Last Update : 12-November-2012, Monday

 

અઠવાડિક ભવિષ્ય તા.૧૧-૧૧-૨૦૧૨ રવિવારથી તા.૧૭-૧૧-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)

 

દિપાવલીના શુભ પર્વ અને વિક્રમ સંવત ૨૦૬૯ના નૂતન વર્ષની આપને આ સપ્તાહમાં શુભેચ્છાઓ. પત્ની-સંતાન-પરિવારથી આનંદ રહે, ખર્ચ ખરીદી થાય પરંતુ નૂતન વર્ષના પ્રારંભથી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આપે ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં તેમજ આરોગ્યની બાબતમાં કાળજી રાખવી. સંતાનને સીઝનલ બિમારીથી, ફટાકડાથી, દાઝવાથી સંભાળવું. તા. ૧૧ નવેમ્બર રવિ ધનતેરસે હૃદય-મનની પ્રસન્નતા રહે. ૧૨ સોમ કાળી ચૌદશે વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧૩ મંગળ દિપાવલીના પર્વે આનંદ રહે. ૧૪ બુધ નૂતન વર્ષની શુભેચ્છાઓ. ૧૫ ગુરુ ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે. ૧૬ શુક્ર સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. ૧૭ શનિ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

દિપાવલીના શુભ પર્વ દરમ્યાન હળવાશ, રાહત અનુભવો. વિક્રમ સંવત ૨૦૬૯ના નૂતન વર્ષના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા જણાય. પરંતુ પત્નીના આરોગ્ય-સ્વભાવ-ઉતાવળના કારણે, જીદ્દ, મુમતના કારણે આપને ચિંતા રહે. જાહેર સંસ્થાકીય કામગીરીમાં, જવાબદારીમાં વાતવાતમાં ગેરસમજ વિવાદ થાય નહીં તેની તકેદારી રાખવી. કૌટુંબીક-વ્યવહારિક પ્રશ્નમાં જાગૃતિ રાખવી.. તા. ૧૧ નવેમ્બર રવિ ધનતેરસે નોકરી-ધંધાનું કામ સાનુકૂળ રહે. ૧૨ સોમ કાળી ચૌદશે શાંતિથી કામકાજ કરવું. ૧૩ મંગળ દિવાળીના શુભ પર્વે આનંદ રહે. ૧૪ બુધ નૂતન વર્ષાભિનંદન. ૧૫ ગુરુ સગા સંબંધી-મિત્રવર્ગથી ચિંતા-ખર્ચ. ૧૬ શુક્ર નોકરી ધંધાના પ્રશ્ને, આરોગ્યના પ્રશ્ને જાગૃતિ રાખવી. ૧૭ શનિ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું.

 

મિથન (ક.છ.ઘ.)

 

દિપાવલીના શુભ પર્વ દરમ્યાન તેમજ નૂતન વર્ષના પ્રારંભે હૃદય-મનની પ્રસન્નતા ધર્મકાર્યથી, શુભકાર્યથી અનુભવાય. યાત્રા પ્રવાસ, મીલન-મુલાકતનું આયોજન ગોઠવાય. જુના સંબંધો-સંસ્મરણો તાજા થાય. નોકર ચાકરવર્ગની ગેરહાજરીથી તમારા રોજીંદા કામકાજમાં રૃકાવટ, મુશ્કેલી અનુભવાય. પુત્ર પૌત્રાદિકની ચિંતા રહે. સીઝનલ ધંધો-આવક આપને સાનુકૂળતા રખાવે. તમારા વ્યવહાર જળવાઈ જાય. તા. ૧૧ નવેમ્બર રવિ ધનતેરસે નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧૨ સોમ કાળી ચૌદશે સગા સંબંધી-મિત્રવર્ગની ચિંતા રહે. ૧૩ મંગળ દિવાળીએ ધર્મકાર્યથી આનંદ પરંતુ ઉશ્કેરાટ-ઉતાવળ કરવી નહીં. ૧૪ બુધ નૂતન વર્ષાભિનંદન. ૧૫ ગુરુ પુત્ર પૌત્રાદિકની, નોકરચાકર વર્ગની ચિંતા. ૧૬ શુક્ર વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. ૧૭ શનિ આનંદ રહે.

 

કર્ક (ડ.હ.)

 

દિપાવલીના પર્વ, નૂતનવર્ષનો પ્રારંભ છતાં આપે આપના હૃદય-મનને પરાણે આનંદ ઉત્સાહમાં રાખવાનો પ્રયત્ન કરવો પડે. નાણાંભીડ, શારીરિક-માનસિક અસ્વસ્થતા-કૌટુંબીક ચિંતા તેમજ નોકરી-ધંધાના પ્રશ્ને ચિંતા રહેવા છતાં, આપ આપના રોજીંદા વ્યવહાર જાળવવામાં કોઈ તકલીફ અનુભવો નહીં. પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. શરદી-કફ-સીઝનલ બિમારીથી, ખાંસીથી સંભાળવું. સગા સંબંધી-મિત્રવર્ગમાં બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. તા. ૧૧ નવેમ્બર રવિ ધનતેરસે ધર્મકાર્ય થાય. ૧૨ સોમ કાળી ચૌદશે ચિંતા-ઉચાટ રહે. ૧૩ મંગળ દિવાળીએ હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. ૧૪ બુધ નૂતન વર્ષાભિનંદન. ૧૫ ગુરુ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૬ શુક્ર હળવાશ રાહત રહે. ૧૭ શનિ સગા સંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય.

 

સિંહ (મ.ટ.)

 

દિપાવલીના શુભ પર્વ અને નૂતનવર્ષના પ્રારંભે ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાતથી આનંદ રહે. પરંતુ દાંત-દાઢ-ગળામાં, છાતીમાં દર્દપીડાથી, સીઝનલ બિમારીથી સંભાળવું પડે. નિકટના સગા સંબંધી-મિત્રવર્ગમાં બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. નોકરી ધંધાના કામમાં ચિંતા-રૃકાવટ-મુશ્કેલી અનુભવો. મકાન બાંધકામના, જમીનના, વાહનના, ટ્રાવેલ્સના ધંધામાં, સોના ચાંદીના વેપારમાં બેધ્યાન થવામાં, અન્યની દેખાદેખીમાં તકલીફ થાય. તા. ૧૧ નવેમ્બર રવિ ધનતેરસે આનંદ ઉત્સાહ રહે. ૧૨ સોમ કાળી ચૌદશે વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. ૧૩ મંગળ દિવાળીએ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ થાય. ૧૪ બુધ નૂતન વર્ષાભિનંદન. ૧૫ ગુરુ ચિંતા-ઉચાટ બેચેની રહે. ૧૬ શુક્ર ખર્ચ ખરીદી, પ્રવાસ થાય. ૧૭ શનિ સગા સંબંધી-મિત્રવર્ગથી આનંદ, બહાર જવાનું થાય.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

દિપાવલીના શુભ પર્વ અને નૂતનવર્ષના પ્રારંભે માનસિક પરિતાપ-ચિંતા છતાં ધર્મકાર્ય થાય. ખર્ચ થાય. યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય. કાર્યસફળતાથી હળવાશ, રાહત અનુભવો. પત્ની-સંતાન-પરિવારથી સાનુકૂળતા રહે. ધંધાના કામમાં ધ્યાન આપી શકો. સીઝનલ ધંધો-આવક થાય. નવા સંબંધ, ઓળખાણમાં સાનુકૂળતા રહે. આવક કરતાં ખર્ચ વધારે જણાય. તા. ૧૧ નવેમ્બર રવિ ધનતેરસે કામકાજમાં સાનુકૂળતા, ધર્મકાર્ય થાય. ૧૨ સોમ કાળીચૌદસે માનસિક પરિતાપ- વ્યગ્રતા રહે. ૧૩ મંગળ દિવાળીએ હૃદય-મન આનંદમાં રહે, હળવાશ જણાય. ૧૪ બુધ નૂતનવર્ષાભિનંદન. ૧૫ ગુરુ ખર્ચ-ચિંતા-બહાર જવાનું થાય. ૧૬ શુક્ર સગા સંબંધી-મિત્રવર્ગથી ચિંતા-ઉચાટ-ખર્ચ. ૧૭ શનિ હૃદય-મનની પ્રસન્નતા રહે.

 

તુલા (ર.ત.)

 

દિપાવલીના શુભ પર્વ અને નૂતનવર્ષના પ્રારંભે શરદી-ખાંસી-સીઝનલ બિમારી, મસ્તકમાં દર્દપીડા છતાં ધર્મકાર્ય, મીલન-મુલાકાતથી, યાત્રા પ્રવાસથી આપ હળવાશ-રાહત અનુભવો. લોભ-લાલચમાં નોકરી-ધંધામાં જોખમી નાણાંકીય નિર્ણય કરવો નહીં. વિવાદ-ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહીં. પુત્ર પૌત્રાદિકના વ્યવહારિક-સામાજીક કામકાજ અંગેની ચર્ચા વિચારણા થાય. પરદેશના કામમાં ધ્યાન આપી શકો. ક્ષણિક માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ૧૧ નવેમ્બર રવિ ધનતેરસે ધર્મકાર્ય થાય, નોકરી ધંધાના કામ અંગે ખર્ચ થાય. ૧૨ સોમ કાળી ચૌદશે સાવધાની રાખીને કામકાજ કરવું. ૧૩ મંગળ દિવાળીએ નોકરી-ધંધાના, ઘર, પરિવારના કામની વ્યસ્તતા રહે. ૧૪ બુધ સાલ મુબારક. ૧૫ ગુરુ શાંતિ રાખવી, તબિયત સાચવવી. ૧૬ શુક્ર સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. ૧૭ શનિ આનંદ ઉત્સાહ રહે.

 

વૃશ્ચિક (ન.ય.)

 

દિપાવલીના શુભ પર્વ દરમ્યાન તેમજ નૂતનવર્ષના પ્રારંભે વધારાનો ખર્ચ થાય, કામની વ્યસ્તતાના કારણે શારિરીક, માનસિક શ્રમ-થાક અનુભવાય. ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાતથી આનંદ રહે. પરંતુ શરદી-ખાંસી ગળામાં-મસ્તકમાં દર્દપીડાથી સંભાળવું. નોકરી-ધંધાના કામમાં છેલ્લી ઘડી સુધી ચિંતામાં રહો. પરંતુ જુના સંબંધો તાજા થાય, વધારાનો ખર્ચ કરવો પડે. તેમ છતાં કામના ઉકેલથી હળવાશ થતી જાય. સાંસારીક, કૌટુંબીક પ્રશ્ને ચર્ચા વિચારણામાં મતભેદ ભૂલી સમાધાનકારી વલણ સાનુકૂળ રહે. તા. ૧૧ નવેમ્બર રવિ ધનતેરસે હર્ષ-લાભ, આનંદ રહે. ૧૨ સોમ કાળી ચૌદશે બહારના, બહારગામના આયોજન અંગે ચિંતા રહે. ૧૩ મંગળ દિવાળીએ વધારાનો ખર્ચ થાય. ૧૪ બુધ નૂતન વર્ષાભિનંદન. ૧૫ ગુરુ કૌટુંબીક, સાંસારીક પ્રશ્નમાં શાંતિ-ધીરજ રાખવી. ૧૬ શુક્ર હળવાશ-રાહત રહે. ૧૭ શનિ કામકાજમાં પ્રગતિ, આનંદ ઉત્સાહ રહે.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

દિપાવલીના શુભ પર્વ દરમ્યાન તેમજ નૂતન વર્ષના પ્રારંભે યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતમાં તેમજ પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા-ખર્ચ વ્યસ્તતા રહે. પરદેશમાં રહેતા કે બહારગામ રહેતા સગા સંબંધી-મિત્રવર્ગના કારણે ચિંતા-મુંઝવણ-મુશ્કેલી અનુભવો. નોકરી-ધંધાના પ્રવાસમાં-મુલાકાતમાં વાણીની મીઠાશ અને વ્યવહારની નમ્રતા રાખવી પડે. ખાવા પીવામાં સંભાળવું. દૂધ-મીઠાઈ-સોના-ચાંદી-કાગળ-પ્લાસ્ટીકના, લાકડાના વેપાર-ધંધામાં જરૃરીયાત પ્રમાણે જ ધંધાનું આયોજન રાખવું. તા. ૧૧ નવેમ્બર રવિ ધનતેરસ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧૨ સોમ કાળી ચૌદશે વધારાના કામમાં ધ્યાન આપવું પડે. ૧૩ મંગળ દિવાળીએ આનંદ પરંતુ પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે. ૧૪ બુધ નૂતન વર્ષાભિનંદન. ૧૫ ગુરુ કૌટુંબીક ચિંતા-ખર્ચ, રસ્તામાં આવતા જતા સંભાળવું. ૧૬ શુક્ર હળવાશ, રાહત રહે. ૧૭ શનિ સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય.

 

મકર (ખ.જ.)

 

દિપાવલીના શુભ પર્વ તેમજ નૂતનવર્ષના પ્રારંભે નોકરી-ધંધાના, ઘર પરિવારના કામની વ્યસ્તતામાં વધારો થાય. પુત્ર પૌત્રાદિકની, વડીલવર્ગની ચિંતા રહે. ભાગીદારીવાળા સીઝનલ ધંધામાં નુકસાન, ફટાકડાના ધંધામાં સાવધાની રાખવી. માતૃપક્ષ, પિતૃપક્ષ, સાસરીપક્ષના સગા સંબંધી-મિત્રવર્ગના પ્રશ્ને ચિંતા-ખર્ચ અનુભવાય. નાણાંકીય કે અન્ય જવાબદારીવાળા નોકરી-ધંધાના વ્યવહાર-સંબંધમાં અન્યના વિયાસે રહેવું નહી. તા. ૧૧ નવેમ્બર રવિ ધનતેરસે નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ધર્મકાર્ય થાય. ૧૨ સોમ કાળી ચૌદશે નોકરી-ધંધાના કામમાં, પરિવારના કામમાં ધ્યાન રાખવું પડે. ૧૩ મંગળ દિવાળીએ પત્ની-પરિવાર-કુટુંબના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ૧૪ બુધ નૂતન વર્ષાભિનંદન. ૧૫ ગુરુ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, વાહન ચલાવવામાં સંભાળવું. ૧૬ શુક્ર વધારાનો ખર્ચ-ચિંતા રહે. ૧૭ શનિ નોકરી-ધંધાના તેમજ વ્યવહારિક, સામાજીક સંબંધો તાજા થાય.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

દિપાવલીના શુભ પર્વ દરમ્યાન તેમજ નૂતન વર્ષના પ્રારંભે ધર્મકાર્ય થાય. યાત્રા પ્રવાસ મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. તેમ છતાં હૃદય-મનને શાંતિ, હળવાશ, રાહત જણાય નહીં. નોકરી-ધંધાનું કે અન્ય કામ ચિંતાવાળું રહે, નાણાંભીડ અનુભવાય. પરંતુ છેલ્લી ઘડીએ કામ ઉકેલાય, અન્યનો સહકાર, મદદ મળી રહેવાથી રાહત રહે. નિકટના સગા સંબંધી-મિત્રવર્ગમાં બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. યાત્રા પ્રવાસમાં સંભાળવું પડે. તા. ૧૧ નવેમ્બર રવિ ધનતેરસ તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. ૧૨ સોમ કાળી ચૌદશે સાંજ પછી હળવાશ, રાહત. ૧૩ મંગળ દિવાળીએ ધર્મકાર્ય, યાત્રા પ્રવાસથી આનંદ. ૧૪ બુધ નૂતનવર્ષાભિનંદન. ૧૫ ગુરુ યાત્રા-પ્રવાસ, મુલાકાતમાં, વાહન ચલાવવામાં સંભાળવું. ૧૬ શુક્ર કામકાજમાં પ્રગતિ, આનંદ રહે. ૧૭ શનિ આનંદ ઉત્સાહ રહે, જુના સંબંધો તાજા થાય.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

દિપાવલીના શુભ પર્વ દરમ્યાન તેમજ નૂતનવર્ષના પ્રારંભે આપના આરોગ્યની બાબતમાં તેમજ યાત્રા પ્રવાસમાં, સજાગ રહેવું. ખાવાપીવામાં ધ્યાન રાખવું. નોકરી-ધંધામાં હરિફવર્ગ, ખટપટ, ઈર્ષા કરનારના કારણે આવક ઓછી થાય, ફાયદો-લાભ ઓછો જણાય. સંબંધોમાં ઘટાડો થાય. તે સિવાય ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ, હળવાશ, આનંદ રહે. પુત્ર પૌત્રાદિકથી સાનુકૂળતા રહે. પરંતુ સંતાનને સીઝનલ બિમારીથી, ફટાકડાથી સંભાળવું. તા. ૧૧ નવેમ્બર રવિ ધનતેરસ, ધર્મકાર્યથી આનંદ રહે. ૧૨ સોમ કાળી ચૌદશે તન-મન-ધનથી, વાહનથી, પડવા વાગવાથી સંભાળવું. ૧૩ મંગળ દિવાળીએ હરો ફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મન ચિંતા-ઉચાટમાં રહે. ૧૪ બુધ નૂતન વર્ષાભિનંદન. ૧૫ ગુરુ યાત્રા પ્રવાસ, મુલાકાત તેમજ આરોગ્યમાં ધ્યાન રાખવું. ૧૬ શુક્ર હળવાશ-રાહત રહે. ૧૭ શનિ પુત્ર પૌત્રાદિક, સગા સંબંધી-મિત્રવર્ગથી આનંદ, બહાર જવાનું થાય.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved