Last Update : 10-November-2012, Saturday

 

'દિપોત્સવી' - પ્રેમદિપના પ્રકાશનું મહાપર્વ
'દિવાળી' તહેવાર-પર્વ સાથે અનેક પ્રસંગો જોડાયેલા છે

 

- રાગ, દ્વેષ મટી જશે તો જીવન ચમકી ઊઠશે અને આજ સાચી 'દિપોત્સવી' છે.

 

'દિપોત્સવી' એટલે પ્રકાશ-આનંદ-ઉલ્હાસનો તહેવાર. જે આસોવદ બારશથી શરૃ થઈ અમાવાસ્યા (દિવાળી) સુધીનો ઉત્સવ છે, પરંતુ નવા વર્ષનો પહેલો દિવસ જે નૂતનવર્ષ અને બીજો દિવસ જે ભાઈબીજ પણ આ ઉત્સવ સાથે સંલગ્ન છે. અને આ બે દિવસોનું પણ ખાસ મહત્વ છે. જૂનું વર્ષ પુરું થયું, આત્મચિંતન કર્યું, નવા સંકલ્પ કર્યા, સદાચારથી જીવવાનો નિર્ધાર કર્યો, નવાવર્ષને ઉમંગ આનંદથી આવકાર્યું, નવું જોમ-જુસ્સો મળ્યો. સંકલ્પો કર્યા મન હળવું થયું આનો જશ દિવાળીને જ મળે ને!
'દિવાળી' તહેવાર-પર્વ સાથે અનેક પ્રસંગો જોડાયેલા છે. આ દિવસ ભગવાન મહાવીરનો નિર્વાણ દિન, સમુદ્રમાંથી લક્ષ્મીજીનું પ્રાગટય, પાંડવો વનમાંથી પાછા ફર્યા, ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુર અને ભીમાસુરનો સંહાર કર્યો, ભગવાન રામચંદ્ર વનવાસ ભોગવી, રાવણનો વધ કરી અયોધ્યામાં આગમન કર્યું (તેથી ઠેર-ઠેર દિવા પ્રગટાવી તેમનો સત્કાર કર્યો. દિવાઓનો પ્રકાશ ઝળહળી ઊઠયો ત્યારથી દિવાળીનો શુભારંગ થયો).
દિવાની જ્યોત તો દીનદુઃખિયા, નિરાશ લોકોના જીવનમાં સુખ માટેનું આશાનું કિરણ છે. દિવા જો સૌના દિલોમાં પ્રગટે તો બધા જ દિવસો દિવાળી બની જાય. ઘરેઘરોમાં, કુટુંબોમાં, શુદ્ધતા-નવિનતા-પ્રેમ-આત્મયિતાનો આધ્યાત્મિક શુભારંગ કરવાનો, નિભાવવાનો એક શુભ અવસર દિવાળી છે. આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિકનો ત્રિવેણી સંગમ દિવાળીના દિવસો છે. આ દિવસોમાં મહાપર્વોના સમૂહથી પ્રકાશ ફેલાવતા પર્વ તહેવારોનું નામ દિવાળી.
દિવાળી મહાપર્વ તહેવારની શરૃઆત આસોવાદ-૧૧ રમા એકાદશીથી થાય છે. આ પહેલા દિવસે દિવા પ્રગટાવવામાં આવે છે. એટલે કે રોશનીથી શરૃઆત થાય છે. આ દિવસ દિવાળીના શુભારંભની પ્રતિતી કરાવે છે. પછી આવે વાઘબારશ. આ સૂચવે છે કે સૌ વાઘ જેવા તાકાતવાન બનીએ અને રહીએ. અન્યાય સામે જંગે ચડતાં અચકાઈએ નહીં શૂરવીરતા અને રાષ્ટ્રપ્રેમના પ્રતિકરૃપ છે. આમેય વાઘએ માતાનું વાહન હોઈ, તેના પર સવારી કરતાં માતાજી વાઘેશ્વરી કહેવાય છે. શ્રીકૃષ્ણે ગાયોની સેવા કરી હતી તેથી આ દિવસે ગાયોની પૂજા કરવામાં આવે છે. આ પછી આવે ધનતેરશ. ધનવંતરી મહારાજ ખારા સમુદ્રમાંથી અમૃત લઈને પ્રગટયા હતા. તેમના દ્વારા પ્રણિત આરોગ્યના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. ધનમાં સોના-ચાંદીના સિક્કા, મૂર્તિઓ, નગદ, ઢોરઢાંખર વગેરેનો સમાવેશ થાય. ધન એટલે લક્ષ્મી આ દિવસે શુભ મૂર્હૂતમાં લક્ષ્મી પૂજન થાય છે. ગામડાઓમાં પશુધનના શીગડાં રમજીથી (એક પ્રકારનો કાચો રંગ) રંગવામાં આવે છે. લક્ષ્મીની વૃદ્ધિ, સુખ, શાન્તિ, અભ્યુદય, આયુષ્ય, આરોગ્ય, સૌભાગ્ય, સંપત્તિવૃદ્ધિ માટે પૂજા અર્ચના કરવામાં આવે છે.
ત્યાર પછી આવે કાળીચૌદશ-નરકચતુર્થી. વાયુ પુરાણના મતે આ દિવસે હનુમાનજીનું પ્રાગટય થયું હતું. કલ્પભેદથી હનુમાનજીનું પ્રાગટય પ્રમાણભૂત છે. (સામાન્ય પ્રચલિત વિધાન પ્રમાણે ચેત્ર સુદ પુનમ છે) હનુમાનજીને દાડમનો પ્રસાદ ધરાવવો. વળી આ દિવસે કાલીમાતાના તથા ભૈરવદાદાની પૂજાઅર્ચના અને ઉપવાસ કરાય છે. આ દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર અધર્મીનો વધ કરી સોળ હજાર કન્યાઓને તેના ત્રાસમાંથી છોડાવી હતી. આ કાળરાત્રી ગણાય છે. આ દિવસે કરેલા જાપ વિશેષ ફળદાયી છે. આ રાત્રિએ દુર્ગુણો-સંકટને દૂર કરવા અડદની દાળ, શ્રીફળ, બાજરીમાં વડાં ચાર રસ્તે ચકલામાં પાણીનું કુંડાળું કરી મુકી આવવામાં આવે છે. હનુમાનજીનું પૂજન ફળદાયી છે. હવે આવે દિવાળી-દિપોત્સવી. વર્ષનો છેલ્લો દિવસ. અમાસ થયો હોવા છતાં શુભ દિવસ. વર્ષનાં લેખાં-જોખાંનો હિસાબ થયો હોય. ઘર શેરીઓમાં સફાઈ થઈ ગઈ હોય. ઘરને સજાવવામાં આવેલ હોય. હવે આવે નવા વર્ષ કારતક સુદ એકમ બેસતું વર્ષ-નૂતનવર્ષ. 'મિચ્છામી દુક્ડમ્' પ્રમાણે વેર-ઝેર ભૂલી, અહમ્ની બાદબાકી કરી ન બોલતાને બોલાવી એકબીજાને શુદ્ધ પ્રેમથી ગલે લગાવવાનો, એકબીજાને શુભેચ્છા પાઠવવાનો અણમોલ અવસર. અને છેલ્લે ભાઈબીજ. ભાઈબહેનના પવિત્ર પાવન સંબંધનું પર્વ. શ્રી યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને જમવાનું આમંત્રણ આપેલ. યમરાજે વચન આપેલ કે આ દિવસે ભાઈ પોતાની બહેેેનને ત્યાં જઈ જમશે તો પાપોમાંથી મુક્તિ મળશે. આ તહેવાર યમદ્વિતિયા તરીકે ઓળખાય છે. વળી યમુનાજીમાં ભાઈબહેન સાથે સ્નાન કરવાનો મહિમા છે.
સેવા પ્રભુને પ્યારી છે. તેમણે આપેલા મંત્ર પ્રમાણે જનસેવા એ પ્રભુસેવા છે. આપણે પરમાત્માનું કામ કરવા જ જન્મ લીધો છે. સેવાનાં નામ ઘણાં છે. શરીર સેવા, જનસેવા, સમાજસેવા, દેશસેવા વગેરે. સેવાતત્ત્વ સ્વયંભૂ હોવું જોઈએ. પ્રાણીઓમાં શરીર, જાતિ, સંપ્રદાય, રાષ્ટ્ર વગેરેની સીમા અલગ અલગ હોવા છતાં પરમાત્મા-જ્યોતિ તો એકજ છે. માટે આમાં બાધારૃપ ન બનીએ તો રાગ, દ્વેષ મટી જશે તો જીવન ચમકી ઊઠશે અને આજ સાચી 'દિપોત્સવી' છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 

 

 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved