Last Update : 12-November-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૨-૧૧-૨૦૧૨ સોમવાર
આસો વદ તેરસ - આજે કાળી ચૌદશ છે
રાત્રિ સાધના, હનુમાનજી, શિવજીની ભક્તિપૂજા, ઘંટાકર્ણ ભગવાનની પૂજા, હોમ- હવન
દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૫ મિ.
સૂરત સુર્યોદય ઃ ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૦ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૪૦ મિ. (સૂ) ૭ ક. ૩૭ મિ. (મું) ૭ ક. ૩૩ મિ.
જન્મ રાશિ ઃ આજે સવારના ૭ ક. ૦૧ મિ. સુધીમાં જન્મેલા બાળકની કન્યા (પ. ઠ. ણ.) રાશિ આવશે ત્યાર પછી જન્મેલ બાળકની તુલા (ર. ત.) રાશિ આવે.
નક્ષત્ર ઃ ચિત્રા સાંજના ૫ ક. ૪૯ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર છે.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - તુલા, મંગળ - ધન, બુધ - વૃશ્ચિક, ગુરૃ - વૃષભ, શુક્ર- કન્યા, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન. ચંદ્ર ઃ સવારના ૭ ક. ૦૧ મિ. સુધી કન્યા પછી તુલા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર ઃ જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ.કા./૨૧/ માસ તિથિ વાર આસો વદ તેરસને સોમવાર (કાળી ચૌદશ),
- આજે કાળી ચૌદશ છે, રૃપચૌદશ છે, માસિક શિવરાત્રિ છે.
- હનુમાનજીની ભક્તિ પૂજા પ્રાર્થના શ્રેષ્ઠ ફળદાયી, શિવપૂજા કરવી.
- મહુડી (મધુપુરી) ઘંટાકર્ણ ભગવાનની પૂજા, હોમ આજે બપોરના વિજયમુહર્તમાં થશે.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૨૭મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૨૭ રોજ આસમાન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપને માનસિક પરિતાપ રહે. પત્ની, સંતાનના કામમાં નોકરી- ધંધાના કામમાં આપે ધ્યાન આપવું પડે. કમરમાં દર્દ-પીડા જણાય.
વૃષભ ઃ નોકરી- ધંધાના કામમાં ખટપટ, ઇર્ષ્યા પરેશાની કરનારના કારણે તમારા કામમાં રૃકાવટ- મુશ્કેલી અનુભવો, ખાવાપીવામાં સંભાળવું પડે.
મિથુન ઃ આજે આપે વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. તેમજ પુત્ર- પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું ખર્ચ થાય.
કર્ક ઃ હૃદય- મનની આંતરિક મનોવ્યથા, ઉચાટ, અશાંતિના કારણે આનંદ, ઉત્સાહનો અભાવ છતાં બાહ્ય રીતે આનંદ દેખાડવો પડે.
સિંહ ઃ નોકરી- ધંધાના કામ અંગે યાત્રા- પ્રવાસ અંગે આપે ધ્યાન આપવું પડે. અગત્યના કામ અંગેની ચર્ચા વિચારણા થાય.
કન્યા ઃ હરો ફરો કામકાજ કરો પરંતુ ચિંતા- બેચેની અનુભવો, નોકરી- ધંધાના કામમાં ઘર પરિવારના પ્રશ્નમાં આંતરિક મનોવ્યથા રહે.
તુલા ઃ વિલંબમાં પડેલ કામમાં ધ્યાન આપવું પડે. નોકરી- ધંધાના સગા- સંબંધી મિત્રવર્ગના સંબંધ વ્યવહારમાં આપને ચિંતા અનુભવાય.
વૃશ્ચિક ઃ આરોગ્યની કાળજી રાખવી. વાહન શાંતિથી ધીમેથી ચલાવવું નોકરી- ધંધાના કામ અંગેની ચર્ચા વિચારણા થાય, કોઈને મળવાનું થાય.
ધન ઃ પુત્ર- પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા રહે. મતભેદ, વિવાદ થાય નહીં તેની તકેદારી નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં રાખવી પડે, ખર્ચ કરવો પડે.
મકર ઃ છેલ્લી ઘડીએ નોકરી ધંધાના કે ઘર પરિવારના કામ અંગે, પુત્ર- પૌત્રાદિકના કામ અંગે આપે બહાર જવું પડે, ખર્ચ કરવો પડે.
કુંભ ઃ યાત્રા- પ્રવાસના આયોજન માટે ઘર પરિવારના કામ માટે તેમજ નોકરી- ધંધાના કામ માટે વ્યસ્ત રહેવું પડે. નોકર- ચાકર કારીગર વર્ગની ચિંતા રહે.
મીન ઃ આપના રોજીંદા કામકાજમાં અન્ય વધારાના કામકાજમાં તકલીફ અનુભવવી પડે જે કામ કરો તે ધીરજ શાંતિથી કરવું.

તા. ૧૨ નવેમ્બર
આજની તારીખ શરુ થઈ રહેલ આપનું જન્મવર્ષ પ્રારંભિક તબક્કામાં ચિંતા, ખર્ચ, આધિ, વ્યાધિ ઉપાધિનું રહે. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ આપ ચિંતા મુક્ત થતા જાવ. શારીરિક માનસિક સ્વસ્થતામાં સુધારો થાય આપની નાણાંકીય ખેંચ- ચિંતા, મુંઝવણ ઓછી થતી જાય વિશેષમાં -
- વર્ષારંભે, કૌટુંબિક પ્રશ્નમાં નાણાંકીય વ્યવહારના કારણે કે, વ્યવહારિક, સામાજિક પ્રશ્ને સંબંધી બાબતે મનદુઃખ થાય.
- નોકરી- ધંધાના કામમાં જાગૃતિ, સાવધાની રાખવી અન્યની દેખાદેખીમાં કે લોભ- લાલચમાં આપ મુશ્કેલીમાં મુકાવ જોખમ કરવું નહી.
- સ્ત્રી વર્ગને વર્ષ આરોહ- અવરોહનું રહે આરોગ્યની કાળજી રાખવી પતિ- સંતાનના પ્રશ્ને ચિંતા રહે પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ સાનુકૂળ રહે.
- વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસમાં ધ્યાન રાખવું પડે. પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી. વર્ષના ઉત્તરાર્ધમાં વિદ્યાભ્યાસ પ્રગતિકારક રહે.

 

સુપ્રભાતમ્

- હે રાજન્ ! આ દુનિયામાં સ્વામી દ્વારા બહુમાન પામેલા માણસો જેટલા જુસ્સાથી યુદ્ધમાં લડે છે તેટલા જુસ્સાથી ઘણું ધન આપ્યા છતાં લડતા નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલીના લગ્ન થઇ ગયા અને પતિ લલ્લુ ઘરજમાઇ થઇને રહેતો હતો. એક દિવસ લીલીની બહેનપણી ચંપાનો ફોન આવ્યો અને કહે, ''તારે તો મજા થઇ ગઇ! વર ઘરજમાઇ એટલે તારે સાસરે તો નહીં જવાનું! તારે તો મજા થઇ ગઇ!''
''ના રે, અલી! શું કહું તને?'' લીલી બોલી, ''ઉલટાનું એ મને ધમકાવ્યા કરે છે.''
''કેમ કેવી રીતે?'' ચંપા બોલી, ''હું કંઇ સમજી નહીં...''
''એ વારે વારે પિયર ચાલ્યા જવાની ધમકી આપ્યા કરે છે, બોલ!'' લીલી બોલી.

[Top]
 

આજ ની રેસીપી

દિવાળીનાં નાસ્તા-મીઠાઈ

પુરીચાટ

 


સામગ્રી ઃ મેંદાની કડક પૂરી ૨૦-૨૫ નંગ, ૨૦૦ ગ્રામ રાજમા, ચાર ટેબલસ્પૂન બટર, બે ટેબલસ્પૂન ટામેટા સોસ, લાલ મરચું, મીઠું, તાંદુરી મસાલો કેે ચીલી હોટ સોસ, બારીક સમારેલી કોબી, ટામેટાં, લીલા કાંદા.

 

રીત ઃ રાજમાને ત્રણ-ચાર કલાક પલાળીને કૂકરમા બાફી લેવા. હવે એક વાસણમાં રાજમા, બટર, ટમેટો સોસ, મરચું-મીઠું, તંદુરી મસાલો બઘું નાખી ગરમ કરો. રાજમાને થોડા ક્રશ કરવા ઘટ્ટ થવા દેવું. પીરસતી વખતે ડિશમાં ત્રણ-ચાર પૂરી મૂકી ઉપર ગરમ રાજમાનું પૂરણ મૂકી ઉપર કોબી, ટામેટાં, કાંદો હોટ ચીલી સોસ નાખી ચીઝ ભભરાવવું. રાજમા આગલા દિવસે તૈયાર કરીને ફ્રીઝમાં રાખવા તો બીજા દિવસે આરામથી મહેમાનને પીરસી શકાય.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved