Last Update : 12-November-2012, Monday

 
દિલ્હીની વાત
 

સરકાર બચાવવા વડાપ્રધાનનું ડીનર પોલિટિક્સ
નવી દિલ્હી,તા.૧૦
સંસદના શિયાળુ સત્ર આડે ૧૨ દિવસ રહ્યા છે ત્યારે વડાપ્રધાને યુપીએ સરકારના ભાગરૃપ અને એને બહારથી ટેકો આપતા સાથીપક્ષોના નેતાઓ સાથે ભોજન બેઠકોનો દોર શરૃ કરી દીધો છે. ગઇ રાત્રે એમણે સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંઘ યાદવ, એમના ભાઇ રામગોપાલ યાદવ તેમજ એમના પુત્ર અને ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ માટે ભોજન બેઠક ગોઠવી હતી. સમાજવાદી પક્ષ સરકારનો બહારથી ટેકો આપી રહ્યો છે. વડાપ્રધાન આગામી દિવસોમાં અન્ય જોડીદાર પક્ષોના નેતાઓ માટે આવી ભોજન બેઠકો યોજશે. હવે પછીની મહત્વપૂર્ણ બેઠક આવતીકાલે યોજાવાની શક્યતા છે. ડીનર પોલિટિક્સનું મહત્વ વધી ગયું છે કારણ કે આગામી તા.૨૨ નવેમ્બરથી શરૃ થતા શિયાળુ સત્રમાં કોંગ્રેસને મોટા પડકારનો સામનો કરવો પડે એવી શકયતા છે. વિપક્ષ, રીટેઇલમાં એફડીઆઇ અને બળતણના ભાવ વધારાથી માંડીને ભ્રષ્ટાચાર સુધીના વિવાદી મુદ્દે હાઇ વોલ્ટેજ એજન્ડા સાથે તૈયાર થઇ રહ્યો છે.
ગડકરીનું નસીબ, ભાગવત પર નજર
આક્ષેપોનો સામનો કરી રહેલા હોવાથી નિતિન ગડકરીના પક્ષ પ્રમુખપદે ચાલુ રહેવાના મુદ્દે વિભાજિત ભાજપના નેતાઓ આરએએસએસના પ્રમુખ મોહન ભાગવતની દિલ્હી મુલાકાત પર નજર ઠેરવીને બેઠા છે. ભાગવત ગુરૃમુર્થિની લાઇન અપનાવે એમ છે. ત્યારે ગડકરીના પ્રમુખપદે ચાલુ રહેલા સામે મોટું વિઘ્ન વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી છે. ગડકરીના પ્રમુખપદે ચાલુ રહેવા સામેના ભારે વિરોધી અડવાણી મંગળવારે યોજાયેલી પક્ષના કોર જુથની બેઠકથી દુર રહ્યા હતા. મોદી જેટલી છાવણી સામે અમતોલન જાળવવા માટે સુષ્મા ગડકરીને ટેકો આપી રહ્ય છે. ભાગવત એમની દિલ્હીની મુલાકાત વેળા ગડકરી મુદ્દે ભાજપના મિજાજના પારખાં કરશે.
ગડકરીની પટણા મુલાકાતથી આંતરિક સંઘર્ષ સપાટી પર
ગડકરીના પક્ષપ્રમુખપદે ચાલુ રહેવા બાબત ભાજપના આંતરિક મતભેદો પક્ષના વરિષ્ઠ નેતા કૈલાસપતિ મિશ્રના પટણામાં યોજાયેલા શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં સપાટી પર આવ્યા હતા. ગડકરી પણ આ કાર્યક્રમમાં હાજર હતા. હવાલા મુદ્દે લોકસભામાંથી રાજીનામું આપી દેનારા અડવાણીના વલણની પ્રશંસા કરતા એક પ્રધાને રાજકીય પધ્ધતિની બદલાતી અગ્રીમતાઓને ટાંકીને ગડકરીને પૂરી પડાયેલી કામચલાઉ રાહત યથોચિત છે કે કેમ એને તપાસવા માંગણી કરી છે. પ્રમુખની ખુરશીમાં પરિવર્તન તોળાઈ રહ્યું હોવા છતાં પક્ષે ગડકરીની માનભરી વિદાય માટે રાહ જોવી પડે એમ બને.
જેઠમલાણી અને ગડકરી એક પંગતમાં !
ભાજપમાં ચાલતી ચર્ચાનો મુખ્ય સૂર એ છે કે શું ગડકરી અને એમની સામે બંદૂક તાકનારા રામ જેઠમલાણી એક જ પંગતમાં છે. ગડકરીએ વિવેકાનંદ વિષે ગંભીર ભૂલભરી ટિપ્પણી કરી હતી, જયારે જેઠમલાણી ભગવાન રામ વિષે એલફેલ બોલ્યા છે. અપેક્ષાનુસાર જ પક્ષ બંને ટિપ્પણીઓથી અંતર જાળવી રહી છે.
સોનિયા, રાહુલને પ્રિય મક્કી રોટી, સરસોંનું શાક
ગઇકાલે કોંગ્રેસની ચિંતન શિબિર જયાં યોજાઇ હતી એ રાજહંસ હોટલ ખાતે સોનિયા અને રાહુલે મક્કી રોટી અને સરસોના શાકનો ટેસ્ટ કર્યો હતો. હોટલના સત્તાવાળાઓએ બાજરાના ચુમા આલુ પરાઠા અને લસ્સી જેવી હરિયાણવી વાનગીઓની લાઇન લગાવી દીધી હતી.
૨૭૦ મિલિયન ડોલરનો ધાર્મિક પ્રવાસન પ્રોજેક્ટ
આસ્ક ૪ જૂથે સ્વીટઝર્લેન્ડ માટે ૨૭૦ મિલિયન ડોલરના મહત્વકાંક્ષી ધાર્મિક પ્રવાસન પ્રોજેક્ટની જાહેરાત કરી છે. વિદેશી સહેલાણીઓને ભારતીય મંદિરો હંમેશા ગમતા રહ્યા છે, એમ જૂથના અધ્યક્ષ સુધીર શર્માએ જણાવ્યું.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved