Last Update : 12-November-2012, Monday

 

એક નવી ક્રાંતિના મંડાણ ઃ સ્લેટની જગ્યાએ ટેબ્લેટ
૧૧૩૦ રૃપિયામાં આકાશ ટેબ્લેટનું લોંચિંગ

વિદ્યાર્થિઓના શિક્ષણ માટે નવી દિશા ખુલશે ઃ રાજ્ય સરકારો સંમત થશે તો વાઇફાઇ, કેમેરા સહિત અનેક સુવિધાઓથી સજ્જ 'આકાશ' મફત મળશે

નવી દિલ્હી, તા. ૧૧
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ વિજ્ઞાાન ભવનમાં ભારતમાં બનેલું સસ્તુ ટેબ્લેટ પીસી આકાશ-૨ને લોંચ કર્યું છે. આ ટેબ્લેટ સરકાર તરફથી વિદ્યાર્થીઓ માટે એક ભેંટ સ્વરૃપ માનવામાં આવી રહ્યું છે. આ પગલું દેશના શૈક્ષણિક જગતમાં ક્રાંતિ સર્જશે. વિદ્યાર્થીઓ તેમના ખીસ્સામાં માત્ર સાત ઇંચની સ્ક્રીન સાથેનું અત્યાધુનિક ટેબ્લેટ લઇને અભ્યાસ કરી શકશે. આની સાથે જ દેશની ઉચ્ચતર શિક્ષણ વ્યવસ્થા વધુ હાઇટેક બનશે.
શરૃઆતમાં આ ટેબ્લેટ એન્જીનીયરિંગ કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. તેનો પ્રારંભિક ભાવ રૃ. ૧,૧૩૦ રાખવામાં આવ્યો છે. આ ટેબ્લેટમાં ૧ જીએચઝેડનું પ્રોસેસર, ૫૧૨ એમબીની મેમરી અને સાત ઇંચની કેપિસિટેટિવ ટચ સ્ક્રીન અને સામાન્ય કામગીરીના ત્રણ કલાક કામ કરે તેવી બેટરી છે.
સી-ડેકના સક્રિય સપોર્ટથી આઇઆઇ-ટી બોમ્બેએ આ ટેબ્લેટને વિકસાવી છે. આ ટેબ્લેટનો પૂરવઠો આપવાની જવાબદારી જેને સોંપવામાં આવી છે તે ડેટાવિંડના સીઇઓ સુનીત તુલીએ જણાવ્યું હતું કે 'સરકાર રૃ. ૨,૨૬૩ના ભાવે અમારી પાસેથી ટેબ્લેટની ખરીદી કરે છે. તેને ૫૦ ટકા અડધાભાવે સરકાર વિદ્યાર્થીઓને આપશે. આમ તે વિદ્યાર્થીઓને માત્ર ૧,૧૩૦માં જ મળી જશે.'
વધુમાં તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારો તેમાં વધુ સબસિડી આપીને તે વધુ સસ્તા ભાવે વિદ્યાર્થીઓને આપે તે માટે કેન્દ્ર તેમને પ્રોત્સાહન આપવા પ્રયાસો કરી રહી છે. આમ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને તે મફતમાં મળે તેવી પણ શક્યતા છે.
પ્રથમ એક લાખ ટેબ્લેટ યુનિવર્સિટીઓ અને એન્જીનીયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. એ પછી તે અન્યોને વહેંચાશે. આગામી પાંચથી છ વર્ષમાં આશરે ૨૨ કરોડ વિદ્યાર્થીઓ આ ડિવાઇસ મેળવશે. સોમવાર સુધીમાં જ ૨૨,૦૦૦ જેટલા ટેબ્લેટ્સ વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.
આ ડિવાઇસમાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પણ ચલાવી શકાશે. તેમાં આધાર અંગેની માહિતી મળશે અને તે દૂરના સ્થળેથી રોબોટ પર અંકુશ મેળવી શક તેવી સવલત છે તેમ માનવસંશાધન વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશના સૌપ્રથમ શિક્ષણ પ્રધાન રહી ચૂકેલાં મૌલાના અબુલ કલામના જન્મ દિવસે આ ટેબ્લેટને લોંચ કરીને એ દિવસે તેમને પણ યાદ કર્યા હતા. આકાશ-૧ની સરખામણીએ આ વર્ઝનના ડિસ્પ્લેમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક અપ્લીકેશન્સ છે. જે વિદ્યાર્થિઓ માટે ફાયદેમંદ છે.

મોદી-સિબલ વચ્ચે આકાશના મામલે
વાક્ યુદ્ધ છેડાયેલું
આકાશનું પહેલું વર્ઝન બજારમાં આવ્યું ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારે હાઉ ઊભો કરવામાં આવ્યો હોવા છતાં વિદ્યાર્થીઓને આકાશની વહેંચણી કરવામાં આવી નથી. આકાશ ધરતી પર ક્યારે આવશે? પછી ત્યારના માનવસંશાધન વિકાસ પ્રધાન કપિલ સિબલે પ્રતિસાદમાં કહ્યું કે મોદીને તેમના મંત્રાલય દ્વારા બે ટેબ્લેટ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તે અનડિલિવર્ડ પાછા આવ્યા હતા.
આ અંગે મોદીએ કહ્યું કે મારા સવાલનો જવાબ સિબલ મને લાંચ આપવાનો પ્રયાસ કરીને આપી રહ્યા છે. તેમણે એચઆરડી મંત્રાલય પર ત્યારે ભંડોળના દુરૃપયોગનો આક્ષેપ મુક્યો હતો. બન્ને વચ્ચેનો આ વિવાદ બહુ લાંબો ચાલ્યો હતો. સિબલે કહ્યું હતું કે મોદીએ તેમનું નામ બદલીને નરેન્દ્ર 'વિરોધી' કરી દેવું જોઇએ. મોદીને મોકલવામાં આવેલાં ટેબ્લેટ પાછા મોકલાયાનો મતલબ એમ કે તેઓ ગુજરાતમાં શિક્ષણ ઇચ્છતા નથી.
આકાશ ટેબ્લેટ-૨ની વિશેષતાઓ
- સાત ઇંચનું મલ્ટિ-ટચ કેપેસિટિ સ્ક્રીન
- ૫૧૨ એમબી રેમ
- ૪જીબી (ઇન્ટર્નલ) ફ્લેશ મેમરી, જે માઇક્રો એસડી કાર્ડનો ઉપયોગ કરીને ૩૨ જીબી સુધી વધારી શકાશે.
- યુએસબી પોર્ટ
- ૧ જીએચઝેડ કોર્ટેક્સ એ૮ પ્રોસેસર
- ફ્રંટ ફેસિંગ કેમેરા
- વાઇફાઇ

આકાશ-૧ની ગુણવત્તા વિશે પ્રશ્નો થયેલા
ભારત સરકારનું આકાશ ટેબ્લેટ નવા વિવાદમાં મુકાયું હતું. આ ટેબ્લેટને બનાવનાર કંપની ડેટાવિંડ લિમિટેડ અને તેના અગાઉના એસેમ્બલી પાર્ટનર હૈદરાબાદની ક્વાડ ઇલેક્ટ્રોનિક્સ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે વિવાદ ઊભો થયો હતો અને પેમેન્ટ અને અન્ય બાબતોએ એકબીજાને કાનૂની નોટિસ પાઠવી હતી. ટેબ્લેટનું બુકિંગ કરાવનાર હજારો લોકોને આ ઝઘડાને કારણે ભોગવવાનો વારો આવ્યો હતો. આકાશના સુધારેલાં વર્ઝન આકાશ, યુબીસ્લેટ ૭+નું બુકિંગ ગત વર્ષે શરૃ કરવામાં આવ્યું હતું. પરંતુ ડિલિવરી અત્યારસુધી આપવામાં આવી નથી. ટેબ્લેટ બુકિંગ કરનાર ઘણાએ તમામ પૈસા એડવાન્સ પણ ચુકવી દીધા હતા.
આ બન્ને પૂર્વ ભાગીદારોએ તેમના સંબંધો કાપી નાખ્યા હતા અને એકબીજાને કાનૂની નોટિસો પણ પાઠવી હોવાનો દાવો કર્યો હતો. સરકાર ૧,૦૦,૦૦૦ આકાશ ટેબ્લેટ ખરીદવાની હતી. પરંતુ તેની ગુણવત્તામાં શરૃઆતમાં જ ખામીઓ જણાતાં પ્રારંભિક લોટ પછી જ તેની ખરીદી બંધ કરી હતી. હવે બન્ને કંપનીઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ફરીથી ફાટી નીકળેલી કોમી હિંસામાં બેના મૃત્યુ
કરચોરી મુદ્દે બાબા રામદેવના ટ્રસ્ટને પાંચ કરોડની નોટીસ

અમિતાભે વાંધો ઉઠાવતા બિહાર પોલીસે પોસ્ટર દૂર કર્યા

મેઘાલયમાં સલામતિ દળ પર ગારો ઉગ્રવાદીઓનો હુમલો
૨૬ નવેમ્બર પછી કેજરીવાલ આઇએસીનું નામ વાપરશે નહીં
ઈંગ્લેન્ડ અને હરિયાણા વચ્ચેની પ્રેક્ટિસ મેચ આખરે ડ્રો થઇ

ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ફિક્સ હોવાનો આક્ષેપ ખોટો ઃ BCCI

લંડન ફાઇનલ્સઃ ફેડરર-મરે અને યોકોવિચ-પોટ્રો વચ્ચે સેમિ ફાઇનલ

સાઓ-પાઉલોમાં પોલીસ-ડ્રગ્સના કારોબારી ગેંગ વચ્ચે અથડામણઃ ૧૩ મોત

પાક.માં હિંસાના અલગ-અલગ બનાવોમાં ૩૧ લોકોનાં મૃત્યુ
બાળ જાતીય શોષણ વિવાદના પગલે બીબીસીના વડાનું રાજીનામું

ગુજરાતી કવિ શોભિત દેસાઈને વાતાયન પોએટ્રી એવોર્ડ

સરબજીતે નવેસરથી દયાની અરજી કરી
સાઉથ આફ્રિકાએ ૪૫૦નો સ્કોર ખડક્યોઃઓસ્ટ્રેલિયાના ૧૧૧/૩
ચોથી વન ડેમાં ન્યુઝીલેન્ડને સાત વિકેટથી શ્રીલંકાએ પરાજય આપ્યો
 
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved