Last Update : 12-November-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય.

- ભાજપા પ્રમુખ નીતિન ગડકરીના સમર્થનમાં આગળ આવનારા લોકોની સાથે તેમની વિરૃધ્ધમાં મંડાઇ રહેલો મોરચો પણ મજબુત બની રહ્યો છે. પક્ષની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય જગદિશ શેટ્ટીગર બળવાખોરોની પંગતમાં સામેલ થયા છે. પૂર્તિ જૂથને લગતા કૌભાંડો બહાર આવતા ગડકરીએ પ્રમુખપદેથી રાજીનામુ આપવું જોઇએ તેવી માગણી પણ શેટ્ટીગરે કરી છે. લોપ્રોફાઇલ છતાં ઘણા લાંબા સમયથી ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય રહેલા શેટ્ટીગરે ગડકરી સામે અવાજ ઉઠાવતા હોબાળો મચી ગયો છે.
- ભારતીય નેતાઓ મોટેભાગે અંગ્રેજીમાં જ 'ફડાકા' મારવાનું પસંદ કરતા હોય છે તેવા સમયે મધ્યપ્રદેશના ભાજપી મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે અંગ્રેજી ભાષાના વધતા ઉપયોગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અંગ્રેજીના વળગણને ઉતારવાની તાતી જરૃરીયાત છે. અંગ્રેજી બોલતા લોકો અંગ્રેજીના ફરજિયાતપણાનો અંત આવે તેવું ઈચ્છતા જ નથી કારણ કે તેમને ડર છે કે આવું થશે તો ભારતના અંતરિયાળ ગામડાનો યુવાન કે યુવતી પણ આઇએએસ કે આઇપીએસ અધિકારી બની જશે...
- ભારતીય સૈન્યમાં મહત્વની શસ્ત્ર પ્રણાલી અને દારૃગોળાની ભારે અછત વર્તાઇ રહી છે. દેશના ૧૩ લાખ જેટલા જવાનોની આ મુશ્કેલી અંગે સૈન્યના વડા જનરલ વિક્રમસિંહ વડાપ્રધાન મનમોહનસિંહને માહિતગાર કરશે. સૈન્યને રહેવા માટે જરૃરી તમામ સાધન સરંજામની યાદી તૈયાર કરીને તેના જથ્થા અંગેની માહિતી આપવા મિલિટરી ઓપરેશન્સના ડીજીએ સૈન્યના વડામથકને જણાવ્યું છે. અગાઉ સૈન્યના પૂર્વ વડા જનરલ વી કે સિંહે પણ સૈન્યમાં શસ્ત્રો અને દારૃગોળાની ભારે અછત હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો.
- ૨૦૧૨નું વર્ષ ભારત માટે આર્થિક દ્રષ્ટિએ યાદ રાખવા જેવું ન હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ પ્રશ્ન આનંદ શર્મા સ્પષ્ટપણે માને છે. તેમનું કહેવું છે કે આ વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તરે ઊભી થયેલી ડામાડોળ સ્થિતિની ભારતીય અર્થતંત્ર પર ઘણી વિપરિત અસર પડી છે... પરિવાર કે ઘર જેવા લોકો સામે કોઇ પેટ છુટ્ટી વાત કરે તે તો સમજ્યા પણ શર્માએ તો પોતાની હૈયા વરાળ ભારતની મુલાકાતે આવેલા અફઘાન પ્રમુખ હામિદ કરઝાઇ સામે ઠાલવી હતી. જોકે અમેરિકા, યુરોપ અને જાપાનની સરખામણીએ ભારત ઊંચા વિકાસ દરે વિકસી રહ્યો હોવાના મુદ્દે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
- ગુલાબી નગરી જયપુરની ટ્રાફિક પોલીસના આઠ કર્મચારીઓ હાલ તંત્રના એક નિર્ણયથી લાલઘુમ થયા છે... જયપુર ટ્રાફિક પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ આઠ કર્મનિષ્ઠ કર્મચારીઓને પ્રોત્સાહન રૃપે પ્રમાણપત્ર અને રૃા. ૧૧નું ઇનામ આપવાનું નક્કી કર્યું છે! ટ્રફિક પોલીસને હવે એ નથી સમજાતું કે તેમને આવા પ્રોત્સાહન દ્વારા વળતર અપાય છે કે તેમની મજાક કરવામાં આવી છે. અગાઉ ચોરાયેલા વાહનો શોધવામાં સરાહનીય કામ બદલ રૃા. ૫૧નું ઈનામ જાહેર કરાયું હતું!
આંતરરાષ્ટ્રીય

- આંતરરાષ્ટ્રીય સ્તરની વાત નિકળી જ છે તો બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર અંગે પણ થોડી ગુફતગુ કરી લઈએ... નવાઈ પામવાની વાત નથી, નીતિશ કુમારની વાત એટલે ઉખળી છે કારણ કે તેઓ હાલ પાડોશી દેશ પાકિસ્તાનના પ્રવાસે છે. પાકિસ્તાનમાં બિહારના સુશાસનના ગુણગાન ગાનારા કુમારે આજે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલિફકાર અલી ભુટ્ટો અને તેમના પુત્રી બેનઝિર ભુટ્ટોની મઝાર પર શ્રધ્ધાંજલિ અર્પી હતી.
- ચીને તાજેતરમાં જ જાહેર કરેલી તેના નવા યુદ્ધ હેલિકોપ્ટરની તસવીરોએ ઘણી ચર્ચા જગાવી છે. આ હેલિકોપ્ટર ચીનના ગુઆંગહોંગ પ્રાંતમાં યોજાનારા એર શોમાં રજૂ કરાશે. બીજી બાજુ ચીન સૈન્યને મોટાપાયે સમૃદ્ધ બનાવી રહ્યું હોવાની અટકળોને હવે પુષ્ટિ મળવા માંડી છે. આ નવા હેલિકોપ્ટર ડબલ્યૂઝેડ-૧૦ની સાથે ચીને તેના બોમ્બર જે-૨૦ને પણ રજૂ કર્યું હતું. અમેરિકા બાદ માત્ર ચીન પાસે જ આવી ટેકનોલોજી છે.
- ભારતને અપાતી તમામ મદદ અટકાવી દેવાના યુકેના નિર્ણયની અમેરિકા પર કોઈ અસર જણાતી નથી. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ભારતને અપાતી મદદ રોકવાની હાલ તેની કોઈ યોજના નથી. જોકે ૨૦૧૦થી અત્યાર સુધીમાં ભારતને અપાતી અમેરિકી મદદ ૨૫ ટકા જેટલી ઘટી છે. ૨૦૧૦માં ભારતને અમેરિકા તરફથી ૧૨.૬૭ કરોડ ડોલરની મદદ મળી હતી જે ૨૦૧૩માં ઘટીને ૯.૮૩ કરોડ ડોલર થવાની શક્યતા છે. અમેરિકાનું કહેવું છે કે આ ઘટાડા પાછળ તેની કથળતી આર્થિક સ્થિતિ જવાબદાર છે. વિદેશ વિભાગના પ્રવકતા વિક્ટોરિયા નુલાન્ડે જણાવ્યું હતું કે ભારત માટેની અમેરિકી નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.
- ઈજિપ્ત એરની ૧૯૩૨માં સ્થાપના થયા બાદ પ્રથમ વખત તેની મહિલા કર્મચારીઓએ 'હિઝાબ' પહેરવાનું શરૃ કર્યું છે. અગાઉ આ કર્મચારીઓએ ફલાઈટ દરમિયાન 'હિઝાબ' પહેરવાની મંજૂરી આપવા અંગે અભિયાન ચલાવ્યું હતું. આખરે એરલાઈન્સે તેમને 'હિઝાબ' પહેરવાની મંજૂરી આપવી પડી છે.
- માલદિવ્ઝના પ્રમુખના સહયોગી અબ્બાસ આદિલ રિઝાએ માલદિવ્ઝ ખાતેના ભારતીય દૂત ધ્યાનેશ્વર મુલેને દગાખોર અને માલદીવ્ઝના શત્રુ કહેતા હોબાળો મચી ગયો છે. જોકે આ અંગે માલદિવ્ઝના પ્રમુખ મોહમ્મદ વાહિદે માફી માંગી છે અને ભારતીય હાઈકમિશ્નરને ઉચિત પગલાં લેવાની ખાતરી આપી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved