Last Update : 12-November-2012, Monday

 

યુએસએઈડના વડા તરીકે સરાહના પામેલા
રાજ શાહ ઓબામાની કેબિનેટમાં પહેલા ભારતીય મૂળના પ્રધાન બને તેવી શક્યતા

શાહને સ્વાસ્થ્ય અને માનવ સેવા, કૃષિ કે શિક્ષણ મંત્રાલય મળી શકે છે

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૧૧
અમેરિકી પ્રમુખ ઓબામા બીજી ટર્મ માટે તેમની ટીમ તૈયાર કરવામાં લાગી ગયા છે ત્યારે યુએસએઈડના ભારતીય મૂળના અમેરિકી વડા રાજ શાહને ઓબામાની ટીમમાં કેબિનેટ પ્રધાનનો હોદો મળે તેવી શક્યતા છે. આવું થશે તો ઓબામાની કેબિનેટમાં પ્રધાન બનનારા તેઓ પહેલા ભારતીય મૂળના અમેરિકી નાગરિક હશે. શાહે યુએસએઈડના સફળ વહિવટદાર તરીકે ઘણી સરાહના મેળવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ શાહ પ્રમુખ ઓબામાના વિશ્વાસપાત્ર લોકોમાં ગણાય છે અને આ વખતે તેમને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા જોર પકડી રહી છે. તેમને સ્વાસ્થ્ય અને માનવસેવા, કૃષિ અથવા શિક્ષણ મંત્રાલય સોંપાય તેવી શક્યતા છે.
છેલ્લા સાડા ત્રણ વર્ષમાં શાહે યુનાઇટેડ સ્ટેપ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઈડ)ના સફળ અધિકારી તરીકે પોતાની છબિ મજબૂત બનાવી છે. આ સંસ્થા દુનિયાભરમાં આર્થિક, વિકાસ અને માનવતાને લગતી મદદ પૂરી પાડવાનું કામ કરે છે. હાલ તમામ કામગીરી ચાલી રહી હોવાથી ઓબામાની નવી ટીમ અને તેમાં નિમણૂક અંગેના કોઇપણ સવાલનો જવાબ આપવાનું વ્હાઇટ હાઉસ ટાળી રહ્યું છે.
તાજેતરમાં જ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જય કાર્નિએ પત્રકારોને જણાવ્યું હતું કે નવી નિમણૂકો કે નવી ટીમ અંગે જાહેર કરવા જેવું હાલ તેમની પાસે કંઇ નથી. ઓબામાના વહિવટી તંત્રમાં યુએસએઈડના વડાનું પદ ઘણું મહત્વનું છે અને આ પદે નિમણૂક થતાં અગાઉ શાહ બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનમાં અનેક કામગીરી ચૂક્યા છે.
ઓબામાએ ૧૭મી એપ્રિલ, ૨૦૦૯ના રોજ શાહને કૃષિ, શિક્ષણ અને અર્થશાસ્ત્રમાં સંશોધન માટેના અન્ડર સેક્રેટરી અને મુખ્ય વૈજ્ઞાાનિક તરીકે નિમ્યા હતાં. યુએસએઈડના વડા તરીકે ૨૦૧૦માં હૈતિના ભૂકંપ અને પાકિસ્તાનના પુર સહિતની હોનારતોમાં તેમની કામગીરીને વૈશ્વિક સ્તરે ઘણી સરાહના મળી હતી.

ગાંધીજીના પ્રપોત્ર શાંતિ કાન્સાસ વિધાનસભા ચૂંટણીમાં વિજયી
રિપબ્લિકન ઉમેદવાર તરીકે તેમણે ડેમોક્રેટ એન્સલેને નવ ટકા મતે હરાવ્યા

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૧૧
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર શાંતિ ગાંધી ૬ નવેમ્બરે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કાન્સાસ રાજ્ય વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા છે. રિપબ્લિકન પક્ષના ઉમેદવાર શાંતિ ગાંધીએ ડેમોક્રેટ હરીફ થીઓડોર 'ટેડ' એન્સલેને કાન્સાસના બાવનમા વિધાનસભા જીલ્લામાં ૧૫ ટકા પોઈન્ટથી હરાવ્યા હતા.
૭૨ વર્ષીય શાંતિ ગાંધી મહાત્મા ગાંધીના પૌત્ર કાંતિલાલના પુત્ર છે. હૃદય અને ગળાના સર્જન શાંતિ ગાંધી કાન્સાસની ટોપેકા સિટી ખાતેની સ્ટોર્માઉન્ટ-વલિ હોસ્પિટલમાંથી ૨૦૧૦માં નિવૃત્ત થયા છે. ૬ નવેમ્બરે યોજાયેલી પ્રમુખ પદની ચૂંટણીમાં તેમણે એન્સેલેના ૫૩૫૭ મત સામે ૬૪૧૩ મત મેળવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે શાંતિ ગાંધી ૧૯૬૭માં બોમ્બે યુનિવર્સિટીના મેડિકલ સ્નાતક તરીકે અમેરિકા આવ્યા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved