Last Update : 12-November-2012, Monday

 

ગુજરાતમાં તોફાનો મોદીના ઇશારે જ થાય છેઃ પૂર્વ એડીે.ડીજીપી

 

ગુજરાતમાં અત્યાર સુધી થયેલા દરેક તોફાનો સરકારના ઇશારે જ કરાવવામાં આવ્યા છે. તેવો ખુલ્લેઓમ આક્ષેપ ગુજરાત રાજ્યના પૂર્વ ડીજીપી રાજન પ્રિયદર્શીએ મોદી સરકાર સામે કર્યો છે. કોંગ્રેસમાં જોડાયા બાદ નિવૃત પોલીસ ઓફિસરના આ નીવેદનથી ચૂંટણી વખતે ફરી રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસમાં જોડાયા બાદ નિવૃત પોલીસ ઓફિસરના મોદી સરકાર વિરુધ્ધ ખુલ્લેઆમ આક્ષેપથી રાજકારણ ગરમાયું
ગાંધીનગર શહેરમાં મળેલા કોંગ્રેસના મહાસંમેલનમાં આજે એક નિવૃત આઇપીએસ અને નિવૃત આઇએએસ કોંગ્રેસમાં જોડાયાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકારમાં એડીસનલ ડીજીપી તરીકે નિવૃત થયેલા રાજન પ્રિયદર્શી અને ગાંધીનગરમાં ડીડીઓ તરીકે ફરજ બજાવી ચુકેલા નિવૃત આઇએએસ એમ.ટી.જોષી આજે વિધીવતરીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.
સંમેલન પુર્ણ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસમાં જોડાયેલા પુર્વ ડીજીપી રાજન પ્રિયદર્શીએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે,' મારા પોલીસ ઓફિસરના કાર્યકાળ દરમિયાનના અનુભવોને આધારે એટલુ સ્પષ્ટ થાય છે કે, ભાજપની આ સરકાર કોમવાદી સરકાર છે. એટલુ જ નહીં, ગુજરાતમાં થતા દરેક તોફાનો પણ સરકારના ઇશારે જ થાય છે. '
નિવૃત પોલીસ અધિકારીના મોદી સરકાર વિરુધ્ધના આ ખુલ્લેઆમ આક્ષેપથી ગુજરાતમાં રાજકારણ વધુ ગરમાયું છે.તો અત્યારસુધી આ નિવૃત અધિકારીઓ કોંગ્રેસમાં કેમ ન જોડાયા તેવો સવાલ ઉભો થોય છે તો બીજીબાજુ ચૂટણી વખતે જ તોફાનોને યાદ કરવાની મોટી ભુલ કોંગ્રેસને ફરી ભારે પડશે કે કેમ તે સવાલનો જવાબ તો આવનારા દિવસોમાં મળી જશે.

 

ભાજપ ભગાવો સાલમુબારકઃ કોંગ્રેસનું નવું સુત્ર
કોગ્રેસના કાર્યકરનો વાળ વાંકો થશે તો 'રાધનપુરવાળી' થશે

ગાંધીનગરમાં મળેલા સંમેલનમાં છ કરોડપતિને બદલે છ કરોડ જનતાની મજબુત સરકાર બનાવવા કોંગી નેતાઓની હાકલ

ગાંધીનગર, રવિવાર
સરકારી નોકરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ સરકારના બદલે હાલ ભાજપની નોકરી કરી રહ્યા છે. ત્યારે સરકારી અમલર્દાો ભાજપના રંગમાં રંગાઇ જઇને કોંગ્રેસના કાર્યકરનો વાળ પણ વાંકો કરશે તો કોંગ્રેસ દ્વારા રાધનપુરવાળી કરાશે તેવી ચીમકી આજે ગાંધીનગમાં મળેલા મહાસંમેલનમાં કોંગી નેતાઓ દ્વારા ઉચ્ચારવામા આવી હતી. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તન લાવીને છ કરોડપતીને બદલે છ કરોડ જનતાની સરકાર બનાવવા પણ કોંગી આગેવાનોએ હાંકલ કરી છે.
ગાંધીનગરમાં જનવિજય નિર્ધાર મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસી કાર્યકરો અને ઓગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનનો પ્રારંભ કરતા પ્રદેશ કોગ્રેસ મહામંત્રી નિશિત વ્યાસે શરૃઆતથી જ મોદી સરકારને આડે હાથે લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, વાણી વિલાસ કરતા મોદી અને તેમની સરકારના ભ્રષ્ટ નેતાઓમાં ભરમાયા વગર યુવાનો અને શિક્ષણ ઉપરાંત ગૃહિણીઓના વિકાસ માટે વિચારતી કોંગ્રેસ સરકારમાં વિશ્વાસ વધુ મજબુત કરવાની જરૃર છે. સંમેલનમાં ભારત સરકારના મંત્રી ભરતસિહ સોલંકીએ ભાજપ પર ભડાશ કાઢતા કહ્યું હતું કે,હિન્દુત્વના નામે છેતરતી સરકારને હવે હાંકી કાઢવાનો સમય પાકી ગયો છે. એટલુ જ નહી, હવે છ કરોડપતીની સરકારને બદલે છ કરોડની જનતાની સરકાર લાવવા આહ્વાન પણ કર્યું હતું.
દિલ્હીના સાંસદ સંદિપ દિક્ષિતે પણ મોદી સરકારના જુઠ્ઠાણાને વખોડી કાઢીને ગુજરાતની પ્રજાની દરિદ્રતાની વાત કરી હતી. તેમને છત વગરના ગરીબ ગુજરાતીઓને કેન્દ્રમાં રાખીને સમગ્ર વક્તવ્ય કર્યું હતું.તો પાટણ લોકસભાના સાંસદ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, આચારસંહિતા હોવા છતા પણ હજી ભાજપ સરકારી મશીનરીનો દુરઉપયોગ કરી રહ્યું છે. ત્યારે પોલીસ અને સરકારી અમલદારને ટાર્ગેટ કરીને ચિમકી આપી હતી કે, કોંગ્રેસી કાર્યકરનો વાળ પણ વાંકો થશે તો કોંગ્રેસ દ્વારા 'રાધનપુરવાળી' કરાશે. આ મહાસંમેલનમાં ૮થી ૧૦ હજાર કાર્યકરો હાજર રહ્યા હતા તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડો.સી.જે.ચાવડાએ જણાવ્યું હતું. મહાસંમેલનમાં નવા વર્ષ માટે કોંગ્રેસે નવુ સુત્ર 'ભાજપ ભગાવો સાલમુબારક' આપ્યું હતું.ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગોનો ગ્રાફ સતત નીચે જઇ રહ્યો છે તેમ છતા રાજ્યના મુખ્યપ્રધાન ખોટા પ્રચાર કરીને સમગ્ર ગુજરાતની પ્રજાને છેતરી રહ્યા છે તેવો આક્ષેપ કેન્દ્રીય કાપડ મંત્રી આનંદ શર્માએ કર્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved