Last Update : 12-November-2012, Monday

 
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

બ્રિટનના રાજકારણીને ખોટી રીતે બાળકના જાતીય શોષણમાં સંડોવતું કૌભાંડ પ્રસિદ્ધ કરેલું

લંડન, તા. ૧૧
બ્રિટનના એક રાજકારણીને બાળ જાતિય શોષણના કૌભાંડમાં ખોટી રીતે સંડોવતો અહેવાલ પ્રસારિત કર્યા બાદ ભારે હોબાળો મચતા બીબીસીના ચીફ એડિટર જ્યોર્જ એન્ટવિસલને રાજીનામી આપી દેવુ પડયું છે.
બીબીસીના વડામથક બહાર એન્ટવિસલે એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે નોકરીમાંથી રાજીનામુ આપી દેવું એ જ તેમના માટે સન્માનજનક છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા થોડા અઠવાડિયાઓથી બનેલી ઘટનાઓના કારણે હું એવા તારણ પર આવ્યો છું કે બીબીસીએ નવા વડાની નિમણૂક કરી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ એન્ટવિસલે કહ્યું હતું કે રાજીનામુ આપવાની તેમની કોઈ જ યોજના નથી.
બ્રિટનની સંસદમાં ન્યૂઝ મિડીયા કમિટીના અધ્યક્ષસ્થાને રહેલા સાંસદ જ્હોન વ્હીટીંગડેલએ કહ્યું હતું કે એન્ટવિસલ પાસે બીબીસીનો હોદ્દો છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું હતું કે છેલ્લા થોડા દિવસોમાં જે પણ બન્યું એના પરથી એવું પ્રતીત થાય છે કે એન્ટવિસલે તેમની સત્તા અને વિશ્વસનીયતા ગુમાવી દીધી છે અને એવા સંજોગોમાં બીબીસીના વડા તરીકે ચાલુ રહેવું તેમના માટે ખૂબ મુશ્કેલ બની રહેશે.
જો કે બીબીસીના એક ભૂતપૂર્વ સીનીયર એડિટરનું કહેવું છે કે એન્ટવિસલના રાજીનામાથી લોકોમાં બીબીસી પ્રત્યેનો વિશ્વાસ પુનઃસ્થાપિત થવાની શક્યતા નહિવત્ છે. એન્ટવિસલે બે મહિના અગાઉ માર્ક થોમ્પસન પાસેથી બીબીસીના ચીફ એડિટરનો હવાલો સંભાળ્યો હતો. એન્ટવિસલની કામગીરી સંભાળ્યાના એક મહિના બાદ જ બીબીસી વિવાદમાં સપડાયું હતું. બીબીસીના 'ન્યૂઝ નાઈટ' નામના કાર્યક્રમમાં ગયા વર્ષે મૃત્યુ પામેલા બીબીસીના નામાંકિત ટીવી હોસ્ટ જિમી સેવિલ ઉપર સેંકડો બાળકોના જાતિય શોષણના આરોપો અંગે છણાવટ કરવામાં આવી હતી. આ આક્ષેપો બાદમાં હરીફ આઈટીવી નેટવર્કે પ્રસારિત કર્યા હતાં. જેના કારણે બ્રિટનમાં લોકોએ દાવો કર્યો કે બીબીસી તેમના નામાંકિત હોસ્ટને છાવરી રહી છે.
એવામાં એ જ પ્રોગ્રામમાં વેલ્સ ખાતે સિત્તેર અને એંસીના દશકમાંના એક કથિત બાળ જાતિય શોષણનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ભોગ બનેલ સ્ટીવ મેસહેમ નામની વ્યક્તિએ દાવો કર્યો કે કોન્ઝર્વેટિવ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ તેનું જાતિય શોષણ કર્યું હતું. બીબીસીએ એ નેતાનું નામ તો જાહેર નહોતું કર્યું પરંતુ તેના અહેવાલથી હાઉસ ઓફ લોર્ડસના કન્ઝર્વેટિવ પાર્ટી મેમ્બર એલિસ્ટર મેકઆલ્પાઈન તરફ આંગળી ચીંધાઈ. આથી ઉશ્કેરાયેલા મેકઆલ્પાઈને બીબીસીને કોર્ટમાં લઈ જવાની ધમકી આપી.
બીજી બાજુ મેસહેમે એવો ખુલાસો કર્યો કે તેણે તેનું શોષણ કરનાર વ્યક્તિની ઓળખ મેળવવામાં થાપ ખાધી હતી અને તેમણે મેકઆલ્પાઈનની માફી માંગી અને વિવાદિત અહેવાલ પ્રસારિત કરવા બદલ બીબીસીની ઝાટકણી કાઢી.
હવે આ અંગે એન્ટવિસલનું કહેવું છે કે તેઓ સમગ્ર બાબતથી જ અજાણ છે. લોકો એમ કહે છે કે બીબીસીના વડા જ તેમના કાર્યક્રમોથી અજાણ હોય એ તો કેવું કહેવાય? બીબીસી ટ્રસ્ટના ચેરમેન ક્રીસ પેટને સમગ્ર બાબતને દુઃખદ ગણાવી છે પરંતુ એન્ટવિસલના રાજીનામુ આપવાના પગલાને બિરદાવ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved