કર પગલાં ભરવાની માગણી ઈસ્લામાબાદ સામે કરવાને બદલે ભારત સાંસ્કૃતિક વિનિમય અને વિઝા મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવા જેવી વાતો કરે છે.
૨૦૦૮માં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ટાણે આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોની હાજરી અને મંજૂરીને કારણે વિશ્વભરમાં કાશ્મીરના પ્રશ્ને દબાણ હળવું બન્યું હતું. પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારીએ આત્મવિશ્વાસપૂર્વક જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં તાજેતરમાં કાશ્મીરને 'નિષ્ફળતાનું પ્રતીક' જાહેર કર્યું એ ઘટના પ્રવાહના પરિવર્તનના સંકેતરૃપ હતી.યુ.એ.ઈ.(યુનાઈટેડ આરબ એમિરેટ્સ) અને ઈરાન ખાતેના ભારતના ભૂતપૂર્વ રાજદૂત કે. સી. સિંહ ૨૦૧૩માં પાકિસ્તાનમાં થનારી ચૂંટણીઓ અને કાશ્મીર પ્રત્યે કડક અભિગમ રાખનારાઓને રાજી રાખવાની ઝરદારીની મજબૂરીઓને કાશ્મીર અંગેની ચર્ચાને પહેલાંની જેમ ચાલુ રાખવાનાં કારણરૃપ ગણાવે છે.
પરંતુ સિંહ જણાવે છે કે મોટાભાગના પશ્ચિમી દેશોએ પાકિસ્તાનના ખરા રંગો જોયા છે અને કાશ્મીરના વિવાદમાં ફરી તેઓ પડશે નહિ, છતાં લિબિયામાં અને ઓ.આઈ.સી.નાં બીજાં સભ્ય-રાષ્ટ્રોમાં પાકિસ્તાન નવાં જોડાણો ઊભાં કરી રહ્યું છે, જેમનું વલણ કાશ્મીર વિશે અસ્પષ્ટ છે, અને સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુ.એન.)ના મરી પરવારેલા ઠરાવોને અથવા મધ્યસ્થીની માગણીને ફરીથી સક્રિય કરવાની આશા સેવી રહ્યું છેક્ટ જમ્મુ અને કાશ્મીરમાં સરપંચોનાં સામુહિક રાજીનામાં અને તેનાં આડાંઅવળાં કે વાંકાંચૂંકાં અર્થઘટનો રાજ્યમાં લોકશાહીને સંસ્થાનું સ્વરૃપ આપવાના ભારતના પ્રયાસોમાં પ્રથમ ગાબડું છે અને તે નાથી ભારતે ભારે જહેમત અને મથામણોથી પ્રાપ્ત કરેલી પ્રતિષ્ઠાને મોટો ફટકો મારશે.
''અમે લોકશાહી માટે લડી રહ્યા છીએ. બંદૂકો સાથે લડતા નથી,'' એમ જણાવતાં 'કાશ્મીર પંચાયતોના મંડળ'ના મહામંત્રી કે. એ. મલિક કહે છે કે ''હવે અમારો દડો નવી દિલ્હીના દરબારમાં છે. અમે તમને બહુ જ ગંભીરતાથી લીધા, અમારી જિંદગીઓ જોખમમાં મૂકી અને ચૂંટણીઓ માટે દોડધામ કરી. હવે અમારી સાથે ઓરમાયું વર્તન કરશો નહિ.''

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved