Last Update : 10-November-2012, Saturday

 
દિલ્હીની વાત
 

આઇટી ઉદ્યોગને ટેન્શન
નવી દિલ્હી, તા. ૮
ભારતની ઇન્ફોર્મેશન ટેકનોલોજી- બીપીઓનો ઉદ્યોગ ૧૦૦ અબજ ડોલરનો છે. (૪૦,૦૦૦ કરોડ રૃપિયા) બરાક ઓબામા બીજી ટર્મ માટે અમેરિકાના પ્રમુખ બન્યા એટલે આ ઉદ્યોગો પ્રતિભાવ તાત્કાલીક નથી આવતા પરંતુ ડિપ્લોમેટીક સર્કલને બહુ ચિંતા હોય એમ લાગતું નથી. આની પાછળના કારણો ઘણા છે. ડિપ્લોમેટીક સર્કલ માને છે કે વડાપ્રધાન મનમોહન સિંહ માટે ઓબામાને ખુબ માન છે. ઓબામાની બીજી ટર્મમાં વહિવટ નેશનલ સિકયોરીટી એડવાઇઝર થોમસ ડોનોવન અને સંયુકત રાષ્ટ્રસંઘના હાલના અમેરિકી સુસાન રાઇસ સંભાળશે. ભારત માટે આ બંનેનું હકારાત્મક વલણ છે. કેમ કે ગત વર્ષોમાં પણ નીતિ વિષયક બાબતોમાં તેમનો મહત્વનો રોલ હતો. ભૂતપૂર્વ ડીપ્લોમેટ લલીત માનસિંહંના મત પ્રમાણે સાઉથ એશિયામાં અમેરિકાનું ભાવિ ભારત સાથે છે નહીં કે પાકિસ્તાન સાથે ! સાઉથ બ્લોક માને છે કે જેમ જયોર્જ ડબલ્યુ બુશ ભારતને મેજર પાવર બનાવવા માગતા હતા એમ ઓબામા પણ માને છે.
હિલેરીની જગ્યાએ સુસાન
કહે છે કે ઓબામા બીજી ટર્મમાં વિદેશ ખાતુ હિલેરી કલીન્ટનની જગ્યાએ સુસાન રાઇસને મુકશે. ભારતના સંયુકત રાષ્ટ્ર સંઘ ખાતેના ડિપ્લોમેટ હરદીપ પુરીએ તાજેતરમાં જણાવ્યું હતુ કે સુસાન સાથે કામ કરવું સરળ રહેશે. તે ભારતમાં રજા ગાળવા આવતા હતા ત્યારે પણ ભારતના અધિકારીઓને નિયમિત મળતા હતા. જયોર્જ બુશના શાસન હેઠળ આફ્રિકન-અમેરિકન એવા કોન્ડાલીસા રાઇસ પાસે ખાતુ હતું હવે ફરી એક વાર તે પ્રદેશમાંથી આવતા સુસાન પાસે ખાતુ આવશે.
જો કે અહીં એ પણ સ્પષ્ટતા જરૃરી છે કે બંને 'રાઇસ' વચ્ચે કોઇ સંબંધ નથી.
ઉર્જા ક્ષેત્ર પર ભાર
સરકારના ટોચના સૂત્રો કહે છે કે ભારત અને અમેરિકા નવા ક્ષેત્રોને મહત્વ આપી રહ્યા છે જેમાં એનર્જી કોઓપરેશન અને સંરક્ષણ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ઓબામાની વિદેશ નીતિમાં ઉર્જા ક્ષેત્રનો સમાવેશ હતો કેમ કે નબળી આર્થિક સ્થિતિમાંથી બહાર નીકળવામાં ઉર્જા ક્ષેત્ર મહત્વનું છે.
ઓબામાનો મત
અહીં સૌથી મોટો પ્રશ્ન ૧૦૦ અબજના આઇટી- બીપીઓ ઉદ્યોગ સામે છે. ઓબામાની ચૂંટણી સમયની સ્પીચ આ ઉદ્યોગો માટે ટેન્શન સમાન હતી. જો તે પ્રમાણે કામ થાય તો આ ઉદ્યોગો ને મુશ્કેલીનો સામનો કરવો પડે. ભારતની કંપનીઓને બિઝનેસ અપાવતા આઉટ સોર્સીંગના ધંધાને અસર પડશે. જો કે રાજદ્વારી વર્તુળો માને છે કે ઓબામાનો મત સ્થાનિક ઉદ્યોગો માટે હતો તેમજ અમેરિકાની બિઝનેસ કોમ્યુનીટી તેની તરફેણમાં નથી.
બીજી તરફ ચિંતા સેવનારને એક બાબતે રાહત છે કે જો રોમની જીત્યા હોત તો ઇરાન અને ચીન અંગેનો તેમનો મતથી ભારતની સમસ્યામાં વધારો થાત.
ગડકરી માટે બીજી ટર્મ..
એસ. ગુરૃમૂર્તિએ ભાજપના પ્રમુખ નીતીન ગડકરીને કલીન ચીટ આપ્યા પછી ગડકરીના કેમ્પનો ઉત્સાહ વધ્યો છે. હવે ગડકરીને બીજી ટર્મ માટે મુકાય તે માટેનું લોબીંગ શરૃ થયું છે. ગડકરીની ટર્મ ૧૭ ડિસેમ્બરે પુરી થાય છે. ગડકરીનું રાજીનામું માગતા રાજયસભાના સાંસદ રામ જેઠમલાણીની માગ પણ ફગાવતા ગડકરી કેમ ખુશ છે. તેમનો કેસ પક્ષની શિસ્ત કમિટીને સોંપાયો છે. સૂત્રો કહે છે કે ગડકરીને કલીન ચીટ આપ્યા પછી જેઠમલાણી સામે શિસ્તભંગ અંગે આગળ વધી શકાય છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved