Last Update : 10-November-2012, Saturday

 

સિનેમા અને સમસ્યા


પ્રકાશ ઝાની ફિલ્મ 'ચક્રવ્યૂહ'ના ટાઇટલમાં 'આ ફિલ્મની કથા કાલ્પનિક છે અને જીવંત પાત્રો કે પ્રસંગો સાથેનું તેનું સામ્ય સંયોગવશ ગણવું' એવી ઔપચારિક સૂચનાનું શીર્ષાસન કરવામાં આવ્યું છે. તેમાં છાતી ઠોકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મની કથા સાચી ઘટનાઓ પરથી પ્રેરિત છે અને સામ્ય સંયોગવશ નથી.
સામાન્ય સંજોગોમાં આવો દાવો બહુ તો 'દિલચસ્પ' લાગે, પણ ફિલ્મનો વિષય માઓવાદ હોય ત્યારે,'મુગલ-એ-આઝમ'માં અકબર કહે છે તેમ, 'દાવો દિલચસ્પીની હદથી ઘણો આગળ વધી ગયો' ગણાય. વડાપ્રધાને માઓવાદને 'ભારતની સૌથી ગંભીર આંતરિક સમસ્યા' કહી હતી- અને એ વાતનો ફિલ્મમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફિલ્મનો આરંભ દસ્તાવેજી ફિલ્મની જેમ, આંકડા અને હકીકતોથી થાય છે. તેમાં આવતાં પાત્રો અને નામો સમાચારપ્રેમી દર્શકોના દિમાગમાં તરત બત્તી કરે એવાં છે. 'વેદાન્તા'ની જગ્યાએ 'મહન્તા'થી માંડીને કોબાડ ગાંધીની યાદ અપાવતા માઓવાદીઓના વૈચારિક સ્તંભની ભૂમિકામાં ઓમ પુરી વાસ્તવિકતાની બહુ નજીક છે. અરુંધતિ રોયે તેમના દીર્ઘ નિબંધમાં માઓવાદીઓના સંદર્ભે વાપરેલા શબ્દપ્રયોગ 'ગાંધી વિથ ગન'ને પણ એક સંવાદમાં, અલબત્ત જુદા સંદર્ભે, વણી લેવામાં આવ્યો છે.
તેમ છતાં, માઓવાદ જેવી બહુપાંખીયા સમસ્યા પર ફિલ્મ બનાવવાનું સહેલું નથી. ખાસ કરીને, તેની આધારભૂતતા વિશે આટલી ખાતરીથી કહેવામાં આવતું હોય ત્યારે. બે-અઢી કલાકની ફિલ્મો ગંભીર સમસ્યાઓનું આબાદ ચિત્રણ કરવામાં અને તેની આંટીઘૂંટીઓથી દર્શકોને વાકેફ કરવામાં સફળ થાય એવું ભાગ્યે જ બને છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે ફિલ્મી કથામાં હીરો અને વિલન વચ્ચેની સ્પષ્ટ ભેદરેખા હોવી જરૃરી છે. દર્શકો અંતમાં હીરોની જીત અને વિલનનો ખાતમો ઇચ્છે છે. સમસ્યાપ્રધાન ફિલ્મોમાં એવું બનતું નથી. કારણ કે એવી ઘણીખરી સમસ્યાઓ પૂર્ણ ભૂતકાળને બદલે ચાલુ વર્તમાનકાળ સાથે સંકળાયેલી હોય છે.
શોષણ અને ગરીબી જેવી સમસ્યાઓ પર ઘણી ફિલ્મો બની છે. તેમાં 'અંકુર' જેવી જૂજ ફિલ્મોને બાદ કરતાં, સમસ્યા પર ફિલ્મી કથા ચઢી બેસે એવું મોટે ભાગે બને છે. અપરાધીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા નેતાઓ અને પોલીસ અધિકારીઓ ફિલ્મોના જૂના અને જાણીતા વિલન છે. એવા ચિત્રણમાં બહુઆયામી સચ્ચાઇને સ્થાન હોતું નથી. પુરૃષપ્રધાન સમાજરચના જૂનો અને જાણીતો વિષય છે. પરંતુ તેમાં લાગણીભરી રોનાધોના ટાઇપ કેન્દ્રસ્થાને હોય છે. સમાજની ભયાનક બાજુ ઉજાગર કરતી અસ્પૃશ્યતા જેવી નક્કર સમસ્યાઓ વિશે છેક શરૃઆતથી 'અછૂત કન્યા' (૧૯૩૬) અને 'અછૂત' (૧૯૪૦) જેવી ફિલ્મો બનતી રહી છે.
દલિત અનામતના મુદ્દે આવેલી 'આરક્ષણ' એ યાદીમાં ગણાય. છેલ્લા થોડા વખતમાં ફિલ્મોમાં એકદમ 'હીરો કે વિલન?' પ્રકારના ચોખ્ખા ભેદ પાડવાને બદલે, થોડી ઝીણવટથી વધુ પાસાં બતાવવાનું અને છતાં વ્યાવસાયિક સફળતા મેળવવાનું શક્ય બન્યું છે. તેના લીધે 'શાંઘાઇ' જેવી ફિલ્મમાં વિકાસનો બહુચર્ચિત મુદ્દો કેન્દ્રસ્થાને રાખીને આખી વાર્તા કહી શકાય છે.
સમસ્યાની બહુપરિમાણીયતા ધ્યાનમાં રાખતાં અથવા એ સમસ્યા સાથે સક્રિય રીતે સંકળાયેલા લોકોને આ ફિલ્મો હંમેશાં વાસ્તવિકતા કરતાં ઘણી ઊણી - અને ફિલ્મી લાગે છે. એ છાપ ખોટી પણ નથી. માઓવાદની સમસ્યાથી વિગતે પરિચિત દર્શકને 'ચક્રવ્યૂહ'માં એવી અસંખ્યા ફિલ્મી બાબતો જોવા મળશે. ફિલ્મના એકંદર વજન અને તેની અધિકૃતતા પર આ ફિલ્મીપણું અવળી અસર કરે છે.
સાથોસાથ, એ પણ ધ્યાનમાં લેવું પડે કે સમસ્યાથી સદંતર અપરિચિત એવા બહોળા વર્ગને 'ચક્રવ્યૂહ' ફિલ્મ થકી માઓવાદનાં એકથી વધારે પાસાંનો અછડતો પરિચય પણ મળશે. તેમાં વાત સાવ 'એક ને એક બે' જેટલી સીધીસાદી નથી, એટલો ખ્યાલ આવશે. સમસ્યા વિશે બનેલી ફિલ્મ આટલું પણ કરી શકે તો એ સેવા ઓછી નથી. કારણ કે, સમસ્યા કોઇ પણ હોય, તેમાં પોતાની માન્યતા ઉપરાંતના બીજા ખૂણા પણ હોઇ શકે છે, એટલો અહેસાસ દર્શકોને થાય તો એ વધુ સમજણની દિશામાં પહેલું પગથિયું બની શકે છે. એવું ન થાય તો, કમ સે કમ પૂર્વગ્રહો દૃઢ ન બને એ પણ આવકારદાયક છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved