Last Update : 10-November-2012, Saturday

 

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'

- સોનાક્ષી સિંહા કહે છે કે ફિલ્મી કરિયરની શરૃઆતમા ત્રણ દિગ્ગજ એક્ટર સાથે કામ કરવાની સાથે ઘણું બધુ શીખવા મળ્યું છે. હજુ તો શરૃઆત છે બહુ મંજિલ કાપવાની છે.

 

- અજય દેવગણ કહે છે કે, હું અમદાવાદમાં બે ત્રણ મહિને એક વાર આવતો હોઉં છું. જેથી અમદાવાદ અને અમદાવાદીઓને હું સારી રીતે ઓળખતો થયો છું.

 

છેલ્લા કેટલાંક વર્ષોથી અમદાવાદ સેલિબ્રીટીઓ માટેનું જાણે કે હબ બની ગયું હોય એવું લાગી રહ્યું છે. તો કેટલીક સેલિબ્રીટીસ તો બે ચાર મહિનામાં એક વાર તો અમદાવાદની મુલાકાત લે છે. ત્યારે ગુરુવારે બોલીવૂડ સ્ટાર અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા અમદાવાદના મહેમાન બન્યા હતા. ત્યારે અજય અને સોનાક્ષીની જોડીને જોવા માટે દર્શકો ટોળે વળ્યા હતા. અજયના કેટલાંક ફ્રેન્ડ્ઝે તો અજયના આગમન સાથે બૂમરાડથી તેમને વધાવ્યા હતા. પણ અજય કહે છે કે, અમદાવાદ તો હું મહિને બે મહિને આવતો જ રહું છુ. જેથી અમદાવાદથી સારી રીતે વાકેફ છું.
પોતાના ફિલ્મી કરીયર વિષે વાત કરતા અજય દેવગણ કહે છે કે, મને દરેક પ્રકારની ફિલ્મ કરવી ગમે છે. તે પછી કોમેડી હોય કે એક્શન હોય પણ તેમાં તમે તમારું કેટલું યોગદાન આપો છો તે મહત્વનું છે. ફિલ્મ બિઝનેશ એક કોરી થાળી જેવી છે. તેમાં ધારો એ વસ્તુ પિરસી શકાય છે. જેમ કે કોમેડી, એક્શન, ડ્રામા, રોમાન્સ વગેરે જેવી બાબતોનો સમાવેશ કરી શકાય છે. વળી હું જે પણ ફિલ્મમાં રોલ અદા કરું તેમાં સંપૂર્ણ કોન્ફીડન્સ સાથે કામ કરું છું. ફિલ્મની સાથે રોલ પણ એવો હોવો જોઇએ કે જેનાથી લોકોને હસવાની પણ મજા આવે અને દિલને પણ ટચ કરી દે.
વળી અમદાવાદમાં તો હું બે ત્રણ મહિને આવતો રહું છું. જેથી ગુજરાતી થાળીનો સ્વાદ તો મેં હોેસે હોંસે લીધો માણ્યો છે. આ સિવાય અહીંના લોકો પણ બહુ સાહજીક છે. અહીંના દર્શકોની તો વાત ના થાય. કારણકે તેઓની સેન્સ ઓફ હ્યુમર બહુ જોરદાર છે. કારણકે ઓડિયન્સ જ ડિસાઇડ કરે છે કે ફિલ્મ કેવી છે. તેઓ સિવાય અન્ય કોઇ ડિસાઇડ કરે તો કદાચ ખોટુ પડી શકે છે. વળી મેં દરેક પ્રકારના રોલ કર્યા છે. જેનો પ્રેમ મને દર્શક તરફથી સો ટકા મળ્યો છે. મારો કોઇ ડ્રીમ રોલ નથી. પણ ફિલ્મ બનતી હોય ત્યારે દરેક જણ પોતાની ફિલ્મ સમજીને મહેનત કરે તો ફિલ્મને ચોક્કસ સફળતા મળે છે.
જો કે, દર્શકોના મન પર તો અજય દેવગણ એટલી હદે છવાયેલો છે કે સોનાક્ષીને તો સાઇટલાઇન કરવામાં આવી હતી. પરતુ ફિલ્મી કરીયરમાં પગલાં માંડી રહેલી સોનાક્ષી કહે છે કે, સલમાન ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણ જેવા દિગ્ગજો સાથે મને ફિલ્મમાં કામ કરવાની તક મળી એ જ મારા માટે બહુ મોટી વાત છે. ત્રણેય સાથે કામ કરવાની મજા આવી. વળી તેઓએ મને પૂરા દિલથી મદદ કરી હતી. હાલમાં બધા કરે છે એવું હું કરવા માંગતી નથી. હું કંઇ અલગ કરવા માંગુ છું. કારણકે મારી તો હજુ આ શરૃઆત છે. છેલ્લે અજય દેવગણે તમામ દર્શકોને દિવાળીનું વિશ કરીને અલવિદા કર્યું હતું. છેલ્લી ઘડીએ જ્યારે અજય અને સોનાક્ષીએ વિદાય લીધી ત્યારે તો તેમને જોવા ટોળે વળેલાં તેમના ચાહકોએ સીટીઓ અને ચિચાયરીઓ પાડી વિદાય આપી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved