Last Update : 10-November-2012, Saturday

 

મોદીને પગે લાગનાર અધિકારીને ચૂંટણી કાર્યવાહીથી દૂર કરી દેવાયા, અડવાણી પણ જન્મદિવસે પગે લાગનારને અટકાવી શક્યા નહીં
પગે લાગવુંઃ દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા હો કે ન હો!

ગુજરાતમાં ચૂટણીપંચના અધિકારી ભરત વૈષ્ણવ મોદીને પગે લાગ્યાં હતા એમાં એમને ચૂંટણી કાર્યવાહીથી દૂર કરી દેવાયા છે. અડવાણી ૮૫મો જન્મ દિવસ ઉજવ્યો ત્યારે ગડકરી અને અન્ય ભાજપી નેતાઓ તો ઠીક રશિયન રાજદૂત પણ અડવાણીને પગે લાગ્યા.. પગે લાગવામાં એવું તો શું આકર્ષણ છે?

સામે ઉભેલી પ્રતિભાની આભામાં આવીને ઘણી વખત હાથ સહજ રીતે તેમના પગ સુધી લંબાઈ જતાં હોય છે. પણ પગે લાગવાની પરંપરા હવે સહજતાને બદલે સ્વાર્થપ્રેરિત હોય એવુ વધારે લાગ્યા કરે. ભરત વૈષ્ણવને એમ કે સાહેબને પગે લાગીએ તો કંઈક શિરપાવ મળી જશે. પણ એ શિરપાવ મળે એ પહેલાં જ તેમને ચૂંટણીની કાર્વાહીથી અળગા કરી દેવાયા. ભુતકાળમાં ગુજરાત યુનિવર્સિટીના બહુ ચર્ચિત કુલપતિ પરિમલ ત્રિવેદી પણ સ્ટેજ ઉપર જ મોદીના પગમાં પડી ગયા હતા. મોદીએ અમરેલીના તત્કાલિન કલેક્ટર ડી.જી.ઝાલાવાડિયાને વિકાસકાર્યો માટે એક કરોડનો ચેક આપતાં ઝાલાવાડિયાએ પણ વળતાં વ્યહાર તરીકે મોદીના ચરણસ્પર્શ કરી લીધા હતાં.
પગે લાગવું એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ ગણાય છે. કોઈ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો થાય એટલે પગે લાગવું એ પરંપરા છે. પણ એ પરંપરા હવે ધરાર લદાયેલી પ્રથા બનતી જાય છે. ઘરના-સમાજના વડીલો પ્રત્યે માન હોય કે ન હોય વારે-તહેવારે તેમને પગે લાગવું ફરજિયાત છે. અને યુવાનો કે પોતાનાથી નાના કુટુંબીજનો પ્રસંગોપાત પોતાને પગે ન લાગે તો રિસાઈ જતાં હોય એવા વડીલોની પણ કમી નથી. પગે લાગવાની પ્રથા એટલી બધી સામાન્ય થઈ છે, કે જેમના પગે પડતાં હોઈએ અને જે પડતાં હોય એ બેમાંથી એકેય પક્ષ તેને કદાચ ગંભીરતાથી નથી લેતો. હા, ત્યાં હાજર રહેલા ત્રાહિતો પર જરૃર પગે લાગવાના દૃશ્યની ઘેરી અસર થાય છે. એટલે જ તો ચૂંટણી અધિકારીના કિસ્સામાં આવ્યું એવુ પરિણામ આવે છે!
જાહેર જીવનમાં રહેલા લોકોને કોઈ પોતાને પગે લાગે એ બહુ ગમતું હોય છે. એટલે જ તો પોતાના જન્મ દિવસ નિતિન ગડકરી અને રશિયાના ભારત ખાતેના એલચી એલેક્ઝાન્ડરને પગે લાગતાં અડવાણી અટકાવી શક્યા નહીં. પગે લાગનાર તો મોટેભાગે ચોક્કસ ગણતરી કે ક્યારેક પરંપરાના ભાગ રૃપે કમર વાળી દેતો હોય છે, પણ પગે લગાડનાર ઘણી વખત મૂરખ સાબિત થતો હોય છે. પગે લાગનાર તો પગે લાગી પોતાનો સ્વાર્થ પુરો કરી દેતો હોય છે, પણ અકારણ પગે લાગનારને ન અટકાવનારને શું કહેવું? શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હોય, રમત-ગમત સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી આપવાની હોય, પ્રમાણપત્રો આપવાના હોય.. કે બીજું કંઈ પણ એનાયત કરવાનું હોય.. મંચ પર બેઠેલા મહાનુભાવો લાયક હોય કે ન હોય, જેમણે સન્માન હાંસલ કરવાનું હોય એ પગે અચૂક લાગે! ઘણી વખત તો ઇનામ આપનાર પોતે જ વિવાદાસ્પદ વ્યક્તિત્વના માલિક હોય તો પણ તેમને પગે તો લાગવાનું જ! એ સંજોગોમાં સ્પર્ધામાં વિજેતા થનારની મહેનત કરતાં ઈનામ વિતરણ જેમના વરદ હસ્તે થવાનું હોય એ ભાઈ અકારણ મોટા બની જાય!
એવું જ રાજકારણમાં છે. કોઈ મોટા નેતાનો જન્મદિવસ હોય કે પછી અન્ય કોઈ શુભેચ્છા આપવાની હોય. સામાન્ય સંજોગોમાં જેમને ધિક્કારતાં હોય એ જ કાર્યકરો અને નેતાઓ પગે લાગવાની તક તો નથી જ છોડતાં. પેઢીની માફક ચાલતી કેટલીક કંપનીઓમાં પણ તમારે ત્યાં સારો પ્રસંગ હોય કે માલિકને ત્યાં સારો પ્રસંગ હોય, પગે તો કર્મચારીએ લાગવાનું થતું જ હોય! મોદીને જ તેમના કાર્યકાળમાં કોઈ અધિકારીઓ પગે લાગ્યા હોય એવા એકથી વધારે બનાવો નોંધાયા છે. ભરત વૈષ્ણવનો કિસ્સો લેટેસ્ટ છે, પણ છેલ્લો તો નહીં જ હોય. ઘણા વળી પગે લગાડવાના ભારે શોખીન હોય છે. સામેની વ્યક્તિ જરાક સન્માન બતાવી ઝૂકે ત્યાં તો પેલા ભાઈ આશિર્વાદ આપવા હાથ લાંબો કરી દે! એટલે ઝુકનારે પગે ન લાગવું હોય તો પણ એટલિસ્ટ ગોઠણ સુધી તો ઝૂકવું જ પડે. ઘણી વખત શરમને કારણે પગે લાગવાનું થતું હોય છે. સાથે રહેલો કાફલો પહે લાગતો હોય અને આપણે ન લાગીએ તો સાહેબને કેવું લાગશે? એના કરતાં તો પગે લાગી લેવું સારું! પરદેશમાં ઉછરેલા કે દેશમાં મોટાં થયેલાં પણ મોર્ડન ગણાતા જુવાનિયાઓ વળી પોતાને સંસ્કૃતિ-વારસાની જાળવણીની જવાબદારીનું ભાન છે, એ દર્શાવવા પગે લાગતાં હોય છે.
આવી સ્થિતિ વળી સર્વત્ર છે. તમિલનાડુ વિધાનસભામાં ચાલુ વર્ષે બજેટ રજુ કરતી વખતે નાણા પ્રધાન પન્નીસેલ્લમ જયલલિથાને પગે લાગવાનું ચુક્યા ન હતાં. દક્ષિણ ભારતમાં તો આમેય સેલિબ્રિટીઓ ભગવાનની માફક પુજાતા હોય છે, એટલે જાહેરમાં તેમના પગે કિડિયારું ન ઊમટે તો જ નવાઈ! હરિયાણામાં પણ જાહેરમાં પગે લાગવું એ ગૌરવશાળી ગણાય છે. પગે પડતો નેતા કે કાર્યકર અન્ય કાર્યકરો માટે ઘણી વખત આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. કદાચ એટલે જ તો હરિયાણા કેબિનેટમાં સ્થાન પામ્યા પછી ગીતા ભુક્કલ ભુપેન્દ્રસિંહ હુડાને પગે લાગવાનું ચુક્યા ન હતાં. ભાજપના નેતા કુલદિપ બિશ્નોઈ એક વખત શુષ્મા સ્વરાજને પગે લાગતાં નજરે પડયાં હતા. માયાવતિને તો એટલા બધા લોકો જાહેરમાં પગે લાગ્યા છે, કે ગણતરી કરવા માટે અલગ સમય ફાળવવો પડે એમ છે. માયાવતીના તો જુત્તાં પણ તેમના કોઈ કર્મચારીએ સાફ કરી દીધા હોવાની તસવીરો જાહેર થઈ હતી. ગુલામનબી આઝાદના એક પ્રવાસ વખતે તેમના જુત્તાં તેમના સુરક્ષા કર્મચારીઓ હાથમાં લઈને ફરતા હતાં. કાશ્મીરના શિક્ષણ પ્રધાન અને કોંગ્રેસી નેતા પિરઝાદા મોહમદે પોતાના સ્ટાફરોને પગમાં મોજાંને બૂટ પહેરાવાનોન હુકમ કરેલો! એ જોઈને લાગે કે આપણે રાજા-મહારાજાઓને ભલે જોયા ન હોય, પણ એની સૂરત આ નેતાઓ કરતાં તો અલગ નહીં જ હોય!
પોતાના હોય એ જ પગે લાગે એવું જરૃરી નથી. ઘણી વખત પારકા પણ પગમાં પડી ક્ષોભજનક સ્થિતિનું સર્જન કરી દેતાં હોય છે. હિમાચલમાં જ મહેશ્વરસિંહ નામના રાજકારણીએ પોતાના હરીફ પક્ષના હોવા છતાં વિરભદ્રસિંહને જાહેરમાં પગે લાગવાની હિંમત કરી હતી. કોઈક વળી હરીફ પગે લાગે ત્યારે આશિર્વાદ આપવાની ધડ દઈને ના પાડી દેતાં હોય છે. ૧૯૯૭માં મુખ્યમંત્રી બનેલા દિલીપ પરીખ વડીલ નેતા તરીકે કેશુભાઈને બંગલે અચાનક પગે લાગવા પહોંચી ગયા હતા. ત્યાં હાજર રહેલા ધારાસભ્યો કશું સમજે એ પહેલાં જ પરીખ કેશુભાઈને પગે લાગ્યાં હતા. એ વખતે જોકે કેશુભાઈએ રોકડું પરખાવી દીધું હતું કે પગે ભલે લાગ્યા પણ આશિર્વાદ નથી આપી શકું એમ (દિલિપ પરીખ પહેલા ભાજપમાં હતા અને બાદમાં ભાજપમાંથી નોખા પડી નવા રચાયેલા પક્ષમાં ગયા હતા. એટલે કેશુભાઈના મતે તેઓ વિદ્રોહી હતાં). બહુ ઓછા પોતાને પગે લાગવાની ના પાડી શકતાં હોય છે. કોંગ્રેસના પ્રિયંકાગાંધીએ ૨૦૦૯ના ચૂંટણીપ્રચાર વખતે મહિલા કાર્યકરોને અપિલ કરેલી કે મને પગે ન લાગશો, જરૃર પડે તો હાથ મિલાવો, પણ પગે તો નહીં જ. વિવાદોમાં ફસાયેલા ગડકરી પણ બાબા રામદેવના પગમાં પડતાં ભારે હો-હો મચી હતી.
શપથગ્રહણ જેવા સમારોહ વખતે પણ શપથ લેવા જતાં પહેલા મંત્રીઓ આજુબાજુમાં જે ઘોળાવાળ વાળા દેખાય એમના પગ પાસે કમર ઝૂકાવી દેતાં હોય છે. ફિલ્મ સ્ટારો પણ પગે લાગવાની પરંપરાથી બાકાત નથી. એકબીજાના કટ્ટર હરીફ હોય તો પણ સ્ટેજ પર એવોર્ડ લેવા જવાનું થાય ત્યારે સિનિયર કલાકારોને ફિલ્મી સ્ટાઈલે પગે લાગવાનું ભુલતાં નથી. થોડા સમય પહેલાં બોલિવૂડમાં ફરી કામે લાગેલી માધુરી એક શૂટિંગ વખતે સરોજખાનને વારંવાર પગે લાગતી હોવાના સમાચારો પણ આવેલાં. ખુદની ઓળખના ફાંફા હોય એવા કેટલાક કલાકારો વળી રિઆલિટીશોમાં જજ હોય અને સ્પર્ધકો એમને બકાયદા પગે લાગતાં હોય છે!
વિદ્વાવાનોના મતે પગે લાગવાથી બેમાંથી એકેય પક્ષને કશો નક્કર ફાયદો થાય છે કે કેમ એ શોધવું મુશ્કેલ છે. પગે લાગનારને ફરજ પુરી કરી એવું લાગે જ્યારે જેમને પગે લાગ્ય હોય એમનો અહમ્ સંતોષાય અને કોક કિસ્સામાં રાજી પણ થાય. પણ નક્કર કહી શકાય એવો કશો લાભ હોતો નથી. અલબત્ત, રાજકારણ અને જાહેર જીવનમાં ક્યારેક પગે લાગવાનું વળતર મળતું હોય છે. પણ એ બધા પાયલાગણમાં ક્યાંય ભારતીય સંસ્કૃતિ નથી, જેમાં સહજ રીતે સન્માન આપવાની વાત છે. બાકી આવું પાયલાગણ તો ચાલ્યા કરે છે અને ચાલતું રહેશે. ઉલટાનું હવે તો વેગ પકડશે, ચૂંટણી આવે છે, એટલે સ્તો..

Share |
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved