Last Update : 12-November-2012, Monday

 

મમતા બેનર્જી અને વિપક્ષોની મોરચાબંધી સામે
વડાપ્રધાન બસપા પ્રમુખ માયાવતી સાથે લંચ ડિપ્લોેમસી

સંસદમાં એફડીઆઇ પર મતદાન થાય તો સરકાર બચાવવા રણનીતિ

નવી દિલ્હી, તા. ૧૧
મમતા બેનરજી અને વિપક્ષોની મોરચાબંધી સામે વડાપ્રધાન બસપા પ્રમુખ માયાવતીને લંચ માટે બોલાવ્યા હતાં. આ બેઠકને સંસદના શિયાળુ સત્રમાં એફડીઆઇ પર મતદાન થાય તો સરકાર બચાવવાની રણનિતિનાં ભાગરૃપે જોવામાં આવી રહી છે.
સંસદનું શિયાળુ સત્ર ૨૨ નવેમ્બરથી શરૃ થઇ રહ્યુ છે ત્યારે વડાપ્રધાન ડો. મનમોેહન સિંહે યુપીએને બહાર સમર્થન આપી રહેલા બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીને વિશ્વાસમાં લેવાનાં પ્રયત્નો શરૃ કરી દીધા છે. જેના ભાગરૃપે આજે ડો. સિંહે બસપા પ્રમુખ માયાવતીને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. સિંહે સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવને ભોજન માટે શુક્રવારે આમંત્રણ આપ્યું હતું.
તૃણમુલ યુપીએમાંથી અલગ થયા પછી આ બેઠકને સરકારને બહારથી સમર્થન આપી રહેલા બંને પક્ષો સાથે સંબધ મજબૂત બનાવવાનાં ભાગરૃપે જોેવામાં આવી રહી છે. લોકસભામાં સપાનાં ૨૨ અને બસપાનાં ૧૧ સાંસદો છે.
આ બેઠક અંગે જ્યારે માયાવતીને પૂછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યું હતું કે આ પ્રથમ વખત નથી કે હું વડાપ્રધાનને મળી રહી છું. અગાઉ પણ ઘણી વખત મળવા આવી છું. વડાપ્રધાને મને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. અમે રાજકારણમાં છીએ. ભોજન સમારંભમાં આવી મુલાકાત થતી રહે છે. સંસદ સત્ર શરૃ થવાની તૈયારી છે પરંતુ એ કહેવુ ખોટુુ છે હું સંસદ સત્ર માટે જ વડાપ્રધાનને મળી હતી. આ મુલાકાતને સંસદ સત્ર સાથે જોડવી જોઇએ નહીં.
વડાપ્રધાન સાથેની મુલાકાત પછી માયાવતીએ જણાવ્યું હતું કે અમે સરકારને બહારથી સમર્થન આપી રહ્યાં છે. રાજ્કીય બેઠકો થયા કરે છે.
ઉલ્લેખનીય છે કે તૃણમુલ કોંગ્રેસે જાહેરાત કરી છે કે તે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. તૃણમુલ કોંગ્રસનાં પ્રમુખ મમતા બેનરજીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલા રીટેલ સેક્ટરમાં એફડીઆઇને મંજુરી આપવાનાં સહિતનાં આર્થિક સુધારાઓ અયોગ્ય છે. આ નિર્ણયો પછી તૃણમુલ કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો હતો. ટેકો પાછો ખેંચી લીધા પછી તૃણમુલ કોંગ્રેસે જણાવ્યું હતું કે સરકારને સત્તામાં રહેવાનો કોઇ નૌતિક અધિકાર નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved