Last Update : 10-November-2012, Saturday

 

હવે કોઇ માહિતી ગુપ્ત રહી શકે એમ નથી ઃ સમાચાર એજન્સીઓ સંતર્ક
કોંગ્રેસ-ભાજપ ૧૫૦ બેઠકમાં સમેટાશે

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- કોંગ્રેસની જેમ ભાજપે પણ સંગઠનમાં ફેરફારનું વિચારવું પડશે ઃ પ્રાદેશિક પક્ષોની મજબૂતાઇ મુજબ રાજકીય પક્ષોની ઉંઘ હરામ કરશે
- ભાજપ એન્ટી ઇન્કમબન્સીના મારામાંથી બચી જશેઃ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા મહત્વના બનશે ટીવી ચેનલોએ કોર્પોરેટ ગૃહો તરફથી મળતી લોનની રકમ જાહેર કરવી જોઇએ

 

૨૦૧૪ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પ્રધાન મંડળ અને સંગઠનમાં ફેરફાર પર ભાર મુકી રહી છે. આગામી મહિનાઓમાં ૧૦ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આ ઉપરાંત કર્ણાટક અને આંધ્રની ડામાડોળ સ્થિતિનો પણ નવી ટીમને સામનો કરવાનો છે. પડકારભરી સ્થિતિનો સામનો હિમાચલ પ્રદેશ અને ગુજરાતથી શરૃ થશે. ફેરફારો શું થવા જોઈએ અને હાલની સ્થિતિ શું છે તે અંગે પોઝીટીવ અને નેગેટીવ ઘણું લખાયું છે, આ ફેરફાર પક્ષના ફેરફાર સાથે જોવામાં આવે છે. ભવિષ્યમાં ચૂંટણી જંગ માટે કોંગ્રેસ પક્ષ તૈયારી કરી રહ્યો છે પરંતુ એકવાર સંગઠનના ક્ષેત્રે ફેરફાર થઇ જશે પછી ચિત્ર સ્પષ્ટ થશે.
મારી નજરે તો કોંગ્રેસ અને ભાજપ ૧૫૦ બેઠકમાં સમેટાઇ જાય એમ છે, જયારે પ્રાદેશિક પક્ષો ૨૫૦ થી ૨૬૦ જેટલી બેઠકો મેળવશે. આંધ્ર અને કર્ણાટકની સ્થિતિ જોતાં એમ લાગે છે કે પ્રાદેશિક પક્ષો વધુ મજબુત બનશે. કોંગ્રેસ અને ભાજપ ૧૫૦ બેઠકોમાં સમેટાઇ ભલે જાય પરંતુ પ્રાદેશિક પક્ષો દ્વારા ઉભો કરાયેલો પડકાર પણ સમજવા જેવો છે. ઉત્તર પ્રદેશમાં સત્તાધારી સમાજવાદી પક્ષ સામે બહુજન સમાજવાદી પક્ષે પડકાર ઉભો કર્યો છે. તો પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ સામે ડાબેરી પક્ષો મજબુત બન્યાં છે. જયારે તમિળનાડુમાં અન્નાડીએમકેના જોડાણમાં વિખવાદ છે. અન્ય રાજયોમાં પણ પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ વધી રહ્યું છે.
અત્યારથી કોણ જીતશે કે કોણ હારશે તે અંગે કશું કહેવાય એમ નથી, કોંગ્રેસે તો સંગઠનના કામકાજમાં ફેરફાર માટે પ્રયાસ શરૃ કર્યા છે, હવે ભાજપે પણ સંગઠનમાં ફેરફાર કરવો પડશે. આ સ્થિતિમાં બંને પક્ષ માટે પરિવર્તન આસાન નથી, બંને પક્ષ પાસે બળવાખોર પ્રવૃત્તિ ડામવાની ક્ષમતા છે છતાં રાજકીય સ્તરે ટકી રહેવું અને પક્ષના હીતમાં કામ કરવું તે પણ મહત્વનું બની જાય છે.
ભાજપને ટોચના હોદ્દેદારના સ્તરે વિવાદ છે જે કદાચ હાલ પુરતો અટકાવી દેવાશે પરંતુ ટોચની જગ્યા માટેનો વિવાદ અટકવો જોઈએ. ભાજપ જેને બીજી ટર્મ માટે પ્રમુખ બનાવવા માગે છે તે તેમની ઇમેજને નુકશાન થયેલું છે, જયારે તેમની બીજી ટર્મ ડિસેમ્બરમાં શરૃ થાય તે પહેલાં ઇમેજમાં સુધારો કરવો પડશે. આ તબક્કે તેનું તાત્કાલીક સોલ્યુશન શોધવું જોઈએ. આ અંગેનું સોલ્યુશન આસાન છે. જો ૨૦૧૪માં દરેક ટોપ પર રહેવાનો આગ્રહ છોડી દે તો તે આસાન છે. મારે એટલું ચોક્કસ સ્વિકારવું જોઈએ કે નીતીન ગડકરીને ભાજપનું મોવડી મંડળ શા માટે બચાવી રહી છે, તે ખોટી સિસ્ટમ ઉભી કરી રહ્યું છે. ગડકરીની ખોટી કંપનીઓ, ખોટા સરનામા અને રસોઇયા, ડ્રાઇવરથી માંડીને બીજા કામ કરનારા લોકોની પાસે કોઇ સંપત્તિ નહોતી છતાં કંપનીના માલિક બની ગયા હતા.
ટીવી ચેનલો અને સમાચાર માધ્યમોની પર પ્રજાની નજર રહેલી છે. મને લાગે છે કે આ લોકો પણ રાજકારણની અસર હેઠળ છે. ઘણાં રાજકારણ રમતા જોવામાં આવે છે. મને એવું લાગે છે કે દરેક ટીવી ચેનલોએ તેમનું શેર હોલ્ડીંગ અને કોર્પોરેટ હાઉસે ટીવી ચેનલના માલિકો અને એકઝિકયુટીવને કેટલી લોન આપી છે તે જાહેર કરવું જોઈએ. જિંદાલ ટીવી અને ઝી-ટીવીનો મુદ્દો પ્રજાના ધ્યાન પર આવ્યો હતો. સલમાન ખુરશીદ અને ઇન્ડિયા ટુડે વચ્ચેનો મુદ્દો પણ ધ્યાનમાં આવ્યો હતો. સ્ટીંગ ઓપરેશનની સાથે ભ્રષ્ટાચારનો આરોપ ચકચાર જગાવનારા હતા. સમાચારોમાં પોતાનો ન્યૂઝ આપવાની વાત ઘણીવાર સમાચાર માધ્યમોની ક્રેડીબીલીટી પર પ્રશ્નો ઉઠાવે છે.
કોર્પોરેટ કંપનીઓ વચ્ચેની કોલ્ડ વોરથી કોઇથી અજાણ નથી, તે કોઇ છુપી વાત પણ નથી. આવી બાબતોમાં સમાચાર માધ્યમો પણ આવી જાય છે તે પાયા વિનાના આરોપો કરે છે અને કોર્પોરેટ હાઉસ સામે અફવા ફેલાવે છે. સમાચાર માધ્યમોની કંપનીઓ ઘણીવાર પ્રતિસ્પર્ધીઓના વ્યૂઝ પણ રજુ કરે છે.
હાલમાં ઇલેકટ્રોનિક મિડીયા દ્વારા ઉભી થયેલી સ્પર્ધાત્મક સ્થિતિમાં સ્ક્રૃપ અને કોઇ બ્રેકીંગ ન્યુઝ જેવી સ્ટોરી પર ધ્યાન વધુ અપાય છે. હકીકત તો એ છે કે વહિવટ કરતી સરકારનો ઓપીનીયન શું છે તે પણ પ્રજા સમક્ષ મુકવો જોઈએ એવું નથી લાગતું ?!
આપણી સમક્ષ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના સર્વે છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સ્પષ્ટ જીત જણાય છે. જયારે હિમાચલ પ્રદેશમાં કટોકટની સ્પર્ધા જોવા મળશે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની આ તીવ્ર સ્પર્ધામાં એકાદ અપક્ષ ધારાસભ્ય પણ પરિવર્તન લાવી શકે છે. હિમાચલ પ્રદેશમાં બંને પક્ષ વિજયનો દાવો કરી રહ્યા છે. ભાજપ કહે છે કે તે એન્ટી ઇન્કમબન્સીના મારમાંથી બચી જશે બીજી તરફ કેન્દ્રમાં જે કોંગ્રેસ વિરોધી એન્ટી-ઇનક્મબન્સી છે તેનો પણ લાભ થશે. પરિણામો કેવા હશે તે પર નજર કરીએ તો તેમાં સ્થાનિક મુદ્દાઓ વધુ મહત્વના બનશે. બંને રાજયોમાં આ મુદ્દે સમીક્ષા ચાલે છે.
આપણે સોશ્યલ નેટવર્કીંગના યુગમાંથી પસાર થઇ રહ્યા છીએ. જયાં ખુબ ઓછી માહિતી ગુપ્ત રહી શકે છે. આ ટેકનોલોજી હવે વધુ શાર્પ બની રહી છે ત્યારે દરેકને વધુ ને વધુ માહિતી મળતી રહેશે. જે લોકો અધિરાં છે તે ઉતાવળા નિર્ણયો લે છે જયારે જેઓમાં ધીરજ છે તે કાયદાની પ્રક્રિયાની રાહ જુવે છે પરંતુ અચોક્કસ સ્થિતિમાં સત્ય બહાર આવતા વાર લાગે છે. આ સ્થિતિમાં આપણે જે કંઇ બહાર લાવીએ છીએ તેનાથી વધુ તો મુદ્દાઓનો નાશ કરીએ છીએ અને ઉહાપોહ ફેલાવીએ છીએ.
રાજકીય ચડસા-ચડસી હંમેશા આવકાર્ય છે. વ્યકિતગત રીતે જે લોકો સામે તેજાબી આક્ષેપો થાય છે તેથી દુઃખ થાય છે. ઘણાં ડાહ્યા લોકોએ કોમેન્ટ કરી છે કે વિશ્વમાં અડધો અડધ વસ્તિ મહિલાઓની છે અને બાકીની વસ્તિ મહિલામાંથી જ આવે છે !!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 

 

 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved