Last Update : 10-November-2012, Saturday

 

સોનિયાના જમાઇ વધુ એક વિવાદમાં
રાજસ્થાનમાં વાઢેરાએ સોલાર લેન્ડ કૌભાંડ આચર્યાનો ભાજપનો આક્ષેપ

દસ હજાર વિઘા જમીન વઢેરાને ઓછા ભાવે ફાળવી

જયપુર, તા. ૯
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા ફરી એકવખત વિવાદમાં સપડાયા છે. રાજસ્થાન સરકારના વિરોધ પક્ષ ભાજપે આરોપ મુક્યો છે કે કેન્દ્ર અને રાજ્યની સરકારો બીકાનેર અને જૈસલમેર જિલ્લાઓના પ્રાઇમ સોલાર ઝોનમાં આવેલી ૧૦,૦૦૦ વીઘા જમીન મેળવવામાં વાઢેરાની માલિકીની કંપનીઓની બિનજરૃરી અને વધુપડતી તરફેણ કરી છે. જમીનના સોદા સાવ નાખી દેવાના ભાવે વીધાદીઠ માત્ર રૃ. ૩૫,૦૦૦ના ભાવે થયા છે.
એક પત્રકાર પરિષદને સંબોધતાં ભાજપના સેક્રેટરી કિરીટ સૌમેયાએ જણાવ્યું હતું કે કેન્દ્રની નોન-કન્વેન્શનલ એનર્જી મિનિસ્ટ્રી અને રાજસ્થાન સરકારના અધિકારીઓએ વાઢેરાની કંપનીઓને સોલાર જમીન બેંક ઉભી કરવા માટે તમામ જરૃરી મદદ અને સહકાર આપ્યા હતા.
આ જમીનોના વાસ્તવિક ભાવ જે ભાવે જમીનો ખરીદાયા છે તેના કરતાં ૧૦ ગણાં વધુ છે. આ બન્ને રણ જિલ્લાઓમાં સોલાર એનર્જી ઝોન ઉભો કરવાની જાહેરાત થઇ તેની પહેલાં ૨૦૧૦-૧૧ અને ૨૦૧૧-૧૨માં આ સોદાઓ થયા હતા. આ સોદાને આડે કોઇ અવરોધ ન આવે તે માટે રાજસ્થાન સરકારે પણ કાયદામાં જરૃરી ફેરફાર કરી દીધો હતો. વાઢેરાને મદદ કરવા માટે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરો, તહેસિલદારો, જમીન નોંધણી અધિકારીઓ સહિતના તમામ સ્તરના કર્મચારીઓએ મદદ કરી હતી. જમીનનો સોદો કરવામાં આવ્યો હતો ત્યારે આ અધિકારીઓએ લાલ જાજમ પાથરીને તેમની સરભરા કરી હતી તેવો આક્ષેપ સોમૈયાએ કર્યો હતો.
વધુમાં સોમૈયાએ કહ્યું હતું કે જમીનના સોદાઓ પૂર્ણ થયા બાદ આ બન્ને જિલ્લાઓમાં સોલાર ઝોન વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે વાઢેરાને ફાયદો કરી આપવા માટેનુ એક સુયોજિત પગલું હતું. રાજ્યની અશોક ગેહલોત સરકારે આ સોલાર લેન્ડ સ્કેમમાં જાહેરમાં ખુલાસો કરવો જોઇએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેગ બીજાને શીખામણ આપવાને બદલે માહિતિ લીક થતી અટકાવેઃ દિગ્વિજય
ભારત અન બ્રિટન વચ્ચે સંરક્ષણ તેમજ આતંકવાદ મામલે વાટાઘાટો

અડવાણીના જન્મદિવસે ગડકરીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

તમામ મંત્રાલયોને ખર્ચ પર કાપ મૂકવા નાણા મંત્રાલયના નિર્દેશ
કેનેડાના વડાપ્રધાન હાર્પરે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા !
ફાર્મા,શેરોમાં નફારૃપી વેચવાલી ઃ ટાટા મોટર્સ, રીયાલ્ટીમાં તેજી ઃ સેન્સેક્સ ૫૬ પોઇન્ટ ઘટયો
ઋણ બજારમાં FIIનું રોકાણ જળવાઈ રહેશે
દિવાળી ટાંકણે મુંબઈ ઝવેરી બજારમાં આવકવેરા વિભાગની તપાસ શરૃ થતાં ગભરાટની લાગણી
અઝહર કોર્ટની નજરે નિર્દોષ પણ ચાહકો અને આઇસીસીની ક્લીન ચીટ મળશે ?

ટેસ્ટમાં નંબર વનનો તાજ પાછો મેળવવાનો પ્રયાસ જારી ઃધોની

સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ટેસ્ટમાં નંબર વન બનવા જંગ
અમદાવાદમાં રમાતી પ્રેક્ટિસ મેચમાં હરિયાણા સામે ઇંગ્લેન્ડના ૪૦૮/૩
બીમાર પુત્રીની ખબર કાઢવા સ્વોન ઈંગ્લેન્ડ પરત

ફન્ડામેન્ટલ ગ્રોથ નહીં થાય ત્યાં સુધી બજારમાં વોલેટાલિટી જોવાશે

NSEL પર ધનતેરસ નિમિો ઈ-સીરિઝના કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ વિના ટ્રેડિંગ કરી શકાશે
 
 

Gujarat Samachar Plus

અજયે અમદાવાદીઓને કહ્યું 'હેપ્પી દિવાલી'
દીવાના 'દિવાના' ફ્રેગરન્સ સાથે દિવાળી મહેકાવશે
હોમમેડ મીઠાઇ ભૂલાઇ પણ ફરસાણ યથાવત
સ્ટોરરૃમ અનાજ-શાકભાજીનો સ્ટોકથી ઉભરાયા
હવે લોકલ ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૃર છે
 

Gujarat Samachar glamour

નાઓમી કેમ્પબેલની રાજસ્થાની રંગમાં રંગાયેલી ભવ્ય પાર્ટી
'જાને ભી દો યારો' અચાનક ફરીથી રીલીઝ કરાઈ
વિરાટ કોહલી કરીનાનો દિવાનો બન્યો
સલમાનના પોટ્રેટની પાકિસ્તાનમાં હરાજી થશે
બસ ઔર કુછ નહીં...
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved