Last Update : 12-November-2012, Monday

 

રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન

- કુંવારપાઠું, કોથમીર, મેથી, પાર્સલી, ફુદીનો જેવી વનસ્પતિ અને જડીબુટ્ટી આ લીલોતરી આંખોને ઠંડક આપશે.

 

 

મહાનગરોના સિમેન્ટના જંગલમાં વસતા લોકો હરિયાળીના દર્શન કરવા તરસતાં રહે છે. ચારેકોર મકાનો અને નાના નાના ફ્લેટ. આવામાં લીલોતરી શોધવી ક્યાં? પણ નિષ્ણાતો કહે છ ેકે તમે ચાહો તો તમારા નાના ફ્લેટમાં પણ ગાર્ડન બનાવી શકો છો. અલબત્ત કિચન ગાર્ડન. આને માટે તમને વધારાની જગ્યાની જરૃર નથી. જો તમારા ઘરની, ખાસ કરીને રસોડાની બારીમાંથી તડકો આવતો હોય તો તમે તેમાં બોક્સ ગ્રીલ બનાવીને વિવિધ જાતના કુંડામાં જુદી જુદી જાતની વનસ્પતિ કે જડીબુટ્ટી વાવી શકો છો. કુંવારપાઠું, કોથમીર, મેથી, પાર્સલી, ફુદીનો જેવી પાંદડાવાળી વનસ્પતિ અને જડીબુટ્ટી તમને રસોડામાં ખપ લાગશે. સાથે સાથે આ લીલોતરી તમારી આંખોને ટાઢક આપશે.
કિચન ગાર્ડન શી રીતે બનાવવું તેની જાણકારી આપતાં નિષ્ણાતો કહે છે કે બોક્સ ગ્રીલમાં ટેરાકોટા કે માટીના કુંડામાં તમને મનગમતાં છોડ વાવો. કુંડામાં હવાની આવનજાવન સારી રીતે થઈ શકે તેની કાળજી રાખો. કુંડાની નીચે પ્લાસ્ટિકની પ્લેટ ગોઠવો જેથી માટીવાળું પાણી તેમાં જ પડે. તમે હેંગિંગ બાસ્કેટમાં પણ નાના નાના છોડ વાવી શકો છો.
જો તમારા કુંડા રસોડાની બારીમાં હશે તો તેને પાણી સીંચવાનું કામ પણ સરળ થઈ જશે.
તમારા કુંડામાં સેન્દ્રિય ખાતર જ વાપરો. ફળદ્રુપ માટી, રેતી અને કોહવાઈ ગયેલી વનસ્પતિનું મિશ્રણ નવા છોડ ઉગાડવામાં મદદગાર બને છે. કુંડાના તળિયે ઘણા બધા નાના નાના પત્થર નાખો. તેની ઉપર માટી પાથરો. બજારમાં ઘણી જાતની માટી અને ખાતર મળેછે. તમારી જરૃરિયાત મુજબ તેની ખરીદી કરો. જડીબુટ્ટી કે વનસ્પતિને એટલી હળવાશથી વાવો કે તેના નાજુક મૂળિયાને નુકસાન ન થાય.
તમે ૧૩ થી ૧૫ ઈંચના કુંડામાં ત્રણથી ચાર જાતની જડીબુટ્ટી કે વનસ્પતિ વાવી શકો છો. અલગ અલગ રંગોની જડીબુટ્ટી અને વનસ્પતિ એક જ કુંડામાં વાવેલી હોય ત્યારે તે ખૂબ સુંદર લાગે છે.
જડીબુટ્ટી આઠથી દસ ઈંચ ઊંચી થાય ત્યાં સુધી તેને થોડું થોડું પાણી પાઓ. પણ માટીને સતત ભીની રાખો. તેને તોડતી વખતે જોરથી ખેંચવાને બદલે અંગુઠા અને આંગળી વચ્ચે પકડીને ધીમેથી તોડો.
કોથમીર, ફુદીનો અને પાર્સલી તોડયાપછી એક અઠવાડિયામાં ફરી ઉગી આવે છે. જ્યારે અન્ય વનસ્પતિને ઉગતાં થોડો વધુ સમય લાગે છે.
કિચનને સુંદર દેખાડવા માટે માત્ર અંદરથી જ ડેકોરેટ કરવું જરૃરી નથી. પરંતુ કિચનની બારીઓને સુંદર રીતે ગ્રીનની મદદથી ડેકોરેટ કરી શકાય છે. જો કે આ યુનિક ટ્રીક માત્ર સુંદરતા આપે છે તેવુ નથી પરંતુ હેલ્થની દ્રષ્ટિએ પણ કિચનમાં ગ્રીનરી વધુ મહત્વની છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved