Last Update : 10-November-2012, Saturday

 
 

જ્વાગા ગુટ્ટાએ પણ ફરિયાદ કરનારી ખેલાડી પ્રજાક્તાની તરફેણ કરી
બેડમિંટન કોચ ગોપીચંદ પર માનસિક ત્રાસ આપવાનો મહિલા ખેલાડીનો આરોપ

હાઇ કોર્ટમાં થયેલી પીટીશનથી ભારતીય બેડમિંટન જગતમાં ખળભળાટ

ગોપીચંદ માત્ર સાયના પર જ વિશેષ ધ્યાન આપતો હોવાની પણ ચર્ચા ઃ મુંબઇ


મુંબઇ,તા.૯
ભારતીય બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદ પર ડબલ્સ સ્પેશિયાલીસ્ટ મહિલા ખેલાડી પ્રજાક્તા સાવંતે માનસિક ત્રાસ આપવાની ફરિયાદ કરતાં સનસનાટી મચી ગઇ છે. બેડમિન્ટનની ખેલાડી પ્રજાક્તાની ફરિયાદના સમર્થનમાં હવે ભારતની આંતરરાષ્ટ્રીય ખેલાડી જ્વાલા ગુટ્ટા પણ આગળ આવતા વિવાદે મોટુ સ્વરૃપ લીધું છે. બેડમિંટન જગતમાં એવી પણ છાની ચર્ચા ચાલી રહી છે કે, કોચ ગોપીચંદ મોટા ભાગે સ્ટાર ખેલાડી સાયના નેહવાલ પર જ વિશેષ ધ્યાન આપતો હોય છે. જ્યારે બાકીના ખેલાડીઓની ઉપેક્ષા થતી હોય છે. તેમના કાર્યક્રમોને પણ સાયનાની અનુકૂળતા પ્રમાણે ગોઠવવામાં આવતા અન્ય ખેલાડીઓમાં કોચ તરફ ભારોભાર અસંતોષ હોવાનું મનાય છે. આ સાથે પ્રજાક્તાએ ગોપીચંદ સામે કરેલી ફરિયાદને અન્ય ખેલાડીઓએ અંદરખાને સમર્થન આપ્યું છે.
આશાસ્પદ બેડમિંટન ખેલાડી પ્રજાક્તાએ આક્ષેપ મુક્યો હતો કે ભારતીય ટીમના કોચ ગોપીચંદ તેની કારકિર્દી ખતમ કરી નાંખવા માંગે છે. જો કે આખા વિવાદમાં સાયના નેહવાલે ગોપીચંદનો બચાવ કર્યો હતો અને કહ્યું હતુ કે, આજે હું જે કંઇ પણ છું તે મારા કોચ ગોપીચંદને કારણે જ છું. મને સમજાતું નથી કે આ બધુ કેવી રીતે બહાર આવ્યું. દરમિયાનમાં બોમ્બે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં મુંબઇની યુવા ખેલાડી પ્રજાક્તા સાવંતે જણાવ્યું હતુ કે, ગોપીચંદ સામે માનસિક ત્રાસ આપવાની ફરિયાદ બાદ તેને હૈદરાબાદમાં ગોપીચંદ એકેડમીમાં ચાલી રહેલા નેશનલ કેમ્પમાં એન્ટ્રી આવામાં આવી નહતી. હાઇ કોર્ટે એકેડમીમાં તેને એન્ટ્રી આપવાનો આદેશ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાત મેડલ જીતી ચુકેલી ૧૯ વર્ષની પ્રજાક્તા સાવંતે કોર્ટ સમક્ષ કરેલી પીટીશનમાં જણાવ્યું કે, તેની પસંદગી ૪ ઓક્ટોબર થી ૧૨ ડિસેમ્બર સુધી હૈદરાબાદમાં ગોપીંચદની એકેડમી ખાતે યોજાનારા નેશનલ બેડમિંટન કેમ્પ માટે કરવામાં આવી હતી. જે પછી કેમ્પમાં તેણે તેના ડબલ્સ અને મિક્સ ડબલ્સ પાર્ટનર બદલી નાંખવા જણાવાતા કોચ ગોપીચંદ તેના પર રોષે ભરાયા હતા.
પીટીશનમાં એમ પણ જણાવાયું છે કે, પ્રજાક્તાએ ૨૨મી ઓગસ્ટે જ ગોપીંચદને ઇ-મેલ કરીને જણાવ્યું હતુ કે, તેને તેના ડબલ્સ અને મિક્સ ડબલ્સના પાર્ટનર સાથે ફાવતું નથી અને એટલે તેને બદલી નાંખવામાં આવે. જો કે ગોપીચંદે તેની પર ગંભીર આરોપ મુકતાં કહ્યું હતુ કે, તેનામાં રમત પ્રત્યેની પ્રતિબધ્ધતા નથી. તે ગંભીરતાથી રમતી નથી. આ પછી ગોપીચંદે ફોન કરીને પ્રજાક્તાને કહ્યું હતુ કે, તેને વધુ સુચના ના મળે ત્યાં સુધી કેમ્પમાં જોડાવાનું નથી. પ્રજાક્તાએ આ અંગે હાઇ કોર્ટમાં કરેલી અરજીમાં લખ્યું છે કે ગોપીચંદ તેની કારકિર્દીને ખતમ કરવા માંગે છે. આ મામલે કોર્ટ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને તપાસ કરવાનો આદેશ આપે તેવી માંગણી પણ કરવામા આવી હતી. બેડમિંટન જગત ફરી એક વખત વિવાદમાં સપડાયું છે. કેટલાક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે, ગોપીચંદે ખરેખર તો બધા ખેલાડીઓના હિતમાં કામ કરવું જોઇએ પણ તે માત્ર સાયના પર જ વધુ ફોકસ રહે છે અને તેના કારણે બીજા ખેલાડીઓને અન્યાય થાય છે. અન્ય ખેલાડીઓની નાની-મોટી અનુકૂળતાઓ તેમજ ફરિયાદો માટે કોચે જેટલો સમય ફાળવવો જોઇએ તેટલો સમય ગોપીચંદ આપી શકતો નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved