Last Update : 12-November-2012, Monday

 

નેતાઓનો બેફામ વાણી વિલાસ
દિગ્વિજયે કેજરીવાલને રાખી સાવંત સાથે સરખાવ્યાં ઃ બંને એક્સપોઝ કરે છે

યશવંત સિંહાએ રાહુલને ઘોડાની ઉપમા આપી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૧
બેફામ નિવેદનો આપવાની હોડમાં ઉતર્યા હોય તેમ આજે ભાજપના યશવંતસિંહાએ રાહુલ ગાંધીને ઘોડા સાથે સરખાવ્યા હતાં તો કોંગ્રેસના દિગ્વિજય સિંહે ચળવળકારમાંથી રાજકારણી બનેલા અરવિંદ કેજરીવાલને રાખી સાવંત સાથે સરખાવ્યાં હતાં.
યશવંતસિંહાએ ઝારખંડના બોકારો ખાતે કહ્યું હતું કે રાહુલ ગાંધી લગ્નમાં વરરાજાને લઈ જતા ઘોડા જેવા છે. વરરાજાને લઈ જતો ઘોડો પણ વારંવાર એક જગ્યાએ ખોડાઈ જાય છે અને આગળ વધતો નથી. એ જ રીતે રાહુલને તેમના નેતાઓ આગળ વધારવાની કોશિશ કરે છે પણ રાહુલ છે કે આગળ વધવા તૈયાર જ નથી.
યશવંતસિંહાના નિવેદનનો જવાબ આપતા કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ભાજપે એ ચિંતા કરવી જોઈએ કે કૌભાંડોમાં ખરડાયેલા તેમના પ્રમુખ નીતિન ગડકરીને હોદ્દા પર રાખવા કે નહીં. કોંગ્રેસના નેતા અને માહિતી પ્રસારણ ખાતા મંત્રી મનીષ તિવારી તેમજ ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી આનંદ શર્માએ પણ જણાવ્યું હતું કે ભાજપે તેમના પોતાના પર ધ્યાન આપવાની જરૃર છે.
બીજી બાજુ દિગ્વિજયસિંહે કોલંબિયા યુનિવર્સિટીના એક વિદ્યાર્થીના મેસેજનો સંદર્ભ ટાંકતા અરવિંદ કેજરીવાલની સરખામણી રાખી સાવંત સાથે કરી હતી. ટ્વીટરમાં જણાવાયું હતું કે કેજરીવાલ અને રાખી સાવંત 'એક્સપોઝ' તો કરે છે પરંતુ બંને પાસે બતાવવા લાયક કશું નથી. જોકે દિગ્વિજય સિંહે આ અંગે ખુલાસો કરતા એમ પણ કહ્યું હતું કે તેઓ રાખી સાવંતની મજાક ઉડાવવા નથી માંગતા કારણ કે તેઓ એમના જૂના 'ફેન' છે.
જોકે દિગ્વિજયસિંહના નિવેદનથી રોષે ભરાયેલી રાખી સાવંતે કહ્યું હતું કે તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે.

કહને મેં ક્યા હર્ઝ હૈ ?
* નરેન્દ્ર મોદી ડ્રામાબાજ છે અને એમને તો ફિલ્મફેર પુરસ્કાર મળવો જોઈએ.
- રેણુકા ચૌધરી, કોંગ્રેસ નેતા
* ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ વિશે સાંભળ્યું છે ?
- નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, ગુજરાત
* લોહપુરૃષ બનવાના સપના જોઈ રહેલા મોદી હકીકતમાં તો લહુપુરૃષ છે.
- મણિશંકર ઐયર, કોંગ્રેસ નેતા
* વાંદરો સિંહને પડકારે છે પરંતુ એને ખબર નથી કે વાંદરો કદી સિંહ બની શકવાનો નથી.
- અર્જુન મોઢવાડિયા, ગુજરાત કોંગ્રેસ નેતા
* રામ ખરાબ પતિ હતા. રામ ઐતિહાસિક પુરૃષ છે કે કેમ એ વિશે મને શંકા છે.
- રામ જેઠમલાણી, ભાજપ સાંસદ

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved