Last Update : 12-November-2012, Monday

 

આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ

મુખ્યમંત્રી ગોગોઇએ પોલીસને કડક હાથે કામ લેવાની સૂચના આપી

(પીટીઆઇ) ગૌહત્તી, તા. ૧૧
ત્રણ મહિનાના વિરામ બાદ આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા. આસામના બોડોલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટર્ડ ડિસ્ટ્રીક્ટ્સ (બીટીએડી)માં આ બનાવો બન્યા હતાં.
કોકરાઝાર જિલ્લાના ગોસાઇગાંવ પોલીસ મથક વિસ્તારના બદુગાંવમાં એક વ્યક્તિનો ગોળી મારીને હત્યા કરવાનાં બનાવના પગલે બતલાનમારા ગામમાં એક વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને તેનું મોત નીપજાવવામાં આવ્યું હતું. હિંસાના પગલે આસામના મુખ્યપ્રધાન તરૃણ ગોગોઇએ બીટીએડી સત્તાવાળાઓને દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવાની સૂચના આપી હતી.
એક અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગોગોઇએ નાગરિક અને પોલીસ સત્તાવાળાઓને પરિસ્થિતિમાં કડક હાથે કામ લેવાનો હુકમ આપ્યો હતો કે જેથી આવા બનાવો ફરી વખત ન બને. ગોગોઇએ ડીજીપી જયંત નારાયણ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓને સલામતી માટે કડક પગલા લેવાની સૂચના આપી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કોકરાઝારમાં પરિસ્થિતિ તંગ પરંતુ કાબુ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે જુલાઇ અને ઓગષ્ટ માસમાં ચાર બીટીએડી જિલ્લાઓ અને ઢુબરીમાં બોડો અને લઘુમતીઓ વચ્ચેની વ્યાપક હિંસાની ઘટનાઓમાં આશરે ૯૦ લોકોના મૃત્યુ થયા હતા અને અંદાજે ૪.૮ લાખ લોકો બેઘર બન્યાં હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved